________________
જિનપૂજા ધર્મરૂપ
167
तथैव तत्त्वमिति तत्तुल्यतया पुण्यत्वे का क्षति: ? अथ शिवहेतवो न भवहेतवो हेतुसङ्करप्रसङ्गादिति निश्चयनयपर्यालोचनायां सरागचारित्रकालीना योगा एव स्वर्गहेतवो न चारित्रं, घृतस्य दाहकत्ववद्व्यवहारनयेनैव चारित्रस्य स्वर्गजनकत्वोक्तेरित्यस्ति विशेष इति चेत् ? न, द्रव्यस्तवस्थलेऽपि निश्चयतो योगानामेव स्वर्गहेतुत्वं, न मोक्षहेतोईव्यस्तवस्येति वक्तुं शक्यत्वाद् दानादिक्रियास्वपि सम्यक्त्वानुगमजनितातिशयेन मुक्तिहेतुत्वोक्तेः, तदुक्तं विंशिकायां → दाणाइआ उ एअम्मि चेव सुद्धा उ हुंति किरिआओ। एयाओ वि हु जम्हा मोक्खफलाओ અભ્યદયજનક છે, પરંતુ તે સરાગપણાથી આ કાર્ય કરે છે. (અહીં ચારિત્ર અભ્યદયજનક છે. તેથી ચારિત્રત્વધર્મ અભ્યદયજનકત્વનો અવચ્છેદક છે. પણ આ ચારિત્રત્વધર્મ નિરવચ્છિન્ન નથી, પણ સરાગત્વથી અવચ્છિન્ન=વિશિષ્ટ બનીને જ અભ્યદયજનકતાનો અવચ્છેદક બને છે. તેથી નિરવચ્છિન્નપદ્ધર્મ. ઇત્યાદિ હેત્વર્થ “ચારિત્ર' માં ઘટી શકતો નથી. તેથી ઉપરોક્ત અનુમાન ચારિત્રને લાગુ પડતું નથી.) તેથી અમારા અનુમાનમાં દોષ નથી.
ઉત્તરપક્ષઃ- આ જ પ્રમાણે (દ્રવ્યસ્તવનું દ્રવ્યસ્તવત્વ=સ્વરૂપ જ છે ભાવસ્તવરૂપ ચારિત્રનું જનકપણું. કારણ કે ભાવનું કારણ દ્રવ્ય' ગણાય છે. આમ મૂળભૂત રીતે - કોઇ પણ ધર્મથી અવિશિષ્ટ) દ્રવ્યસ્તવત્વચારિત્રજનતાનું જ અવચ્છેદક છે, અભ્યદયજનકતાનું નહીં. તેથી જ્યારે દ્રવ્યસ્તવ ચારિત્ર પ્રાપ્તિના આશયને છોડી બીજા આશયથી કરાય છે, ત્યારે જ માત્ર અભ્યદયફળજનક બને છે.
પૂર્વપક્ષઃ- મોક્ષજનયોગથી ભિન્ન જાતિનો-ભિન્ન પ્રકારનો યોગ હોવાથી જ દ્રવ્યસ્તવ સ્વર્ગનું કારણ છે. મોક્ષજનક યોગ રાગથી રહિત હોય છે. જ્યારે દ્રવ્યસ્તવ રોગયુક્ત છે. તેથી તે મોક્ષથી ભિન્ન સ્વર્ગાદિફળ આપે છે.
ઉત્તર૫ક્ષઃ- એમ તો સરોગચારિત્ર પણ મોક્ષજનક યોગથી ભિન્ન યોગ છે અને સ્વર્ગાદિજનક હોવાથી દ્રવ્યસ્તવને તુલ્ય જ છે. તેથી તે પણ પુણ્યરૂપ હોવામાં કયો દોષ છે?
પૂર્વપક્ષ - જે મોક્ષના હેતુ હોય, તે સંસારના હેતુ બની શકે નહિ. અન્યથા હેતુમાં સંકરદોષ આવે. (ભિન્ન અધિકરણમાં રહેનારા ધર્મો જો ક્યાંક એક જ અધિકરણમાં ઉપલબ્ધ થાય, તો ત્યાં સંકરદોષ આવે. વિષયાદિમાં સંસાતુતા છે. સમતાઆદિમાં મોક્ષત્તા છે. ચારિત્રમાં આ બંને હેતુતા માનવામાં સંકરદોષ આવે, એ તાત્પર્ય છે.) સ્વર્ગની પ્રાપ્તિ સંસારરૂપ છે. ચારિત્ર પોતે મોક્ષનું કારણ છે. તેથી તેને સ્વર્ગપ્રાપ્તિ આદિરૂપ સંસારના હેતુ તરીકે માની શકાય નહિ.
(શંકા - જો ચારિત્રસ્વર્ગનું કારણ ન હોય, તો શાલિભદ્ર વગેરે અનેક જીવો ચારિત્ર પાળી સ્વર્ગે ગયા છે, તેવું સંભળાય છે, તેનું શું? વળી અનુત્તર દેવલોકમાં માત્ર સુચારિત્રી જ જઇ શકે તેવા વિધાનનું શું? ઉપશમાળામાં કહ્યું છે કે – “એક દિવસ પણ ચારિત્ર પાળનારો જો મોક્ષે ન જાય, તો અવશ્ય વૈમાનિક દેવ થાય તેનું શું? આ કાળમાં મોક્ષના અભાવમાં પણ ચારિત્રનું પાલન થતું દેખાય છે, તેનું શું? સમાધાન - આકળા ન થાવ,) ચારિત્ર પોતે તો મોક્ષદ જ છે. નિશ્ચયનયથી વિચારીએ, તો સરાગચારિત્રકાલના જે શુભયોગ છે, તે જ સ્વર્ગના હેતુ છે; ચારિત્ર પોતે સ્વર્ગઆદિનો હેતુ નથી. ઉપર તમે જે કહ્યું, તેની સિદ્ધિ સરાગચારિત્ર-કાલીન યોગના પ્રભાવથી છે. ઘી પોતે બાળનારું ન હોવા છતાં, તેમાં રહેલી અગ્નિની ઉષ્ણતાના કારણે તે દાહક બને છે, ત્યારે વ્યવહારથી એમ કહેવાય કે “ઘી દાહક છે. એ જ પ્રમાણે નિશ્ચયથી ચારિત્ર સ્વર્ગાદિમાં કારણભૂત નહીં હોવા છતાં તેમાં ભળેલા રાગઆદિના કારણે સ્વર્ગની પ્રાપ્તિ થવાથી વ્યવહારથી ચારિત્રને સ્વર્ગજનક કહી શકાય. આમ નિશ્ચયનયથી વિચારતાં સંકરદોષ પણ રહેતો નથી.
ઉત્તરપક્ષ - આ પ્રમાણે તો દ્રવ્યસ્તવ માટે પણ કહી શકાય. અર્થાત્ દ્રવ્યસ્તવકાસે રહેલા સરાગયોગો જ સ્વર્ગના કારણ છે. મોક્ષ માટે કારણભૂત દ્રવ્યસ્તવ પોતે સ્વર્ગનો હેતુ નથી, એમ કહી શકાય.
પૂર્વપક્ષ - દ્રવ્યસ્તવ મોક્ષના હેતુ તરીકે અસિદ્ધ છે. ઉત્તરપક્ષ - ના, અસિદ્ધ નથી. શ્રાવકોની દાનવગેરે ક્રિયાઓ પણ સમ્યકત્વની પ્રાપ્તિથી પ્રગટેલા અતિશયને
કોળી