Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 500
________________ 18 પ્રતિમાશતક કાવ્ય-૯૩) पराओ अ॥[६/२०] तथा च तत्रापि योगानामेव निश्चयत: स्वर्गहेतुत्वमवशिष्यते इति । चारित्रं शुद्धोपयोगरूपं योगेभ्यो भिन्नमिति उक्तनिश्चयविवेकोपपत्तिः, पूजादानादिकंतुन योगभिन्नमिति तदनुपपत्तिरिति चेत् ? न, भावनये पूजादानादेरपीच्छाधुपयोगरूपत्वात्। अत एव पूजादानत्वादिकं मानसप्रत्यक्षगम्यो जातिविशेष इति परेऽपि सङ्गिरन्ते। वस्तुतो योगस्थैर्यरूपं चारित्रं महाभाष्यस्वरसात्सिद्धमिति महता प्रबन्धेनोपपादितमध्यात्ममतपरीक्षायामस्माभिः। तथा च स्थिरयोगरूपस्य चारित्रस्य मोक्षहेतुत्वं तदवान्तरजातीयस्य च स्वर्गहेतुत्वं वैजात्यद्वयं वा कल्पनीयं, तच्च पूजादावपि तुल्यमिति ॥ ९३॥ लोकोत्तरलौकिकत्वाभ्यां धर्मपुण्यरूपत्वं तु पूजायामिष्यत एवेत्याहકારણે મુક્તિના કારણ તરીકે બતાવેલી છે. વિંશિકા પ્રકરણમાં કહ્યું છે – “આની(સમ્યકત્વની) હાજરીમાંદાનાદિ ક્રિયાઓ શુદ્ધ જ હોય છે. કારણ કે આ બધી(=દાનાદિકિયા) પણ મોક્ષફળવાળી અને શ્રેષ્ઠ છે.” અહીં દાનાદિમાં “આદિ પદથી શ્રાવકવગેરેની બધી જ શુભ ક્રિયાનો સમાવેશ થતો હોવાથી પૂજા વગેરે ક્રિયા પણ મોક્ષફળક સિદ્ધ થાય છે. આમદ્રવ્યસ્તવ પણ મોક્ષદાયક સિદ્ધ થતો હોવાથી સ્વર્ગની પ્રાપ્તિના કારણ તરીકે નિશ્ચયથી તો સરાગદ્રવ્યસ્તવકાલીન યોગો જ બાકી રહે છે. પૂર્વપક્ષ - ચારિત્ર શુદ્ધઉપયોગરૂપ છે. તેથી તેને તત્કાલીન યોગોથી ભિન્નરૂપે તારવી શકાય છે, યોગ મનવચનકાયાની ચેષ્ટારૂપ છે, જ્યારે ઉપયોગ આત્માનો જ શુદ્ધ ધર્મ છે. તેથી નિશ્ચયથી ચારિત્રને મોક્ષફળક અને તત્કાલીન શુભયોગોને સ્વર્ગફળક કહેવામાં સંકરવગેરે દોષો નથી. કારણ કે ભિન્ન કારણથી ભિન્ન કાર્યોત્પત્તિ બધાને ઇષ્ટ જ છે. જ્યારે પૂજાદિ દ્રવ્યસ્તવમાં નિશ્ચયથી આવા બે ભેદ પાડી શકાતા નથી, કારણ કે પૂજાવગેરે ક્રિયાઓ યોગથી ભિન્ન નથી, પણ અભિન્ન છે. અર્થાત્ પૂજાવગેરે ક્રિયાયોગરૂપ જ છે. તેથી નિશ્ચયથી તેમાં શી રીતે ભેદ પાડીને કહી શકશો કે પૂજા મોક્ષદાયક છે અને તે વખતના યોગ સ્વર્ગદાયક છે.” એકના એક યોગને મોક્ષદાયક અને સ્વર્ગદાયક માનવામાં તો સંકરદોષ ઊભો જ છે. ઉત્તરપ-પૂજા, દાનવગેરે ધર્મોમાત્રયોગરૂપ નથી. ભાવનયના મતે પૂજાદિ ક્રિયાવખતે રહેલા ઇચ્છાઆદિ ઉપયોગ જ પૂજાઆદિરૂપ છે. (“ભાવને પ્રધાન કરનારા નયની અપેક્ષાએ પૂજાઆદિ ક્રિયાસંબંધી ઇચ્છારૂપ, પ્રવૃત્તિરૂપ, ધૈર્યરૂપ અને સિદ્ધિરૂપ ઉપયોગ જ પૂજાઆદિરૂપ છે.) તેથી જ બીજાઓ પણ પૂજાત્વ, દાન–વગેરેને માનસપ્રત્યક્ષ જાતિવિશેષતરીકે પ્રરૂપે છે. પૂજાવગેરે જો માત્રયોગરૂપ જ હોત, તો પૂજા–વગેરેને ઘટત્વવગેરેની જેમ ચક્ષુરિન્દ્રિયથી પ્રત્યક્ષ જાતિવિશેષ માનવી પડત. (નૈયાયિકવગેરે બીજાઓ દ્રવ્ય, ગુણકે ક્રિયાને ઇંદ્રિયથી પ્રત્યક્ષ હોય, તે જ ઇંદ્રિયથી તેની જાતિ અને તેના અભાવને પ્રત્યક્ષ કહે છે. તેથી નિશ્ચિત થાય છે કે જો પૂજા માનસ પ્રત્યક્ષ હોય, તો જ પૂજા– જાતિ માનસપ્રત્યક્ષ બને અને પૂજા તો જ માનસપ્રત્યક્ષ બને, જો તે જ્ઞાન-ઉપયોગરૂપ હોય. માત્ર બાહ્ય ક્રિયારૂપ હોત, તો ચાક્ષુષ પ્રત્યક્ષ બનત, માનસપ્રત્યક્ષ નહીં. માત્ર ઉપયોગરૂપ જ તમામ ધર્મો સ્વીકારવામાં યોગ-ક્રિયાનૈષ્ફલ્યનો અતિપ્રસંગ ટાળવા પ્રમાણસિદ્ધ વાસ્તવિકતા બતાવે છે.) વાસ્તવમાં તો “ચારિત્ર શુદ્ધોપયોગરૂપ નહિ, પણ યોગસ્થર્યરૂપ છે' એમ વિશેષાવશ્યક મહાભાષ્યના સ્વરસથી સિદ્ધ છે. આ બાબતની ચર્ચા અમે અધ્યાત્મમતપરીક્ષામાં વિસ્તારથી કરી છે. સ્થિરયોગરૂપ ચારિત્ર મોક્ષનું કારણ છે. અને તેને અવાંતરજાતીય (સરાગતા કે ઇચ્છા પ્રવૃત્યાદિરૂપ?) ચારિત્ર સ્વર્ગનું કારણ છે. (સર્વત્ર કારણક્યાદિ અતિપ્રસંગ ટાળવા કહે છે.) અથવા તો મોક્ષદાયક ચારિત્ર ભિન્નજાતીય છે, અને સ્વર્ગજનક ચારિત્ર ભિન્નજાતીય છે, એમ બે ભિન્ન જાતિ કલ્પી શકાય. આ પ્રમાણે પૂજાદિમાં પણ કલ્પના કરી શકાય તેમ છે. પૂજા સામાન્યથી મોક્ષદાયક છે. તે પૂજાની અંદર સમાવેશ પામતી રાગઆદિથી વિશિષ્ટ પૂજા સ્વર્ગમાં કારણ છે. અથવા મોક્ષજનક પૂજા અલગ જાતીય

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548