________________
174
પ્રતિમાશતક કાવ્ય-૯૫) पारिणामिको भाव आत्मधर्म इति मतं, तदाऽनादित्वेनापुरुषार्थत्वापत्तिः, यदि तु स्वः स्वकीयोऽनागन्तुकोऽनुपाधि वो धर्म इति, तदा वर्तमानः स्वकीय: शुभः परिणाम ऋजुसूत्रविषयः, स जिनपूजायामप्यक्षत इति कथं न तत्र निश्चयशुद्धो धर्म: ? शब्दनयेन सामायिकवदेशविरतानां धर्मो नेष्यत इति चेत् ? किंतावता, समभिरूढेन षष्ठगुणस्थानेऽप्यनभ्युपगमात्। वह्निपरिणतोऽयस्पिण्डो वह्निरितिवत् तद्भावपरिणत आत्मैव धर्मः, स्वभावपदप्रवृत्तिरपि तत्रैव, स्वो भावः पदार्थ इति व्युत्पत्तेः। आह च → परिणमदि जेण दव्वं तक्कालं तम्मयंति पण्णत्तं । तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेअव्वो' ।। प्रवचनसार १/८] (छाया → परिणमति येन द्रव्यं तत्कालं तन्मयमिति
વિવિધમતે ધર્મસ્વરૂપ વળી કેટલાક નિશ્ચયથી આત્મસ્વભાવને જ ધર્મરૂપ કહે છે. જેમકે ઘટત્વવગેરે ધર્મો ઘટના સ્વભાવરૂપ જ છે. આમ, આમતે જેનો સ્વભાવ હોય, તે તેનો ધર્મબને છે. “આત્મત્વ' વગેરે અનાદિપારિણામિકભાવ આત્માના સ્વભાવરૂપ છે. તેથી આત્મત્વ વગેરે સ્વભાવો જ આત્માના ધર્મો છે. પણ આ વિચારણા બરાબર નથી, કારણ કે આત્મવૈવગેરે સ્વભાવો અનાદિ હોવાથી આત્માના ધર્મને પણ અનાદિ સિદ્ધ માનવા પડવાથી ધર્મપુરુષાર્થ જ ઉડી જાય. (પુરુષથી=પરાક્રમ-વીર્યથી સાધ્ય અર્થ પુરુષાર્થ છે.) અનાદિસિદ્ધ વસ્તુને સાધ્ય કહેવામાં પૂર્વાપર વિરોધ છે. તથા સંસારાભાવવગેરે બીજા દોષો ઊભા થાય. તેથી ધર્મને અનાદિસિદ્ધ માનવામાં પુરુષાર્થ તરીકે માની ન શકાય.
શંકા- અહીં સ્વભાવનો અર્થ જુદો છે. સ્વ=પોતાનો=ઉપાધિ આદિરૂપનહિતેવો=બહારથી નહીંઆવેલો ભાવ=સ્વભાવ. અર્થાત્ પોતાનામાં જ પ્રગટેલો ઉપાધિ વિનાનો ભાવ= સ્વભાવ. સ્વભાવનો આ અર્થ છે. આવો સ્વભાવ જ ધર્મરૂપ છે. અર્થાત્ આત્મામાં ઉત્પન્ન થયેલો નિરુપાધિક પરિણામ જ ધર્મરૂપ છે. એટલે કે ઋજુસૂત્રનયનો વિષય બનતો વર્તમાનકાલીનસ્વકીય શુભપરિણામ જ ધર્મરૂપ છે. ક્રોધાદિક પરિણામો કર્મોદયજન્ય-કર્મની ઉપાધિથી હોવાથી પાધિક અને આગંતુક છે. માટે ધર્મરૂપ નથી.
સમાધાન - ધર્મને આવા સ્વરૂપનો માનવામાં અમને આપત્તિ નથી. કારણકેદ્રવ્યસ્તવકાલે પણ દ્રવ્યસ્તવ કરતી વ્યક્તિને દ્રવ્યસ્તવક્રિયાના આલંબનઆદિથી આવા પ્રકારનો શુભભાવ પ્રગટે જ છે. આ શુભભાવ તમને ઇષ્ટ નિશ્ચયનયથી ધર્મરૂપ છે જ. (આ આલંબન બહારથી ટેકારૂપ છે, તેથી ઉપાધિરૂપ નથી, તે વખતે ઉતા શુભ પરિણામ માટે કર્મોદયની જરૂરત ન હોવાથી તે નિરુપાધિક-અનાગંતુક છે.)
પૂર્વપક્ષ - શબ્દનયમતે દેશવિરત સુધી સામાયિકભાવ નથી. છઠાગુણસ્થાનકથી જ સામાયિક છે. આ જ પ્રમાણે, આ નયમતે દેશવિરત સુધી ધર્મ ઇષ્ટ નથી, કારણ કે સામાયિક જ ધર્મરૂપ છે. તેથી શ્રાવકની પૂજાવગેરે ક્રિયા ઘર્મરૂપ નથી.
ઉત્તરપક્ષ - તમે જો આમ એક નયને જ પ્રાધાન્ય આપવા માંગતા હો, તો સમભિરૂઢનયના મતે સામાયિક અપ્રમત્તઅવસ્થામાં જ આવે. અર્થાત્ સામાયિક સાતમા ગુણસ્થાનકથી જ સંભવે છે. કારણ કે વધુ વિશુદ્ધિગ્રાહી આ નયે પ્રમાદ ને સામાયિક સાથે નહીં હોઇ શકે. તેથી આ નયની અપેક્ષાએ તો છઠ-પ્રમત્તસંયતગુણસ્થાને પણ સામાયિક અને ધર્મ નથી. તેથી એક જ નયથી વિચારવામાં તો છઠ્ઠાગુણસ્થાનની ક્રિયાને પણ ધર્મરૂપ માની શકાય નહિ.
- કોઇક - વાસ્તવમાં જેમ અગ્નિથી પરિણત થયેલો=અગ્નિમય બનેલો લોખંડનો ગોળો અગ્નિ છે. તેમ ધર્મના ભાવથી પરિણત થયેલો આત્મા પોતે જ ધર્મરૂપ છે. “સ્વભાવ' પદની પ્રવૃત્તિ પણ ત્યાં જ થાય છે. અર્થાત્ સ્વભાવપદથી ધર્મથી પરિણત થયેલો આત્માજવાચ્ય બને છે. કારણકે સ્વભાવપદની વ્યુત્પત્તિ આ છે-સ્વ=આત્મા