________________
વિવિધમતે ધર્મસ્વરૂપ
175
प्रज्ञप्तम् । तस्माद्धर्मपरिणत आत्मा धर्मो मन्तव्यः।) एतदप्यधिकृते सम्बद्धमेव । इदं तु चिन्त्यते-आत्मनो धर्मिणो द्रव्यस्य निर्देशे धर्मद्वारा धर्मत्वमन्यद्वारा चान्यत्वमिति सङ्करः कथं वारणीयः ? प्रशान्ताधिकारेऽपि नयद्वयनिर्देश एव युक्ते प्रशान्तवाहिताख्यस्य पर्यायस्यैव निवेशे तु प्रागुक्ताभेदः। धर्म: किं द्रव्यं पर्यायो वा ? इति जिज्ञासायामित्थमुच्यत इति चेत् ? लक्षणाधिकारे नेदमुपयोगि, तत्त्वचिन्ताधिकारेऽपि नयद्वयनिर्देश एव युक्तो नैकनयनिर्देश: न्यूनाख्यनिग्रहस्थानप्रसङ्गात् । यथोक्तं भगवता भद्रबाहुस्वामिना सामायिकमधिकृत्य किं द्वारे → जीवो गुणपडिवन्नो णयस्य दवट्ठियस्स सामाइसो चेव पज्जवणयट्ठिअस्स जीवस्स एस गुणो त्ति'। [आव. नि.७९२] एतदर्थप्रपञ्चोऽस्मत्कृतानेकान्तव्यवस्थायाम्। एकनयेनैव धर्मलक्षणेचाभिधातव्ये आदौ व्यवहारनयेन तत्प्रणयनमुचितं, निश्चयनयानां बालमध्यमौ प्रत्यपरिणामकातिपरिणामकत्वेन दुष्टत्वात् । अत एव मूढनइअंसुयंकालियं ભાવ=ભાવ. અર્થાત્ ભાવમય બનેલો આત્મા જ સ્વભાવ છે. કહ્યું જ છે કે – “જે સમયે દ્રવ્ય જે સ્વભાવથી પરિણત થાય છે, તે સમયેદ્રવ્ય તે સ્વભાવમય બને છે. એમ જિનેશ્વરોએ કહ્યું છે. તેથી ધર્મથી પરિણત આત્મા જ ધર્મ છે, તેમ સમજવું.”
ઉપાધ્યાયજીઃ- આ મત પણ દ્રવ્યસ્તવસ્થળે સંબદ્ધ જ છે, કારણ કે તે સમયે પરમાત્મભક્તિરસિક આત્મા પરમાત્મભક્તિના પ્રશસ્ત અધ્યવસાયથી પરિણત થાય છે. આ પ્રશસ્ત અધ્યવસાય ધર્મરૂપ છે. તેથી તે કાલે આત્મા પણ ધર્મરૂપ બને છે. વસ્તુતઃ આ પ્રમાણે વ્યાખ્યા કરતા એક બાબત વિચારવાની છે – આત્મા પોતે ધર્મરૂપ છે એવા નિર્દેશમાં “આત્મા’ શબ્દથી ધર્મી એવા આત્મદ્રવ્યનો નિર્દેશ હોય, તો આત્માને ધર્મ દ્વારા ધર્મરૂપ અને તે સિવાયના અન્ય પરિણામોદ્વારા અન્યરૂપ માનવો પડે. આમ ધર્મમય બનેલા આત્માને જ અધર્મમય પણ માનવાથી આવતા સંકરદોષનું નિવારણ શી રીતે થઇ શકે? “આત્માનો પ્રશાંતઅધિકાર ધર્મરૂપ છે.” અર્થાત્ “અન્યવિક્ષેપના પરિહારથી ચિત્તમાં વહેતો શાંતપ્રવાહ-પ્રશાંતવાહિતા જ ધર્મરૂપ છે.” આ સ્થળે પણ દ્રવ્યપ્રધાન - પર્યાયપ્રધાન-બન્ને નયથી વ્યાખ્યા કરવી જ ઉચિત છે. કારણકે માત્ર પર્યાયનયથી વ્યાખ્યા કરવામાં પ્રશાંતવાહિતાપર્યાયરૂપ ધર્મરૂપે આત્માને સ્વીકારવામાં પૂર્વે કરેલી વ્યાખ્યાથી ભેદ પડતો નથી, કારણ કે શુદ્ધોપયોગઆદિ પણ પર્યાયરૂપ જ છે.
પૂર્વપક્ષ - ધર્મ શું દ્રવ્યરૂપ છે કે પર્યાયરૂપ છે? એવી જિજ્ઞાસાને આશ્રય આ પ્રમાણે પર્યાયરૂપે ધર્મનો નિર્દેશ કરવામાં આવે છે.
ઉત્તરપક્ષ - આ પ્રમાણેનો નિર્દેશ ધર્મના લક્ષણનાં અધિકારમાં કરો છો કે ધર્મના તત્ત્વઅંગેના વાદસ્થળે કરો છો? પ્રથમપક્ષે આ પ્રમાણેનો એકનયઆશ્રયી નિર્દેશ યોગ્ય નથી, કારણ કે દ્રવ્યાર્થિકનયને આગળ કરી કે પર્યાયાર્થિકનયને આગળ કરી ઘર્મનું લક્ષણ કરવામાં પરસ્પરમાં અવ્યાવિગેરેદોષ આવે. સર્વનયસંમત પ્રમાણને આગળ કરી કરેલું લક્ષણ જ નિષ્કલંક બને. તે જ પ્રમાણે તત્ત્વચિંતા(=વાદ) સ્થળે પણ ઉભયન (દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકોનો નિર્દેશ કરવો વ્યાજબી છે. એકનયને આગળ કરવામાં ‘ન્યૂન' નામનાનિગ્રહસ્થાનનુંભાજન બનવાનો વારો આવે, અર્થાત્ ન્યૂનતાદોષ આવે. તેથી જ શ્રી ભદ્રબાહુસ્વામીએ “સામાયિકના સ્વરૂપને આશ્રયી ગુસ્મૃતિપન્ન જીવ જ સામાયિક છે – એમ દ્રવ્યાર્થિકન કહે છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જીવનો તેવો ગુણ જ સામાયિક છે.” આ પ્રમાણે ઉભયનયસંમત વ્યાખ્યા બતાવી છે. આ બાબતનો વિસ્તાર મહોપાધ્યાયજીએ અનેકાંતવ્યવસ્થામાં
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
0 मूढनइयं सुयं कालियं तु ण णया समोयरंति इहं । अपुहुत्ते समोयारो नत्थि पुहुत्ते समोयारो॥ इति पूर्णश्लोकः॥