________________
172
પ્રતિમાશતક કાવ્ય-૯૫
स्वापसमो हि सम्यग्दृशां स्वर्गलाभ' इति योगमर्मविदः। यच्च(यदि पाठा.) उक्तनिश्चय एव रुचिः, सापि न युक्ता, हि-यतस्तस्मादुक्तावान्तरनिश्चयाच्छुद्धतरोऽतिशुद्धो नयो निश्चयश्चतुर्दशगुणस्थाने तच्चरमसमय इत्यर्थः किं धर्मं न ब्रूते ? ब्रूते एव। तथा चैकान्ताभिनिवेशे ततोऽर्वाक् सर्वत्राप्यधर्मः स्यात्, स चानिष्टस्तवापीति भावः। शुद्धनिश्चयाभिमतधर्माङ्गभावेन प्रागपि धर्मं व्यवहारनयेनाभ्युपगच्छामः सो उभयक्खयहेऊ सेलेसीचरमसमयभावी जो। सेसो पुण णिच्छयओ तस्सेव पसाहगो भणिओ'। त्ति [गा.२६] धर्मसङ्ग्रहणिप्रतीकपर्यालोचनादिति चेत् ? तर्हि त्यक्तस्त्वयैकान्ताभिनिवेशः, आयातोऽसि मार्गेण, प्रतिपद्यस्व द्रव्यस्तवेऽपि निश्चयधर्मप्रसाधकतया व्यवहारधर्मत्वम्।मा भूत् तव भ्रान्तिकृद्दूरासन्नादिभावः, प्रस्थकादिदृष्टान्तभावितविचित्रनैगमनयप्रवृत्तेरत्राश्वासઅવરોધક ન બનતી હોય તો દોષરૂપ નથી. પ્રયાણભંગના અભાવથી(=અર્થાત્ મોક્ષ-તરફની ગતિમાં ભંગ ન પડતો હોય તો) સમ્યગ્દષ્ટિજીવોને સ્વર્ગની પ્રાપ્તિ રાતની નિદ્રાસમાન છે. (નિશ્ચિત નગરતરફ આગળ વધતો મુસાફર વચ્ચે રસ્તામાં ધર્મશાળા આદિમાં રાતવાસો ગાળે, અને સવારે ફરીથી નગરતરફ ગતિ કરે. એ દોષરૂપ ગણાતું નથી. તેમ મોક્ષતરફ ગમન કરતો મુમુક્ષુ વચ્ચે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થવાય તે રીતે સ્વર્ગઆદિભવોમાં વિરામ કરે. અને મનુષ્યભવવગેરે સામગ્રી મેળવી ફરીથી મોક્ષતરફ આગેકૂચ કરે એ દોષરૂપ નથી.) આ પ્રમાણે યોગના મર્મને સમજેલાઓ કહે છે.
(તાત્પર્ય - શ્રાવક સમજતો હોય છે, કે મોક્ષમાટે ચારિત્ર આવશ્યક છે. પોતાને મોક્ષની ઇચ્છા પ્રબળ હોવા છતાં ચારિત્રને યોગ્ય સામર્થ્યઆદિના અભાવમાં તે શ્રાવક આ જ ભવમાં ચારિત્રની પ્રાપ્તિ થાય એ હેતુથી, અથવા તેમન થાય તો ભવાંતરમાં પોતાની નરકઆદિ ગતિમાં ગમનરૂપ દુર્ગતિ ન થતાં સ્વર્ગાદિમાં ગમનરૂપ સદ્ધતિ જ થાય એ હેતુથી, તથા તે સદ્ધતિમાં પરમાત્મભક્તિ સુલભ થાય એ હેતુથી, તથા તે પછી ઉત્તમ મનુષ્યભવ અને સામર્થ્ય વગેરે સામગ્રીની પ્રાપ્તિ થાય એ હેતુથી, કર્મનિર્જરા માટે અને પુણ્ય વધારવા માટે દ્રવ્યસ્તવ આદરે તો શું તે ધર્મરૂપન ગણાય? તરતમાં જ મોક્ષની પ્રાપ્તિ અશક્ય દેખાય, તો મોક્ષમાર્ગથી દૂર ન થવાય એ હેતુથી પૂજાદિદ્વારા સદ્ધતિની ઇચ્છા કરવી શું ધર્મરૂપ નથી? એટલુંનોંધી રાખવું જોઇએ કે કદાચ મોક્ષને પુષ્ટ ન કરે એવી પણ ચીજ જો મોક્ષને બાધક ન બનતી હોય, તો તેની પ્રાપ્તિ કે પ્રાપ્તિની ઇચ્છા સમ્યગ્દષ્ટિ વિવેકી જીવમાટે દોષરૂપ બનતી નથી.)
નથભેદથી ધર્મ-પુણ્યની વિચારણા વળી શુદ્ધનયથી ‘સરાગકર્મપુણ્યરૂપ છે અને વીતરાગકર્મજ ધર્મરૂપ છે. તેથી અમને શુદ્ધનયને સ્વીકારતો નિશ્ચય જ રૂચે છે, એમ કહેવું, કારણ કે આ કહેવાયેલો નિશ્ચય અવાંતર નિશ્ચયરૂપ છે. અત્યંત શુદ્ધ નથી. તેથી જો તદ્દન શુદ્ધ નિશ્ચયનયપર જ રુચિ હોય, તો ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે જ ધર્મ કહેવો જોઇએ. કારણ કે અતિશુદ્ધ નિશ્ચયના મતે તો મોક્ષનું તદ્દન નજીકનું કારણ હોવાથી તે સમયનો સર્વસંવર જ ધર્મરૂપ છે. તેથી એકાંત પકડમાં તે પહેલાના બધા જ સ્થાનોમાં માત્ર અધર્મ માનવો પડે. પણ આ વાત તમને પણ અનિષ્ટ છે.
પૂર્વપક્ષ - “જે શૈલેશીના ચરમસમયભાવી(=ચૌદમાં ગુણસ્થાનના ચરમસમય ભાવી) છે તે(સર્વસંવર) જ ઉભય(પુણ્ય અને પાપ)ના ક્ષયમાં કારણભૂત છે. નિશ્ચયથી બાકીના (પૂર્વકાલીન ધમ) તેના જ(સર્વસંવરના જ) પ્રસાધક કહ્યા છે. આ પ્રમાણેના ધર્મસંકણિના પ્રતીકભૂત શ્લોકનો પરામર્શ કરવાથી શુદ્ધનિશ્ચયને સંમત ઉપરોક્ત ધર્મમાં કારણભૂત બનતા પૂર્વકાલીન ધર્મોને પણ વ્યવહાર નયથી ધર્મરૂપે માનવા અમે તૈયાર છીએ.
ઉત્તરપક્ષ - ખૂબ સરસ! હવે તમે નિશ્ચયપ્રત્યેના એકાંત અભિનિવેશને છોડી વ્યવહારને સ્વીકારી માર્ગમાં આવ્યા છો. જુઓ, આટલું સારું કામ કર્યું, તો હવે દ્રવ્યસ્તવને પણ નિશ્ચયધર્મના પ્રસાધક તરીકે વ્યવહારથી ધર્મરૂપે સ્વીકારી લો.
પૂર્વપક્ષ - એમ કેમ મનાય? દ્રવ્યસ્તવ તો લાંબી પરંપરાએ નિશ્ચયધર્મનું પ્રસાધક બને છે. અમે જે ધર્મને વ્યવહારધર્મ તરીકે સ્વીકાર્યો છે, તે ચારિત્રધર્મ નિશ્ચયધર્મનું નજીકનું સાધન છે. દ્રવ્યસ્તવરૂપ લાંબી પરંપરાવાળાને