SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ 172 પ્રતિમાશતક કાવ્ય-૯૫ स्वापसमो हि सम्यग्दृशां स्वर्गलाभ' इति योगमर्मविदः। यच्च(यदि पाठा.) उक्तनिश्चय एव रुचिः, सापि न युक्ता, हि-यतस्तस्मादुक्तावान्तरनिश्चयाच्छुद्धतरोऽतिशुद्धो नयो निश्चयश्चतुर्दशगुणस्थाने तच्चरमसमय इत्यर्थः किं धर्मं न ब्रूते ? ब्रूते एव। तथा चैकान्ताभिनिवेशे ततोऽर्वाक् सर्वत्राप्यधर्मः स्यात्, स चानिष्टस्तवापीति भावः। शुद्धनिश्चयाभिमतधर्माङ्गभावेन प्रागपि धर्मं व्यवहारनयेनाभ्युपगच्छामः सो उभयक्खयहेऊ सेलेसीचरमसमयभावी जो। सेसो पुण णिच्छयओ तस्सेव पसाहगो भणिओ'। त्ति [गा.२६] धर्मसङ्ग्रहणिप्रतीकपर्यालोचनादिति चेत् ? तर्हि त्यक्तस्त्वयैकान्ताभिनिवेशः, आयातोऽसि मार्गेण, प्रतिपद्यस्व द्रव्यस्तवेऽपि निश्चयधर्मप्रसाधकतया व्यवहारधर्मत्वम्।मा भूत् तव भ्रान्तिकृद्दूरासन्नादिभावः, प्रस्थकादिदृष्टान्तभावितविचित्रनैगमनयप्रवृत्तेरत्राश्वासઅવરોધક ન બનતી હોય તો દોષરૂપ નથી. પ્રયાણભંગના અભાવથી(=અર્થાત્ મોક્ષ-તરફની ગતિમાં ભંગ ન પડતો હોય તો) સમ્યગ્દષ્ટિજીવોને સ્વર્ગની પ્રાપ્તિ રાતની નિદ્રાસમાન છે. (નિશ્ચિત નગરતરફ આગળ વધતો મુસાફર વચ્ચે રસ્તામાં ધર્મશાળા આદિમાં રાતવાસો ગાળે, અને સવારે ફરીથી નગરતરફ ગતિ કરે. એ દોષરૂપ ગણાતું નથી. તેમ મોક્ષતરફ ગમન કરતો મુમુક્ષુ વચ્ચે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થવાય તે રીતે સ્વર્ગઆદિભવોમાં વિરામ કરે. અને મનુષ્યભવવગેરે સામગ્રી મેળવી ફરીથી મોક્ષતરફ આગેકૂચ કરે એ દોષરૂપ નથી.) આ પ્રમાણે યોગના મર્મને સમજેલાઓ કહે છે. (તાત્પર્ય - શ્રાવક સમજતો હોય છે, કે મોક્ષમાટે ચારિત્ર આવશ્યક છે. પોતાને મોક્ષની ઇચ્છા પ્રબળ હોવા છતાં ચારિત્રને યોગ્ય સામર્થ્યઆદિના અભાવમાં તે શ્રાવક આ જ ભવમાં ચારિત્રની પ્રાપ્તિ થાય એ હેતુથી, અથવા તેમન થાય તો ભવાંતરમાં પોતાની નરકઆદિ ગતિમાં ગમનરૂપ દુર્ગતિ ન થતાં સ્વર્ગાદિમાં ગમનરૂપ સદ્ધતિ જ થાય એ હેતુથી, તથા તે સદ્ધતિમાં પરમાત્મભક્તિ સુલભ થાય એ હેતુથી, તથા તે પછી ઉત્તમ મનુષ્યભવ અને સામર્થ્ય વગેરે સામગ્રીની પ્રાપ્તિ થાય એ હેતુથી, કર્મનિર્જરા માટે અને પુણ્ય વધારવા માટે દ્રવ્યસ્તવ આદરે તો શું તે ધર્મરૂપન ગણાય? તરતમાં જ મોક્ષની પ્રાપ્તિ અશક્ય દેખાય, તો મોક્ષમાર્ગથી દૂર ન થવાય એ હેતુથી પૂજાદિદ્વારા સદ્ધતિની ઇચ્છા કરવી શું ધર્મરૂપ નથી? એટલુંનોંધી રાખવું જોઇએ કે કદાચ મોક્ષને પુષ્ટ ન કરે એવી પણ ચીજ જો મોક્ષને બાધક ન બનતી હોય, તો તેની પ્રાપ્તિ કે પ્રાપ્તિની ઇચ્છા સમ્યગ્દષ્ટિ વિવેકી જીવમાટે દોષરૂપ બનતી નથી.) નથભેદથી ધર્મ-પુણ્યની વિચારણા વળી શુદ્ધનયથી ‘સરાગકર્મપુણ્યરૂપ છે અને વીતરાગકર્મજ ધર્મરૂપ છે. તેથી અમને શુદ્ધનયને સ્વીકારતો નિશ્ચય જ રૂચે છે, એમ કહેવું, કારણ કે આ કહેવાયેલો નિશ્ચય અવાંતર નિશ્ચયરૂપ છે. અત્યંત શુદ્ધ નથી. તેથી જો તદ્દન શુદ્ધ નિશ્ચયનયપર જ રુચિ હોય, તો ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે જ ધર્મ કહેવો જોઇએ. કારણ કે અતિશુદ્ધ નિશ્ચયના મતે તો મોક્ષનું તદ્દન નજીકનું કારણ હોવાથી તે સમયનો સર્વસંવર જ ધર્મરૂપ છે. તેથી એકાંત પકડમાં તે પહેલાના બધા જ સ્થાનોમાં માત્ર અધર્મ માનવો પડે. પણ આ વાત તમને પણ અનિષ્ટ છે. પૂર્વપક્ષ - “જે શૈલેશીના ચરમસમયભાવી(=ચૌદમાં ગુણસ્થાનના ચરમસમય ભાવી) છે તે(સર્વસંવર) જ ઉભય(પુણ્ય અને પાપ)ના ક્ષયમાં કારણભૂત છે. નિશ્ચયથી બાકીના (પૂર્વકાલીન ધમ) તેના જ(સર્વસંવરના જ) પ્રસાધક કહ્યા છે. આ પ્રમાણેના ધર્મસંકણિના પ્રતીકભૂત શ્લોકનો પરામર્શ કરવાથી શુદ્ધનિશ્ચયને સંમત ઉપરોક્ત ધર્મમાં કારણભૂત બનતા પૂર્વકાલીન ધર્મોને પણ વ્યવહાર નયથી ધર્મરૂપે માનવા અમે તૈયાર છીએ. ઉત્તરપક્ષ - ખૂબ સરસ! હવે તમે નિશ્ચયપ્રત્યેના એકાંત અભિનિવેશને છોડી વ્યવહારને સ્વીકારી માર્ગમાં આવ્યા છો. જુઓ, આટલું સારું કામ કર્યું, તો હવે દ્રવ્યસ્તવને પણ નિશ્ચયધર્મના પ્રસાધક તરીકે વ્યવહારથી ધર્મરૂપે સ્વીકારી લો. પૂર્વપક્ષ - એમ કેમ મનાય? દ્રવ્યસ્તવ તો લાંબી પરંપરાએ નિશ્ચયધર્મનું પ્રસાધક બને છે. અમે જે ધર્મને વ્યવહારધર્મ તરીકે સ્વીકાર્યો છે, તે ચારિત્રધર્મ નિશ્ચયધર્મનું નજીકનું સાધન છે. દ્રવ્યસ્તવરૂપ લાંબી પરંપરાવાળાને
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy