SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ 17,3 નિયભેદથી ધર્મ-પુણ્યની વિચારણા हेतुत्वात् । तदाह - तदङ्गता-तु विशुद्धनिश्चयाभिमतधर्माङ्गतामधिकृते द्रव्यस्तवेऽप्यभ्रान्तं भ्रान्तिरहितमीक्षामहे। अतो विशेषदर्शिनामस्माकं वचनेनैव त्वयैतत् तत्त्वं श्रद्धेयमित्युपदेशे तात्पर्यम्॥ अयंच निश्चयनयः परिणतिरूपभावग्राहकः काष्ठाप्राप्तैवम्भूतरूपो येन शैलेशीचरमक्षणे शुद्धोधर्म उच्यते। अर्वाक्तु तदङ्गतया व्यवहारात्। कुर्वद्रूपत्वेन हेतुताभ्युपगमश्चास्य ऋजुसूत्रतरुप्रशाखारूपत्वात्। आह चगन्धहस्ती → 'मूलनिमाणं पज्जवणयस्स उज्जुसुअवयणविच्छेओ। तस्स उ सद्दाईआ साहापसाहा बहूभेया'। [सम्मति. १/५] उपयोगरूपभावग्राहकनिश्चयनयस्तु द्रव्यस्तवकाले शुद्धधर्म स्वातन्त्र्येणैवाभ्युपैति, रागाद्यकलुषस्य वीतरागगुणलयात्मकस्य धर्मस्य तदाप्यानुभविकत्वात् । तन्मते हिशुद्धोपयोगोधर्मः, शुभाशुभौ च पुण्यपापात्मकाविति । यैरप्यात्मस्वभावो धर्म इत्युच्यते, तेषां यदि घटादिस्वभावो घटत्वादिधर्म इतिवदात्मत्वादिरनादि: પણ નિશ્ચયધર્મના સાધક તરીકે માનવામાં ભારે આપત્તિ છે. ઉત્તરપક્ષ - આ દૂરભાવ અને નજીકભાવ જ તમારામાં ભ્રાંતિ પેદા કરે છે. જો તમે પ્રમાણને સ્વીકારતા છે, તો નૈગમનયની વાતને પણ તમારે સ્વીકારવી જોઇએ. અને નૈગમનયતો કેટલી દૂરની વાતને પણ સ્વીકારે છે, તે પ્રસ્થકઆદિ દષ્ટાંતથી સિદ્ધ છે. આમ વિચિત્ર એવો નૈગમનય તો લાંબી પરંપરાએ નિશ્ચયધર્મ સાથે જોડાતા ધર્મને પણ નિશ્ચયધર્મના પ્રસાધક તરીકે સ્વીકારવા પ્રવૃત્ત થાય છે. આવાતદ્રવ્યસ્તવને વ્યવહારધર્મમાનવામાં આશ્વાસનભૂત છે. (કારણકેદ્રવ્યસ્તવનિશ્ચયધર્મ સાથે તો ઘણી નજીકની–ટૂંકી પરંપરાથી જોડાયો છે.) તેથી જ વિશુદ્ધ નયને અભિમત(=પુણ્યપાપક્ષમાં કારણભૂત) ધર્મના અંગપણું અધિકૃત દ્રવ્યસ્તવમાં (નિર્જરા, પાપસંવર અને શુભાનુબંધ દ્વારા) પણ છે જ, એમ અમે ભ્રાંતિ વિના માનીએ છીએ. તેથી વિશેષ દેખી શકનારા અમારા વચનથી જ તમારે આ તત્ત્વમાં શ્રદ્ધા કરવી જોઇએ. આ જ અમારા ઉપદેશમાં તાત્પર્ય છે. આ નિશ્ચયનય પરિણતિરૂપ ભાવગ્રાહક અને પરાકાષ્ઠાને (અથવા પરિણતિરૂપ ભાવગ્રાહક પરાકાષ્ઠાને) પામેલા એવંભૂતનયરૂપ છે. અર્થાત્ શેલેશીના ચરમ સમયે ધર્મ માનનારા શુદ્ધતમ નિશ્ચયન તરીકે અહીં એવંભૂતનય સમજવાનો છે. કારણ કે તે જ વખતે “ધર્મ' પદ વાસ્તવિક ધર્મપરિણતિ પામેલા અર્થનું અભિધાયક બને છે. આ ચરમક્ષણના ધર્મની પહેલાના તમામ ધર્મો તે ધર્મના અંગરૂપ હોવાથી વ્યવહારથી ધર્મરૂપ છે. અહીં એવંભૂતનયે સિદ્ધિરૂપ કાર્યના તરત પૂર્વમાં રહેલાનેકારણ તરીકે કલ્પી તેને ધર્મતરીકે સ્વીકાર્યો. આમઆન કુર્તરૂપત્વ(=અત્યંત નજીકના કારણપણું = ફળોપધાયક કારણપણું)માં કારણતાનો અભ્યાગમ કર્યો. ઋજુસૂત્રનયકુર્તરૂપત્રમાં કારણતા માને છે. અને એવંભૂતનય ઋજુસૂત્રનયની જ એક શાખારૂપ છે. તેથી આ નય જુસૂત્રનયને અનુસરે તેમાં દોષ નથી. ગન્ધહસ્તીએ(શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ) સમ્મતિતર્કગ્રંથમાં કહ્યું જ છે કે – “ઋજુસૂત્રવચનવિચ્છેદ પર્યાયનયના મૂળ સમાન છે. તેના જ(ઋજુસૂત્રના જ) શાખા પ્રશાખા તરીકે બહુભેટવાળા શબ્દઆદિ નાયો છે.” ઉપયોગરૂપ ભાવને જ તત્ત્વરૂપ માન્ય રાખતો નિશ્ચય નય તો દ્રવ્યસ્તવ વખતે શુદ્ધધર્મને સ્વતંત્રપણે જ સ્વીકારે છે, કારણ કે રાગઆદિથી મલિન નહીં થતો અને વીતરાગના ગુણોમાં જ લીનતા પામતો શુદ્ધ ભાવ દ્રવ્યસ્તવકાળે પણ અનુભવાય છે. કે જે આગમભાવનિક્ષેપાથી જીવને જિનરૂપ બનાવી દે છે.) આ જ શુદ્ધભાવ ધર્મરૂપ છે, એમ આ નિશ્ચયનયને માન્ય છે. આ નયમતે શુદ્ધઉપયોગ ધર્મરૂપ છે. (રાગાદિથી દૂષિત ન હોય તેવો ઉપયોગ - શુદ્ધ ઉપયોગ.) જે ઉપયોગમાં રાગ આદિ ભળેલા હોય, તે ઉપયોગ અશુદ્ધ છે. અશુદ્ધ ઉપયોગના પણ બે ભેદ પડે છે. પ્રશસ્તરાગઆદિથી રંગાયેલો અશુદ્ધઉપયોગશુભ અને પુણ્યરૂપ છે. અપ્રશસ્તરાગવગેરેથી લેપાયેલો અશુદ્ધ ઉપયોગ અશુભ અને પાપરૂપ છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy