________________
166
પ્રતિમાશતક કાવ્ય-૯૩) फलोपदेशाच्च । यदुवाच वाचक: → 'जिनभवनं जिनबिम्बंजिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि'। इति। एतेनाभ्युदयैकफलकत्वं हेतुरप्यपास्तरसिद्धेः। रागानुप्रवेशेन तत्त्वस्य च चारित्रेऽपि सत्त्वात्, स्वरूपतस्तत्त्वस्य चोभयत्रासिद्धेः, निरवच्छिन्नयद्धर्मावच्छेदेनाभ्युदयजनकता, तद्धर्मवत्त्वं हेत्वर्थश्चारित्रस्य सरागत्वेनाभ्युदयजनकता, न स्वरूपत इति न दोष इति चेत् ? न, द्रव्यस्तवत्वेनापि चारित्रजनकताघटितरूपेणाभ्युदयाजनकत्वात्। विजातीययोगत्वेनैव द्रव्यस्तवस्य स्वर्गजनकतेति चेत् ? चारित्रस्यापि
પૂર્વપક્ષ - તેઓ અવશ્ય વિવેકી તરીકે જ ઇષ્ટ છે.
ઉત્તરપક્ષ - જો તેઓ વિવેકી હોય, તો સર્વત્ર મોક્ષાર્થી તરીકે અર્થથી સિદ્ધ છે. (કારણ કે તે જ વ્યક્તિ વિવેકી છે, જેને સંસારની ચીજ અનિત્ય અને દુઃખકારક જ દેખાતી હોય અને મોક્ષસુખ જ ઉપાદેય લાગે. પૂર્વપક્ષ:- વિવેકી શ્રાવકને પણ મોક્ષ ન મળે, ત્યાં સુધી પરલોકમાં સ્વર્ગાદિ મળે તેવી ઇચ્છા થાય. તેથી તે ઇચ્છા સિદ્ધ કરવા પૂજા કરે. આમ શ્રાવકો જિનપૂજા કરે, તે પણ શક્ય છે. અને જિનપૂજા સ્વર્ગ માટે છે, તે પણ સિદ્ધ થાય છે. આવી સંભવિત શંકાના સમાધાનમાં કહે છે -) વળી, શાસ્ત્રોમાં
ક્યાંક ક્યાંક સ્પષ્ટરૂપે પૂજાદિનું સ્વર્ગાદિ ફળની સમાનરૂપે મોક્ષફળ પણ બતાવ્યું જ છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું જ કે – (૧) જિનભવન (૨) જિનબિંબ (૩) જિનપૂજા અને (૪) જિનમત(આગમ લેખન) જે કરે છે, તેના હસ્તકમળમાં મનુષ્ય, દેવલોક અને મોક્ષ સંબંધી સુખરૂપ ફળો રહેલા છે.(અર્થાત્ આ સુખો તે વ્યક્તિને સહેજે પ્રાપ્ત થાય છે.) તેથી તમે કહેલો “સ્વર્ગાર્થિતયા વિહિત હોવાથી હેતુ અસિદ્ધ છે. તેથી જ “માત્ર અભ્યદયફળવાળો હોવાથી એ હેતુ પણ ઉડી જાય છે. અર્થાત્ “જિનપૂજાવગેરે પુણ્યકર્મ છે, કારણ કે માત્ર અભ્યદયફળવાળા છે.” એમ પણ અનુમાન થઇ શકે તેમ નથી, કારણ કે અભ્યદયથી ભિન્ન એવું મોક્ષ ફળ પણ પૂજાથી પ્રાપ્ત થાય છે.
પૂર્વપક્ષ - રાગયુક્ત જિનપૂજાથી મોક્ષરૂપ ફળ મળી શકે તેમ નથી. તેથી “રોગયુક્ત જિનપૂજાથી માત્ર અભ્યદયફળ મળે” એમ કહેવામાં કોઇ દોષ નથી.
ઉત્તરપ-એમ તો રોગયુક્ત ચારિત્રક્રિયા પણ અભ્યદયફળવાળી જ છે. તેથી ચારિત્રક્રિયાને પણ માત્ર પુણ્યરૂપ કહેવાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ:- પણ ચારિત્રક્રિયા સ્વરૂપથી માત્ર અભ્યદયફળ આપનારી તરીકે અસિદ્ધ છે. ઉત્તરપક્ષ - આ જ વાત દ્રવ્યસ્તવ માટે પણ સમાન છે.
પૂર્વપક્ષ - નિરવચ્છિન્ન એવા જે ધર્મથી અભ્યદયજનકતા અવચ્છિન્ન હોય તે ધર્મવાળાપણું' એવો અર્થ અભ્યદયેકમાત્રફળત્વ’ હેતુનો કરવાનો છે. નિરવચ્છિન્ન ધર્મ=અન્ય ઉપાધિ કે વિશેષણથી રહિતનો ધર્મ. અર્થાત્ માત્ર સ્વરૂપભૂત ધર્મ. તાત્પર્ય - અહીં જે સ્વરૂપથી જ અભ્યદયજનક હોય, તે જ ગ્રહણ કરવાનું છે. ચારિત્ર પણ - અહીં શબ્દશઃ વિવેચનકાર નિર્નિદાનતા અંશે અભ્રાંતતા ચારિત્ર સંબંધી કહે છે. તો પ્રશ્ન છે. એમનું અનુમાનવાક્ય કેવી રીતનું બનશે? એમણે જે અખંડ સંસ્કૃત પાઠ આપ્યો છે, એમાંથી તો એમણે કાઢેલું કોઇ તાત્પર્ય મળતું જ નથી... એમનો સંસ્કૃત પાઠ આવો છે– અબ્રાનૈિિત્ત વિશેષ મવાિસુમાનૈન નલિનકુમઝાત્ય ક્રિયાને સુદ્ધાત્રે મિરાત, निर्निदानतांशेऽभ्रान्तैरिति विशेषणे च विशेष्यासिद्धिः न हि तादृशा जिनार्चनादिकं स्वर्गाय कुर्वन्ति, किन्तु मोक्षायैवेति ॥ ॥ પાઠનો ગુજરાતી અનુવાદ તો આ જ થાય ને -અભ્રાંતો વડે એવા વિશેષણમાં પણ અવંતિસુકુમારવડે નલિની ગુલ્મની પ્રાપ્તિ માટે કરાયેલદુર્ધરચારિત્રમાં વ્યભિચાર છે. અને નિર્નિદાનતાઅંશે અભ્રાંતોવડે એવા વિશેષણમાં વિશેષ્યની અસિદ્ધિ છે. એવાઓ જિનાર્યાદિક સ્વર્ગમાટે કરતા નથી, પરંતુ મોક્ષમાટે જ કરે છે... આમ તો જિનપૂજાદિને છોડી ચારિત્રની ચર્ચા કરવામાં પક્ષત્યાગ-પક્ષાંતરનું ગ્રહણરૂપ નિગ્રહદોષ પણ લાગે..તત્ત્વજ્ઞોએ.આ બાબતમાં વિચારવું.
-
-