________________
ભાવસ્તવની મહત્તા
15)
एवाध्यवसायस्तीर्थस्य चोन्नतिकरणं, दृष्ट्वा तं च क्रियमाणमन्येऽपि प्रतिबुध्यन्त इति स्वपरानुग्रहः। सर्वमिदं सप्रतिपक्षं चेतसि निधाय 'द्रव्यस्तवो बहुगुण' इत्यस्यासारतां ख्यापयनायाह-अनिपुणमतिवचनमिदमिति। अनिपुणमतेर्वचनम्-अनिपुणमतिवचनमिदमिति- 'द्रव्यस्तवो बहुगुण' इति गम्यते। किमित्यत आहः-षड्जीवहितं जिना ब्रुवते - षण्णां पृथिवीकायादीनां जीवानां हितं जिना:- तीर्थंकरा ब्रुवते; 'प्रधान मोक्षसाधनम्' इति गम्यते। किं च षड्जीवहितमिति ? अत आह- 'छज्जीवकायसंजमु दव्वथए सो विरुज्झए कसिणो। तो कसिणसंजमविऊ पुप्फाईअंण इच्छति॥षड्जीवकायसंयम इति । षण्णां जीवनिकायानां पृथिव्यादिलक्षणानां संयमः संघट्टनादिपरित्याग:-षड्जीवकायसंयमः, असौ हितम् । यदि नामवंतत: किम् ? इत्यत आह-द्रव्यस्तवे पुष्पादिसमभ्यर्चनलक्षणे स षड्जीवकायसंयमः किम् ? विरुध्यते न सम्यक् सम्पद्यते। कृत्स्न: सम्पूर्ण इति, पुष्पादिसंलुञ्चनसचट्टनादिना कृत्स्नसंयमानुपपत्तेः। यतश्चैवं ततः तस्मात् कृत्स्नसंयमविद्वांस इति । कृत्स्नसंयमप्रधाना विद्वांसस्तत्त्वत: साधव उच्यन्ते। कृत्स्नसंयमग्रहणमकृत्स्नसंयमविदुषां श्रावकाणां व्यपोहा), ते किम् ? अत आह - पुष्पादिकंद्रव्यस्तवं नेच्छन्ति-न बहु मन्यन्ते। यच्चोक्तं- 'द्रव्यस्तवे क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसाय' इत्यादि, तदपि यत्किञ्चिद् व्यभिचारात्, कस्यचिदल्पसत्त्वस्याविवेकिनो वा शुभाध्यवसायानुपपत्तेः। दृश्यते च પોતાનાપર અને બીજાપર અનુગ્રહ થાય છે. દ્રવ્યસ્તવને મહાન માનનારાઓની આ દલીલ સ્મૃતિપક્ષ મનમાં ધારીને જ શ્લોકના ઉત્તરાર્ધમાં દ્રવ્યસ્તવની અસારતા બતાવી છે અને આવું વિચારનારાને અનિપુણબુદ્ધિવાળો કહ્યો છે, કારણ કે જિનો છજીવનિકાયના હિતને જ મોક્ષનાપ્રધાન સાધન તરીકે કહે છે. અહીં પ્રધાન મોક્ષસાધન અધ્યાહારથી સમજવાનું છે. છજીવનિકાયનું હિત શું છે તે બતાવે છે- છજીવનિકાયનો સંયમ (જ હિત છે.) દ્રવ્યસ્તવમાં તે (સંયમ) સંપૂર્ણનો વિરોધ છે. તેથી કૃત્નસંયમવિ પુષ્પવગેરેને ઇચ્છતા નથી. જીવકાયસંયમ=પૃથિવી વગેરે છજીવનિકાયનો સંઘટ્ટનાદિત્યાગરૂપ સંયમ. આ જ હિત છે. આમ હોય તેટલા માત્રથી શું? તો કહે છે - પુષ્પવગેરેથી પૂજારૂપ દ્રવ્યસ્તવમાં આ છજીવનિકાયસંયમનું સમ્મ=સંપૂર્ણ પાલન થતું નથી, કારણ કે ફૂલ ચૂંટવા, તેને અડકવાવગેરેથી સંપૂર્ણ સંયમ ઘટી શકે નહિ. આમ હોવાથી અખંડસંયપ્રધાન વિદ્વાનો વાસ્તવિક રીતે સાધુ જ છે. આ વિશેષણનું ગ્રહણ અખંડસંયમ વિનાના વિદ્વાન એવા શ્રાવકોને બાકાત કરવા માટે છે. અર્થાત્ જો કે શ્રાવકો પણ છજીવકાય તથા તેઓ અંગેનો સંયમ વગેરેના જ્ઞાનવાળા હોય છે, છતાં પણ તેઓ અખંડ સંયમ પાળતા ન હોવાથી તેઓને પુષ્પઆદિથી પૂજા કરવામાં બાધ નથી. દ્રવ્યસ્તવને મહાન માનનારાનું વ્યસ્તવ આદરવામાં ધનનો ત્યાગ હોવાથી શુભ જ અધ્યવસાય હોય.” આ વચન વ્યભિચાર=અનેકાંતિક દોષ હોવાથી બરાબર નથી. દેખાય છે કે કેટલાક જીવો કીર્તિવગેરેના આશયથી પણ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે. વળી જ્યારે શુભ અધ્યવસાય હોય, ત્યારે આ શુભ અધ્યવસાય પોતે જ ભાવસ્તવરૂપ છે. અને દ્રવ્યસ્તવની પ્રવૃત્તિમાં શુભ અધ્યવસાયરૂપ ભાવ જ પ્રધાનપણે છે. દ્રવ્યસ્તવકિયા તો તેનું કારણ હોવાથી પ્રધાન જ છે. કારણ કે “સમારંભ=પ્રવૃત્તિઓ ફળપ્રધાન - ફળના મુખ્યપણાથી જ છે.”(નિરુદ્દેશ-માત્ર પ્રવૃત્તિ કરવાના ઉદ્દેશથી-કોઇ પણ ફળના ઉદ્દેશ વિનાની પ્રવૃત્તિઓ હોતી નથી. તાત્પર્ય -પ્રવૃત્તિ સાધન હોવાથી ગૌણ છે. એનો ઉદ્દેશ=ફળ સાધ્ય હોવાથી મુખ્ય છે. દ્રવ્યસ્તવ સાધન હોવાથી ગૌણ છે. ભાવસ્તવ સાધ્ય હોવાથી મુખ્ય છે.) એવો ન્યાય છે. તથા ભાવ સ્તવની હાજરીમાં, વસ્તુતઃ ભાવાસ્તવવાળો જ તીર્થની ઉન્નતિ કરે છે. કારણ કે ભાવસ્તવવાળી વ્યક્તિ જ દેવ વગેરેને પણ સમ્યક્ પૂજ્ય બને છે. (મંત્રતંત્રાદિદ્વારા પણ દેવને આધીન બનાવી પૂજ્ય બની શકાય, પણ તે રીતે દેવપૂજ્ય બનવું સભ્ય નથી. પોતાની આરાધનાઆદિથી સ્વયં આકર્ષાયેલા દેવોના પૂજ્ય બનવું એ જ શ્રેષ્ઠ છે – તે દર્શાવવા “સમ્યક પદ મૂક્યું છે?) તથા આ પ્રમાણે ભાવસ્તવ કરનારાનો ભાવાસ્તવ જોઇ અને દેવથી