Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 494
________________ 462 પ્રતિમાશતક કાવ્ય-૯૨ तत्रासंयमोपपत्तिस्तच्छोधनमपि परिणामशुद्ध्या भवतीति सम्यग् मनस्यानेयम् । यद्वा, द्रव्यस्तवाख्यगृहाश्रमरूपधर्माधिकारितावच्छेदकासदारम्भकर्मापनयनं सदारम्भक्रियाव्यक्तिभिरिति कूपदृष्टान्तोपादानमत्र, नापवादपदादौ मुनीनां प्रधानाधिकारिण एवाङ्गेऽधिकारादिति तत्त्वम्॥ अयमतिविशदो विचारमार्गः स्फुरति हृदि प्रतिभाजुषां मुनीनाम्। जडमतिवचनैस्तु विप्रलब्धाः कति न શુભનો અનુબંધ કરતી હોય અને ઘણા કર્મોની નિર્જરા કરતી હોય, તે દ્રવ્યસ્તવક્રિયાને અસંયમક્રિયા કેવી રીતે કહી શકાય? ન જ કહેવાય, કારણ કે સંયમના ફળભૂત (૧) શુભાનુબંધ અને (૨) પ્રભૂતનિર્જરા પ્રસ્તુતમાં પણ સુલબ્ધ છે. (અહીં ક્રિયામાં ભાવના નિવેશની ચર્ચા કરવાનું તાત્પર્યઆ છે... જોભાવનું મહત્વકાઢી નાખી માત્ર ક્રિયાને જ પ્રધાન બનાવવામાં આવે, તોદ્રવ્યસ્તવ હેય જ બની જાય, કારણ કે દ્રવ્યસ્તવક્રિયા સ્વરૂપથી સાવદ્ય છે. તેમાં અનુબંધઆદિથી નિરવઘતા ભાવને કારણે જ છે. તેથી ભાવની મહત્તાના અભાવમાં દ્રવ્યસ્તવ અનુબંધઆદિથી પણ નિરવ ન બની શકે. જ્યારે ભાવસ્તવ=સંયમ ક્રિયા સ્વરૂપથી નિરવદ્ય છે. તેથી તેની ઉપાદેયતામાં વાંધો ન આવે. તેથી જેઓને માત્ર ભાવસ્તવને જ ઉપાદેય બનાવી દ્રવ્યસ્તવને હેય જ માનવો છે, તેઓ માત્ર ક્રિયાને જ પ્રધાન કરે છે. તેઓની માન્યતાનો રકાસ કરવા માટે જ અહીં ભાવનો નિવેશ કર્યો. ભાવપૂર્વકની દ્રવ્યસ્તવક્રિયા પણ પ્રભૂતનિર્જરા અને શુભાનુબંધમાં કારણ બને છે, તેથી તે અસંયમ ક્રિયારૂપ નથી અને હેય નથી. બાકી તો વિનયન આદિની ભાવ વિનાની તો ભાવસ્તરક્રિયા પણ વંધ્યા હોવાથી તુચ્છ છે.) શંકા - જેમ એક દીવામાંથી એકી સાથે કાંતિમય પ્રકાશ અને કાળો ધુમાડો આબેકાર્ય ઉત્પન્ન થાય છે. તેમ સ્વરૂપસાવદ્ય દ્રવ્યસ્તવમાંથી પણ પુણ્ય અને પાપ એમ બે કાર્ય (એકસાથે) ઉત્પન્ન થવામાં શો વાંધો છે? સમાધાન - પ્રદીપઆદિમાંથી ધુમાડો પાણીઆદિકારણાંતરના પ્રવેશને કારણે થાય છે. એક જ કારણસામગ્રીમાંથી પ્રકાશ અને ધુમાડો એમ બે કાર્યની ઉત્પત્તિ નથી થતી. દ્રવ્યસ્તવમાં પાપના કારણનો(=કારણાંતરનો) સમાવેશન હોવાથી તેમાંથી બેકાર્ય થતા નથી. પુણ્ય અને પાપમાં ઉપાદાન કારણ જીવના પોતાના શુભ અને અશુભ અધ્યવસાયસ્થાનો છે. આ અધ્યવસાયસ્થાનો કાંતો શુભ જ હોય, કાંતો અશુભ જ હોય; પણ શુભાશુભમિશ્ર હોતા નથી. તથા જીવ એક સમયે એક અધ્યવસાય સ્થાને જ રહ્યો હોય. દ્રવ્યસ્તવક્રિયા શુભઅધ્યવસાયથી જન્ય અને શુભઅધ્યવસાયની જનક હોવાથી પુણ્યનું જ કારણ છે. તેથી દ્રવ્યસ્તવક્રિયા કરતી વખતે પ્રથમ પુષ્પાદિ જીવની હિંસાને કારણે અધર્મ=પાપ થાય છે અને પછી શુભભાવથી ધર્મ પુણ્ય થાય છે' ઇત્યાદિ વાતો પણ રદબાતલ થાય છે. તથા “દ્રવ્યસ્તવ વખતે અસંયમ થાય છે. એ વાત પણ “કથંચિત્' પદથી ઘોતિત થતી અજયણાને કારણે જ સમજવાની છે. આ અજયણા વિધિ કે ભક્તિ સંબંધી હોઇ શકે. આઅજયણાથી જન્મેલો અસંયમ પણ પરિણામશુદ્ધિ દ્વારા દૂર કરી શકાય છે. આ વાતને મનમાં સતત બરાબર ઘોળવી. અથવા તો, દ્રવ્યસ્તવરૂપે ઓળખાતી ગૃહસ્થાશ્રમ ધર્માધિકારિતા “અસદારંભકર્મ થી અવચ્છિન્નઃનિયંત્રિત છે. અર્થાત્ જેઓ અસદારંભમાં પ્રવૃત્ત થયા છે, તે ગૃહસ્થો જ દ્રવ્યસ્તવધર્મના અધિકારી છે, કારણ કે અસદારંભને કારણે લાગેલા કર્મોને દ્રવ્યસ્તવરૂપ સદારંભ ક્રિયા દૂર કરે છે. આ જ હેતુથી અહીં કૂવાનું દૃષ્ટાંત બતાવ્યું છે. અર્થાત્ ગૃહસ્થો અશુભ આરંભોના કાદવમાં ડૂબેલા છે. તેથી તે કાદવને સર્વથા કે ઓછે વત્તે અંશે દૂર કરવા દ્રવ્યસ્તવાત્મક શુભ આરંભરૂપ પાણીથી સ્નાન કરે, એ તેઓમાટે વાજબી ગણી શકાય. જેઓને આ અશુભઆરંભનો કાદવ ચોંટ્યો નથી, તેવા મુનિઓએ દ્રવ્યસ્તવરૂપ પાણીથી સ્નાન કરવાની પણ જરૂર નથી. તેથી જેમ શ્રાવકનો કૂવાના દૃષ્ટાંતથી દ્રવ્યસ્તવમાં અધિકાર છે, તેમ સાધુનો પણ તે જ દષ્ટાંતથી અપવાદપદે દ્રવ્યસ્તવમાં અધિકાર હોવો જોઇએ તેમ કહેવું નહિ. કારણ કે પ્રધાન=મુખ્યમાં અધિકારી જ તેના અંગમાં પણ અધિકારી છે આ તત્ત્વ છે. આ અત્યંતસ્પષ્ટ વિચારમાર્ગ પ્રતિભાસંપન્ન મુનિઓના હૃદયમાં સ્ફરી રહ્યો છે. (અને છતાં પણ)

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548