Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 495
________________ દિવ્યસ્તવ મોક્ષનું કારણ 163 जडास्तदहो कलिर्बलीयान्॥१॥निजमतिरुचितप्रकल्पिताथैर्विबुधजनोक्तितिरस्क्रियापराणाम्। श्रुतलवमतिदृप्तपामराणां स्फुरितमतन्त्रमुदीक्ष्य विस्मिता: स्मः ॥२॥ विधिवदनुपदं विवृण्वते ज्ञा नयगमभङ्गगभीरमाप्तवाक्यम्। कथमिव भगवद्विनिश्चितार्थं तदिदमधौतयुतैर्जनैर्गृहीतम्(तदिदमहो न पुनर्जनैर्गृहीतम् पाठा.) ॥ ३॥ शिष्ये मूढे गुरौ मूढे श्रुतं मूढमिवाखिलम् । इति शङ्कापिशाचिन्यः सुखं खेलन्तु बालिशैः॥४॥ स्फुटोदर्के तर्के स्फुटमभिनवे स्फुर्जति सतामियं प्राचां वाचां न गतिरिति मूढः प्रलपति । न जानीते चित्रां नयपरिणतिं नापि रचनां वृथा गर्वग्रस्तश्छलमखिलमन्वेष्टि विदुषाम् ॥ ५॥ शोभते न विदुषां प्रगल्भता पल्लवज्ञानजडरागिपर्षदि। पञ्जरे बहुलकाकसङ्कुले सङ्गता न हि मरालललना ॥ ६॥ कृष्णतासिततयोः स्फुटेऽन्तरे गीर्गभीरिमगुणे च भेदिनी। यस्य हंसशिशुकाकशङ्किता तं धिगस्तु जननीं च तस्य धिक् ॥ ७॥ अस्तु वस्तु तदथो (नयत: ?) यथा तथा पण्डिताय जिनवाग्विदे नमः। शासनं सकलपापनाशनं यद्वशं जयति पारमेश्वरम् ॥ ८॥ ॥ ९२॥ _ રૂતિ પાશવોપરિસ્થ મત નિરતમ્ જડબુદ્ધિવાળાના વચનોથી કેટલા જડપુરુષો ઠગાતા નથી? અર્થાત્ ઘણા જડપુરુષો ઠગાઇ રહ્યા છે. તેથી ખરેખર કલિકાળ બળવાનું છે. (અર્થાત્ આ કાળનો જ પ્રભાવ છે, કે સત્યમાર્ગ દીવાની જેમ ચોખ્ખો વર્તાઇ રહ્યો હોવા છતાં ઘણા લોકો ઉન્માર્ગે જનારાઓને અનુસરી રહ્યા છે.) ૧. પોતાની બુદ્ધિને ગમતા કલ્પિત અર્થોથી પ્રાજ્ઞ પુરુષોના વચનોનો તિરસ્કાર કરવામાંતત્પરઅને શ્રુતના લવ=અંશને ગ્રહણ કરતીમતિથી ગર્વિત બનેલા પામરોની અતંત્ર=સિદ્ધાંત અને યુક્તિહીન ફુરણા જોઇને અમે વિસ્મિત થયા છીએ. (અર્થાત્ આગમ અને યુક્તિથી હીન વાતોને મળતા મહત્ત્વથી અમને આશ્ચર્ય થાય છે.) રા નય, ગમ, અને ભંગથી ગંભીર બનેલા અને ભગવાને નિશ્ચિત કરેલા અર્થથી યુક્ત આહવાક્યનું સુજ્ઞપુરુષો પદે પદે વિધિવત વિવરણ કરે છે. આવા આમવાક્યને અધીતયુત=મલિનતાથી યુક્ત લોકોએ કેવી રીતે ગ્રહણ કર્યું? (અર્થાત્ વિદ્વાન પુરુષોએ આજ્ઞાને આધીન રહી ભગવાને કહેલા અર્થથી યુક્ત આપવાક્યને ખૂબ સ્પષ્ટ સમજાવ્યા છે, છતાં મલિન હૃદયવાળાઓ એ આમવાક્યનું ઓઠું લઇને કેમ ફાવે તેમ પ્રરૂપણા કરવાની ધૃષ્ટતા કરે છે?) IIકા શિષ્ય મૂઢ હોય અને ગુરુમૂઢ હોય તો સંપૂર્ણ શ્રત પણ જાણે કે મૂઢ બની જાય છે. તેથી શંકાડાકણ ભલે બાલિશની સાથે સુખેથી રમે. (બાલિશોની કલ્પના છે કે હાલમાં શિષ્ય અને ગુરુ બન્ને મૂઢ છે. અને મૂઢના હાથમાં આવવાથી સન્માગદશક શ્રુત પણ મૂઢ બની ગયું છે. સાચી દિશા સૂઝાડતું નથી.” આમ માનીને તેઓ મનફાવતી કલ્પનાઓમાં રાચે છે.) l૪ો “સ્પષ્ટ પરિણામવાળો આ નવો તર્ક સ્પષ્ટ પ્રકાશતો હોવાથી સજ્જન પૂર્વપુરુષોની વાણીનું કોઇ સ્થાન નથી.” એમ મૂઢ પુરુષ પ્રલાપ કરે છે. પરંતુ તે (પુરુષ) વિચિત્ર નય પરિણતિને અને સૂત્રોની વિચિત્ર રચનાઓને સમજતો નથી અને ફોગટનો ગર્વ ધારણ કરી વિદ્વાનોના બધા છળને(=છિદ્રને) જ શોધ્યા કરે છે. (“વ્યસ્તવ વગેરે અંગે અમે કરેલો વિચાર ખૂબ સુંદર અને સચોટ હોવાથી પૂ. હરિભદ્રસૂરિ વગેરે પૂર્વાચાર્યોની વાણીને કોઇ સ્થાન નથી.” એ પ્રમાણે પ્રતિમાલપક, પાર્ધચંદ્રાદિ મતવાળાઓ માને છે. પરંતુ તેઓ કયું સૂત્ર કયા નયને આગળ કરે છે? સૂત્રની વિચિત્ર રચનામાં કયો હેતુ કામ કરે છે? ઇત્યાદિનું જ્ઞાન ધરાવતા નથી.) પી થોડું ઘણું અધકચરું જ્ઞાન ધરાવનારા પર જડરાગ=દૃષ્ટિરાગ ધરાવનારાઓની સભામાં વિદ્વાનોની ચતુરાઇ-વિદ્વત્તા શોભતી નથી. ઘણા કાગડાઓથી ભરેલા પાંજરામાં રાજહંસી શોભતી નથી. (અર્થાત્ આ અતત્વજ્ઞોની સાથે બહુચર્ચા કરવાથી સર્યું, કારણ કે તેમાં તત્ત્વજ્ઞ જ બેઆબરુ થાય છે.) //૬/ કાળાશ અને સફેદાશમાં સ્પષ્ટ અંતર હોવા છતાં, તથા વાણીના ગંભીરતા આદિ ગુણો અથવા વાણી અને ગંભીરતા ગુણો સ્પષ્ટ ભેટવાળા હોવા છતાં જેને હંસના બચ્ચામાં કાગડાની શંકા થાય છે, તેને ધિક્કાર છે ! અને તેની જનનીને ધિક્કાર છે. (અર્થાત્ સંવિગ્ન ગીતાર્થો અને તેમના શાસ્ત્રાધીન યુક્તિસંગત વચનો સ્પષ્ટપણે અસંવિગ્ન અને અગીતાર્થો અને તેમના યુક્તિહીન શાસ્ત્રબાહ્ય વચનોથી ભિન્ન પડે છે. છતાં જેઓ સંવિગ્ન ગીતાર્થોમાં

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548