Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 493
________________ 161 દિવ્યસ્તવ મોક્ષનું કારણ निविशते। 'भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा'[षोडशक ३/१२ उत्त०] इति वचनात् । ऋजुसूत्रादेशेनापि क्रियायामतिशयाधानं भावेनैवेति या द्रव्यस्तवक्रियाव्यक्तिः शुभानुबन्धं प्रभूतनिर्जरांच जनयेत्, सा कथमसंयमकर्मेति विचारणीयम्। न चैकस्मात् प्रदीपाद् धूमप्रकाशकार्यद्वयवदुपपत्तिः, कारणान्तराननुप्रवेशात्। न हि पापपुण्योपादानकारणशुभाशुभाध्यवसाययोर्योगपद्यं सम्भवति, तस्मात्कथञ्चित्पदद्योत्यायतनासमावेशादेव દ્રવ્યસ્તવ આદરવો જોઇએ. દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ દ્રવ્યસ્તવક્રિયા પોતાનાથી ઉત્પન્ન થતી પરિણામશુદ્ધિદ્વારા અને ભાવસ્તવક્રિયા પોતાનાથી ઉત્પન્ન થતી પરિણામશુદ્ધિદ્વારા મોક્ષના કારણ છે. આમ બન્ને સ્તવ પોતપોતાનાથી થતી ભાવશુદ્ધિદ્વારા સમાનરૂપે મોક્ષના કારણ છે. નિશ્ચયથી ભાવશુદ્ધિથી મોક્ષ છે. આ ભાવશુદ્ધિના જે પણ કારણ હોય, તે બધા પણ સમાનરૂપે મોક્ષના કારણ તરીકે વ્યવહારને માન્ય છે. શંકા - આમ તો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ સરખા જ થઇ ગયા. આમ ગૃહસ્થ પણ દ્રવ્યસ્તવદ્વારા મોક્ષ પામી શક્તો હોવાથી દીક્ષા વગેરે ભાવસ્તવને નિરર્થક માનવો પડશે. સમાધાન - અલબત્ત, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આ બન્ને મોક્ષના કારણ તરીકે સમાન છે. છતાં પણ બન્નેના પાવરમાં ઘણો તફાવત છે. દ્રવ્યસ્તવથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ લાંબાકાળે પ્રાપ્ત થાય છે. જ્યારે ભાવસ્તવથી એજ ફળટૂંકાગાળામાં પ્રાપ્ત થાય છે. કારણકેદ્રવ્યસ્તવથી થતી પરિણામશુદ્ધિ કરતાંભાવસ્તવથી થતી પરિણામશુદ્ધિ વધુ ચમકવાળી હોય છે. (તથા દ્રવ્યસ્તવનાની નદી જેવો છે. જે આગળ જતાં ભાવસ્તવરૂપ મોટી નદીને મળી જાય છે. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે આટલો તફાવત છે, માટે મુમુક્ષમાટે છતી શક્તિએ ભાવસ્તવ જ સેવનીય છે. એવી શક્તિના અભાવમાં ઉભયભ્રષ્ટ ન થઇ જવાય અને મોક્ષમાર્ગથી વેગળા ન થઇ જવાય, પરંતુ મોક્ષમાર્ગ તરફ ધીમી પણ મક્કમગતિ ચાલુ રહે એ હેતુથી દ્રવ્યસ્તવ અવશ્ય સેવનીય છે.) અહીં એટલો ખ્યાલ રાખવો કે દ્રવ્યસ્તવની ક્રિયા હોય કે ભાવસ્તવની ક્રિયા હોય, જો એ ક્રિયાને સત્ત્વશુદ્ધિવગેરેના કારણરૂપ બનાવવી હોય, તો તે ક્રિયાઓ પ્રણિધાનઆદિ(આદિથી (૧) પ્રવૃત્તિ (૨) વિદનજય (૩) સિદ્ધિ અને (૪) વિનિયોગ) ભાવપૂર્વક કરવી જોઇએ. અર્થાત્ પ્રણિધાનઆદિ ભાવપૂર્વકની જ દ્રવ્યસ્તવ આદિ ક્રિયા સત્ત્વશુદ્ધિમાં કારણ બને છે, (સત્ત્વશુદ્ધિ કાર્ય છે, પ્રણિધાનાદિ ભાવપૂર્વક ક્રિયા કારણ છે. આમ ક્રિયામાં સત્ત્વશુદ્ધિની કારણતા છે. અને પ્રણિધાનાદિ ભાવપૂર્વકત્વ (અને ક્રિયાત્વ) આ કારણતાના અવચ્છેદક બનશે. આમ પ્રણિધાનાદિ ભાવપૂર્વકત્વનો સત્ત્વશુદ્ધિ (ની=નિરુપિત) કારણતાની અવચ્છેદકકોટિમાં પ્રવેશ ઇષ્ટ છે.) કારણ કે “આ જ (પ્રણિધાન વગેરે) ભાવ છે, આ વિનાની ચેષ્ટા પ્રવૃત્તિ દ્રવ્યક્રિયારૂપ છે, અને તુચ્છ છે” એવું વચન છે. શંકા - સાંપ્રતગ્રાહી ઋજુસૂત્રનય અવ્યવહિત પૂર્વવર્તીને કારણે માને છે અને અવ્યવહિત પૂર્વવર્તી તો ક્રિયા જ છે, તેથી ભાવ પ્રધાન નથી, ક્રિયા જ પ્રધાન છે. સમાધાન - બરાબર છે. ઋજુસૂત્રનયના આદેશથી અવ્યવહિત પૂર્વવર્તી હોવાથી ક્રિયા પ્રધાન છે. અને ક્રિયાની પણ પૂર્વે રહેલા પ્રણિધાનઆદિ ભાવો ગૌણ છે. પરંતુ એટલું સમજી લેવું કે ક્રિયામાં પણ ફળજનનશક્તિ ભાવના કારણે જ આવે છે. ભાવ વિનાની અનેક ક્રિયાઓ થવા છતાં તે ક્રિયાઓની તરત ઉત્તરમાં વધુ વિશુદ્ધભાવની પ્રાપ્તિ, પ્રભૂત નિર્જરા, શુભાનુબંધ કે મોક્ષરૂપ કાર્ય ન થાય. જે ક્રિયામાં પ્રણિધાનઆદિ ભાવોએ પ્રાણ પૂર્યા હોય, અતિશય વિશિષ્ટ શક્તિનું આધાન કર્યું હોય, તે જ ક્રિયાની તરત ઉત્તરમાં ઉપરોક્ત કાર્યનો પ્રાદુર્ભાવ થાય. તેથી ઋજુસૂત્રમતે પણ ભાવની મહત્તા જરા પણ ઓછી નથી. તેથી જ જે દ્રવ્યસ્તવક્રિયા (ભાવયુક્ત હોવાથી) પુણ્યરૂપ

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548