Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 489
________________ સિચિત્તત્યાગાદિનું તાત્પર્ય ( 457 जलमाहर' इत्यत्र घटपदं योग्यतया छिद्रेतरविषयमन्यथा सबालकाः स्त्रियो मुनि(जिन ?)वन्दने नाभिगच्छेयुः। चैत्यवन्दनभाण्यादौ चाभिगमे सचित्तद्रव्योज्झनं श्राद्धानां पुष्पादिना पूजाविधाने नोक्तमिति किमुपजीव्यविरोधेनाभिगमदुर्व्याख्यानेन ? यदि च योग्यता न पुरस्क्रियते तदाऽचित्तद्रव्यानुज्झनं द्वितीयाभिगम इति खगछत्रोपानत्प्रभृत्यचित्तद्रव्यं राजादिभिरपरित्याज्यं स्यात्। प्रवचनशोभानुगुणाचित्तद्रव्योपादानमेव द्वितीयार्थ इति चेत् ? पूजाधवसरे तदनुपयोगिसचित्तद्रव्योज्झनमेव प्रथमार्थ इति किं न दीयते दृष्टिः? येन शाकिनीव वाक्छलमेवान्वेषयसि। पुष्पवर्दलविकुर्वणमपि विकिरणमात्रसम्पादनार्थमधोवृन्तजलस्थलजपुष्पविकिरणस्यैव पाठसिद्धत्वादिति न पूजाङ्गे सचित्तशङ्का तदृष्टान्तेनानेया। एतेन यदुत्प्रेक्षितं जातिसङ्करवता-पूजायामादौ पुष्पाद्युपमर्दादधर्म एव । નિત્યભક્તિકર્મરૂપ છે, તેથી તે પૂજામાં દેવો ત્યાંના જ પાણીનો ઉપયોગ કરે, એમાં કશું ખોટું નથી. સચિતત્યાગાદિનું તાત્પર્ય વળી આગમમાં પણ જિનભવનમાં પ્રવેશ વખતે જે સચિત્તનો ત્યાગ કરવાનો કહ્યો છે, તે સચિત્ત પણ પોતાના ભોગના સાધનભૂત હોય, તો જ દેરાસરમાં પ્રવેશ વખતે ત્યાજ્ય છે. શંકા - “સચિત્ત ત્યાજ્ય છે એવા વાક્યથી આમ ‘ભોગાંગયોગ્ય સચિત્ત ત્યાજ્ય છે' એવો તાત્પર્યાર્થ કાઢવો શું યોગ્ય છે? સમાધાન - જ્યારે પદ કે વાક્યનો સીધો શબ્દાર્થ બેસતો ન હોય, ત્યારે આવો તાત્પર્યાર્થ કરવામાં દોષ નથી. જેમકે “ઘડામાં પાણી લાવી આ વાક્યસ્થળે ‘ઘટ’ પદથી છિદ્ર વિનાના ઘડાના તાત્પર્યનું જ જ્ઞાન થાય છે, નહિ કે છિદ્રવાળા કે છિદ્ર વિનાના બધા જ ઘડાનું. શંકા - પ્રસ્તુતમાં “સચિત્ત' પદથી તમામ સચિત્તનો સંગ્રહ કરવામાં શો વાંધો છે? સમાધાનઃ- દેરાસરમાં પ્રવેશ કરતી વખતે તમામ સચિત્તો ત્યાજ્ય હોય, તો મહિલાઓ પુત્રને લઇને દેરાસરમાં પ્રભુને વંદનઆદિ અર્થે જઇ શકે નહિ, કારણ કે પુત્ર પણ સચિત્ત જ છે. વળી ચૈત્યવંદન ભાષ્યમાં અભિગમતારમાં સચિત્તનો ત્યાગ કરવાનો કહ્યો છે, પણ શ્રાવકોને ફૂલ વગેરેથી પૂજા કરવાના વિધાનસ્થળે આ વાત કરી નથી, અથવા એવું વિધાન કર્યું નથી. તેથી અભિગમદ્વારમાં સચિત્તપદથી પોતાના ભોગમાં વપરાતા સચિત્તના ત્યાગનું જ તાત્પર્ય ફલિત થાય છે. તેથી જેના આધારે વ્યાખ્યાન કરવાનું છે, તે ચૈત્યવંદન ભાગવગેરે ગ્રંથો સાથે જ વિરોધ આવે એવી રીતે અભિગમદ્વારનું ખોટું વ્યાખ્યાન કરવાથી સર્યું. જો યોગ્યતા ને આગળ કરવામાં નહિ આવે, તો “અચિત્તનો ત્યાગ નહીં કરવો એવા બીજા અભિગમનાબળપર “રાજા વગેરેએતલવાર, છત્ર, જોડાવગેરે અચિત્તનો ત્યાગ નહીં કરવો જોઇએ' એમ માનવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષઃ- “અચિત્તનો અત્યાગ' આ સ્થળે પ્રવચનની શોભા વધારે તેવા અચિત્તનું ગ્રહણ કરવાનું તાત્પર્ય છે. ‘તલવાર’ ‘છત્ર વગેરે અચિત્તના ગ્રહણપૂર્વક દેરાસરમાં પ્રવેશવાથી પ્રવચનની શોભા વધવાને બદલે ઘટે છે. ઉત્તરપક્ષઃ- જો અચિત્તના ગ્રહણસ્થળે આ અર્થ કરી શકો છો, તો સચિત્તના ત્યાગસ્થળે “જિનપૂજામાં અનુપયોગી સચિત્તનો ત્યાગ’ એવો અર્થ કેમ કરતા નથી? અને વાછળ જ શોધો છો ? “પુષ્પવર્કલવિકુર્વણ’ વાક્યથી પણ પુષ્પોને વેરવાનો અર્થ જ કરવાનો છે. કારણ કે પાણીમાં ઉત્પન્ન થતાં અને પૃથ્વી પર ઉત્પન્ન થતાં પુષ્પોનું ડીંટિયા નીચા રહે તે પ્રમાણે વેરણ' એવો અર્થ જ પાઠસિદ્ધ છે. તેથી આ દૃષ્ટાંતથી પૂજામાં સચિત્તની શંકા કરવી નહીં જોઇએ. અહીં જાતિસંકર વ્યક્તિની જેમ ભ્રાંતબુદ્ધિવાળો કોઇ કહે છે – “પૂજામાં પ્રથમ પુષ્પવગેરે જીવોની હિંસાથી અધર્મ જ છે, પછી શુભ ભાવ પ્રગટવાથી ધર્મ થાય છે. આમ પૂજા ધર્માધર્મમિશ્રરૂપ જ છે.'

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548