________________
વિરતાવિરત-દેશવિરત પદોની એકાર્થતા
प्रकृतेऽपि दीयतां दृष्टिः। अकसिणपवत्तगाणं [अ०३, गा.३८, पा.१] इत्यादि महानिशीथवचनाद् द्रव्यस्तवाधिकारिणो विरताविरता न देशविरता इति चेत् ? महानिशीथध्वान्तविलसितमेतद्देवानांप्रियस्य । तत्र हि विशिष्य देशविरतकृत्यमेतद् दानादिचतुष्कतुल्यफलं चेति व्यक्तोपदर्शितमेवाधस्तात् । यत्तु कृत्स्नसंयमविदां पुष्पाद्यर्चनेऽनधिकारात् श्रमणोपासका अपि तदनधिकारिण इति तदधिकारित्वेनोक्ता विरताविरता भिन्ना एवेति चेत् ? अहो भवान् पामरादपि पामरोऽस्ति यः कृत्स्नसंयमविद इत्यस्य वृत्तिकृदुक्तमर्थमपि न जानाति ? कृत्स्नसंयमाश्च ते विद्वांस इत्येव हि वृत्तिकृता विवृत्तमिति। यदि च श्रमणोपासनमहिमलब्धकृत्स्नसंयमपरिज्ञानेन देशविरता: पुष्पाद्यर्चने नाधिकुयुः, तदा देवा अपि कृतजिनादिसेवा: पुस्तकरत्नवाचनोपलब्धधर्मव्यवसायाः सम्यक्त्वोपસર્વથી વિરત થવાની ઝંખના કરતા અને યથાશક્તિ વિરતિધર્મ પાળતા જીવ જ સ્મરણ કરાવે છે. આમ બન્ને સ્થળે સમાનતા છે.)
પૂર્વપક્ષ - અલબત્ત, વિશેષ વ્યુત્પત્તિદ્વારા વિરતાવિરતપદથી પણ સમાન બોધ થઇ શકે. છતાં પણ સમભિરૂઢનયને એ માન્ય નથી. આ નય શબ્દભેદે અર્થભેદ માને છે. આ નય પર્યાયવાચી શબ્દોને સ્વીકારતો નથી. તેથી આ નયને આશ્રયી ‘વિરતાવિરત” અને “શ્રમણોપાસક આ બન્ને પદના અર્થ ભિન્ન છે.
ઉત્તરપલ :- એમ તો સમભિરૂઢ નયના મતે “કુંભ” “ઘટ’ વગેરે પદોના અર્થમાં પણ ભેદ છે. તો તેનો સ્વીકાર કેમ કરતા નથી?
પૂર્વપા - અમે આ નયને આશ્રયીને ‘ઘટ’ ‘કુંભ' આદિ પદોના અર્થમાં ભેદ સ્વીકારીએ જ છીએ. છતાં પણ એ બધા શબ્દોના અર્થોમાં ભેદબુદ્ધિ કરાવતી કોઇ વિભાજક ઉપાધિ નથી. તેથી સમભિરૂઢને ઇષ્ટ આ ભેદ, વિભાજકઉપાધિના ભેદને અપેક્ષીને થઇ શક્તો નથી. તેથી ‘ઘટ” “કુંભ' વગેરેમાં વિભાગ કરવો અનુકૂળ થતો નથી.
ઉત્તરપઃ - “શ્રમણોપાસક અને વિરતાવિરત' અંગે પણ તેમ જ વિચાર કરોને! સમભિરૂઢનયથી તે બન્ને પદના અર્થમાં ભેદ પડતો હોવા છતાં તે બન્નેમાં કોઇ ઉપાધિભેદનથી. તેથી તે બન્નેનો પણ વિભાગ કરવો યોગ્ય નથી.
પૂર્વપક્ષઃ- “અકસિર્ણ પવત્તગાણં' ઇત્યાદિ મહાનિશીથ ગ્રંથના વચનથી સિદ્ધ થાય છે કે, વિરતાવિરતો જ દ્રવ્યસ્તવના અધિકારી છે, નહિ કે દેશવિરતો.
ઉત્તરપરા - મહાનિશીથ=ગાઢ રાત્રિ=તીવઅજ્ઞાનરૂપ અંધકારથી આ પ્રમાણે બોલાઇ રહ્યું છે. એ જ મહાનિશીથ ગ્રંથમાં નીચે દેશવિરતનો જ વિશેષથી ઉલ્લેખ કરી દ્રવ્યસ્તવ અને દાન-શીલ-તપ-ભાવ-આ ચાર ધર્મોનું સમાનફળ સ્પષ્ટ બતાવ્યું છે.
પૂર્વપક્ષ - કૃત્મસંયમોને પુષ્પાદિપૂજાના અનધિકારી કહ્યા હોવાથી કૃમ્નસંયમજ્ઞ શ્રમણોપાસકો પણ પુષ્પાદિપૂજાના અનધિકારી જ છે. તેથી તમે કહ્યું ત્યાં પુષ્પાદિપૂજાના અધિકારી તરીકે શ્રમણોપાસકોથી ભિન્ન એવા વિરતાવિરતો જ સમજવા જોઇએ.
ઉત્તર૫ - આપ પામરથી પણ પામર છો? શું તમને આવશ્યક નિર્યુક્તિ ગ્રંથના) ટીકાકારે કૃમ્નસંયમવિ આ પદના કરેલા અર્થનો પણ પ્રકાશ થયો નથી? ટીકાકારે ત્યાં કૃત્નસંયમવાળા વિદ્વાન એવો કર્મધારય સમાસ કર્યો છે. (અર્થાત્ કૃત્નસંયમ' પદને ‘વિ પદનું વિશેષણ બનાવ્યું છે. તેથી તે પદથી “અખંડચારિત્રના ધારક પ્રજ્ઞ પુરુષો એવો જ ધ્વનિ નીકળે છે. તેથી “કૃમ્નસંયમવિ પદથી માત્ર સર્વવિરત જ ગ્રહણ થાય છે, નહિ કે દેશવિરત પણ.)
પૂર્વપક્ષઃ- સાધુઓની ઉપાસનાના મહિમાથી કૃમ્નસંયમનું જ્ઞાન હોવાથી દેશવિરતો પુષ્પવગેરેથી પૂજા કરવાના અધિકારી નથી.
ઉત્તરપક્ષ - જો આમ જ હોય, તો સાક્ષાત્ ભાવજિન વગેરેની સેવા કરતા, પુસ્તકરત્નના વાંચનથી ધર્મ