________________
ભિક્તિરાગ નિર્દોષ
153
मावसंतेहिं[आचाराङ्ग १/५/३/१५५] इत्यादिनापि नव्यामोहः कार्यः, सूत्रस्य नयगम्भीरत्वान्नयगतेश्च विचित्रत्वात्। इदं तु तव दुस्तरवारिब्रूडनभयं स्यात्, यदुत भक्तिरागेण देवपूजाप्रवृत्तावारम्भात् संयमक्षत्या कथं देशविरतिरिति ? तेन भक्तिरागेण संयमासंयमापरिगणनाद्विरताविरतिरेव न देशविरतिरिति । तत्तु महामोहाभिनिवेशेनागणितपरलोकभयस्य तवैव दुस्तरवारिकृत्यम्, असदारम्भपरित्यागेन सदारम्भप्रवृत्तौ शुभयोगत: संयमक्षतिभयाभावाद् भक्तिरागस्य प्रशस्तत्वे दोषाभावात्। तस्यैव च दोषत्वे विदुषोऽपि बलात् प्रवृत्तिप्रसङ्गाच्च।
न हि विद्वानपि रागौत्कट्यादसमञ्जसे न प्रवर्तते। श्रमणोपासकानां देशविरतानां पृथगुणवर्णनाद् विरताविरतेभ्यस्तेऽतिरिच्यन्ते इति चेत् ? अहो बालिश! केनेदं शिक्षितम् ? किं गुरुणा विप्रलब्धोऽसि स्वकर्मणा છોડી સર્વત્ર ભાવ અને અભાવરૂપે ઉપલબ્ધ થતું હોવાથી શ્રુતકેવલી કે કેવલીને છોડી બધાને મિથ્યાત્વી સ્વીકારવા પડે. તેથી અવિરતિ, દેશવિરતિ વગેરે ભેદોમાં મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમઆદિથી પ્રગટતા અને શુદ્ધશ્રદ્ધાઆદિ લિંગથી જ્ઞાત થતાં આત્માના પરિણામવિશેષને જ સમ્યત્વતરીકે સ્વીકારવું. આ સભ્યત્વ સંક્ષેપરુચિ, વિસ્તારરુચિઆદિ સભ્યત્વના બધા ભેદોમાં રહ્યું જ છે. તે જ પ્રમાણે એ બધામાં દેશવિરતિ પણ સમાનતયા સંભવે
પૂર્વપક્ષઃ- અમે જે દેશવિરતનો વિકલ્પ બતાવ્યો છે. તેનામાં સ્યાદ્વાદસાધન આદિ વિશેષ જ્ઞાનનો અભાવ હોવા છતાં સામાન્ય જ્ઞાન તો રહ્યું જ છે.
ઉત્તરપક્ષ - એવું સામાન્યજ્ઞાન તો સંક્ષેપરુચિ સભ્યત્વીમાં પણ સમાનરૂપે રહ્યું છે. તેથી તેને પણ દેશવિરત કહી શકાય. એ જ પ્રમાણે આચારાંગમાં જં સમ્મતિ' ઇત્યાદિ સૂત્રથી સમ્યકત્વનું સ્વરૂપ બતાવ્યા બાદ રૂમ સક્ષમાપIRમાવહિં' (આસમ્યક્ત શિથિલાચારી યાવત્ ઘરમાંહેનારાઓ વડે શક્ય નથી) ઇત્યાદિ સૂત્રથી ગૃહસ્થને આ સમ્યત્વનો નિષેધ કર્યો છે. અહીં પણ આ સૂત્રને પકડી “ગૃહસ્થને સભ્યત્ત્વ હોય જ નહિ' ઇત્યાદિ વ્યામોહ નહીં કરવો, કારણ કે સૂત્રો નયગંભીર હોય છે, અને નયની ગતિ વિચિત્ર હોય છે. (આચારાંગના આ સૂત્રમાં જે સમ્યત્વનું કથન છે, તે સમ્યક્ત્વ અપ્રમત્તગુણસ્થાનોમાં જ સમ્યકત્વને સ્વીકારતા નિશ્ચયનયનું છે. વ્યવહારનય તો દર્શનમોહનીયના ક્ષયોપશમઆદિથી યુક્ત અવિરતિધરમાં પણ સભ્યત્વનો સ્વીકાર કરે જ છે. માટે સર્વત્ર સૂત્રોના નયોનો વિચાર કરી, એક-બીજા સાથે વિરોધ ન આવે એવો પ્રમાણમાર્ગ કાઢવો જોઇએ, નહિ કે એક નયને પકડી વિરોધ ઉઠાવવો.)
ભક્તિરાગ નિર્દોષ પૂર્વપક્ષ - તો પણ, તમારે સંસારસાગરમાં ડૂબવાનો ભય ઊભોજ છે. કારણ કે ભક્તિરાગથી પરમાત્મપૂજા કરનારો આરંભનું સેવન કરતો હોવાથી તેનામાં શી રીતે દેશવિરતિ ઘટી શકે? આ ભક્તિરાગના કારણે તે વ્યક્તિ પૂજાવખતે સંયમ અને અસંયમની ગણના કરતો જ નથી. તેથી તેનામાં દેશવિરતિ સંભવતી નથી. છતાં તેનો દેશવિરતિમાં સમાવેશ કરીને તમે ભૂલા પડી રહ્યા છો.
ઉત્તરપક્ષ - અહીં અમે ભૂલા નથી પડ્યા, પણ મહામોહના કારણે તમે ભૂલા પડ્યા છો. પરલોકનો ભય હોય અને સંસારસાગરમાં ડૂબવાનો ભય હોય, તો આમ કહી શકો નહિ. અસઆરંભનો ત્યાગ કરી સઆરંભની પ્રવૃત્તિ કરવામાં શુભયોગ જ પ્રવર્તે છે. પરમાત્માની પૂજા સરંભની પ્રવૃત્તિરૂપ છે. અને શુભયોગથી થતી પ્રવૃત્તિમાં સંયમની ક્ષતિનો ભય જ રહેતો નથી. હા, કદાચ એ શુભયોગ પાછળ અશુભભાવ કામ કરે, તો સંયમને ભય ઊભો થાય, પણ અહીં તો એ શુભયોગની પાછળ પરમાત્મભક્તિ કામ કરે છે. આ ભક્તિ પ્રશસ્તરાગરૂપ હોવાથી નિર્દોષ છે. તેથી પણ સંયમની ક્ષતિનો ભય નથી.