________________
વિશેષજ્ઞાન વિના પણ વિરતિ અખંડિત
| 451 परिभाषितमिति का तवाहोपुरुषिका ? एतेन तृतीयभङ्गोऽपि विलूनशीर्णः, सम्पूर्ण श्रद्धाभावेऽविरतेरेवैकस्याः साम्राज्यात्, यत्किञ्चिदर्थश्रद्धानेऽपि ‘एकस्मिन्नप्यर्थे सन्दिग्धेऽर्हति तु निश्चयो नष्ट' इति न्यायात् सम्पूर्णश्रद्धानाभावान्मिथ्यात्वस्यैवावस्थितेः । चतुर्थे च भङ्गे 'तमेव सच्चं 'इत्यादि सङ्केपरुचिसम्यक्त्वसद्भावाद्देशतो विरत्या देशविरतिः सम्पन्नेति केयं वाचोयुक्तिर्यदुत ‘सर्वतो विरताविरतिर्न तु देशविरति'रिति। विशेषपरिज्ञानाभावेऽपि तादृशसम्यक्त्वेन माषतुषादीनां सर्वविरतिरप्यखण्डा प्रसिद्धति किमपराद्धं देशविरत्या येन सा तद्वतां न भवेत् ? અંગે પ્રકાશ પાથરે છે. આમ એની પ્રતિવિરતિના આકાર(=સ્વરૂપ) અને અનાકાર(=અસ્વરૂપ)ને વિષય બનાવે છે. એટલે કે એ મિથ્યાદર્શનશલ્યથી વિરત છે, બીજા પાપસ્થાનકોથી વિરત નથી એ વાતને જ વિષય બનાવે છે.
જ્યારે સિદ્ધાંતમાં પ્રાણાતિપાતવિરતિ આદિ મૂળ ગુણ વિરતિનો અભાવ જ અવિરતિતરીકે નિર્ણાત કરાયો છે, તેથી સમ્યત્વી પણ જો મૂળગુણવિરતિ રહિતનો હોય, તો અવિરત તરીકે જ ઇષ્ટ છે. વિરતાવિરત તરીકે નહિ.
પૂર્વપક્ષ - પણ અમે તો સર્વતો અવિરત ભેદ કલ્પીને મૂળગુણ વિરતિવાળાને પણ સમ્યકત્વના અભાવમાં સર્વતો અવિરત કહીને અવિરતમાં પણ વિશેષ સૂચન કર્યું છે.
ઉત્તરપક્ષ - આ અભિમાન કરવાની જરૂર નથી, કારણ કે સમ્યકત્વના અભાવમાં દ્રવ્યથી વિરતિ પણ અવિરતિ જ છે, એમ ટીકાકારે પોતે જ સ્પષ્ટ કહ્યું છે.
તાત્પર્ય - સમ્યકત્વ પોતે વિરતિરૂપ નથી - સભ્યત્વના અભાવવાળાં બધા નિશ્ચયથી અવિરત જ છે. સમ્યત્વી પણ મૂળગુણ વિરતિના અભાવમાં અવિરત જ છે, એ સિદ્ધાંતમાન્ય વાત છે. તેથી તમે કલ્પેલા પ્રથમ બે વિકલ્પો પણ મૂળગુણ અવિરતિના કારણે એક જ થઇ જાય છે. તેથી જ તમારો ત્રીજો વિરતાવિરત વિકલ્પ પણ ભાંગીને ભૂક્કો થઇ જાય છે. બોલો, પૂર્ણ સમ્યકત્વનો અભાવ' આ વાક્યથી તમે શું કહેવા માંગો છો?
પૂર્વપક્ષ - “ભગવાનના અમુક વચનોપર શ્રદ્ધા હોવા છતાં તમામ વચનોપરની શ્રદ્ધાનો અભાવ' એમ કહેવાનો અમારો આશય છે.
ઉત્તરપક્ષઃ- તેથી પૂર્ણ સમ્યકત્વનો અભાવ=ભગવાન અને ભગવાનના વચન પર સંપૂર્ણ શ્રદ્ધાનો અભાવ એમ સિદ્ધ થયું. અને જો ભગવાન પર અલ્પ પણ શ્રદ્ધાનો અભાવ હોય, તો સમ્યકત્વ જ રહેતું નથી, તેથી અવિરતિ જ આવીને ઊભી રહે, કારણકેથોડાઅર્થ અંગેની અશ્રદ્ધામાં પણ “એકપણ અર્થમાં સંદેહઊભો થાય, તો અરિહંતપરનો નિશ્ચય(=શ્રદ્ધા) નાશ પામે છે.” (અર્થાતુ સમ્યકત્વનાશ પામે છે.) આન્યાયથી મિથ્યાત્વજ આવીને ઊભું રહે છે, અને મિથ્યાત્વની હાજરીમાં “અવિરત’ પક્ષ જ ખડો થઇ જાય છે. આમ ત્રીજો વિકલ્પ બળી જાય છે.
વિશેષજ્ઞાન વિના પણ વિરતિ અખંડિત તથા ચોથા વિકલ્પમાં પણ જેનામાં “તમેવ સઍ.' ઇત્યાદિરૂપ સંક્ષેપરુચિ સમ્યકત્વ છે અને તે સમ્યકત્વને અનુરૂપ દેશથી વિરતિ છે, તે વ્યક્તિમાં વાસ્તવમાં દેશવિરતિ જ છે, અર્થાત્ તમારો ચોથો વિકલ્પ દેશવિરતિધરરૂપ પાંચમા વિકલ્પમાં સમાવેશ પામે છે. તેથી સંક્ષેપરુચિ સભ્યત્વી સર્વતો વિરતાવિરત છે, પણ દેશવિરતિધર નથી.” એવી તમારી વચનયુક્તિ કસ વિનાની છે.
પૂર્વપક્ષ - જીવ-અજીવ વગેરે અંગેના વિશેષજ્ઞાન વિનાની વ્યક્તિમાં દેશવિરતિ કેવી રીતે સંભવી શકે?
ઉત્તરપક્ષ -અરે! આ વિશેષજ્ઞાન વિના પણ તેવા સમ્યકત્વને કારણે માપતુષ વગેરે મુનિઓની સર્વવિરતિ પણ અખંડિત રહી શક્તી હોય, તો દેશવિરતિએ શો ગુનો કર્યો છે, કે તે અખંડિત ન રહી શકે? તેથી સંક્ષેપચિ સમ્યકત્વવાળાને દેશવિરતિ હોવામાં કશો વાંધો દેખાતો નથી. તેથી “એ સમ્યકત્વવાળાને સર્વતો વિરતાવિરતિ છે