________________
દિવ્યસ્તવની કાષ્ઠતુલ્યતા
15)
/૨/૨૦] રૂતિ કૃતેશા
इत्येवमुक्तजातीयप्रकार मविदन्-अजानन्, यत्किञ्चिदापादयन्-जातिप्रायमुपन्यस्य सभायां जातोपहास: किं मत्त:-उन्मादवानसि? किमथवा पिशाचकी-पिशाचग्रस्तोऽसि ? किं वातकी-सन्निपाताख्यवातरोगवानसि? किं पातकी महापातकवानसि ? अत्र यत्किञ्चिदापादने मत्तपिशाचकित्वादिहेतूनामुत्प्रेक्षा॥ २८ ॥ अपि च
द्रव्यार्चामवलम्बते न हि मुनिस्तर्तुं समर्थो जलं,
बाहुभ्यामिव काष्ठमत्र विषमं नैतावता श्रावकः। बाहुभ्यां भववारि तर्तुमपटुः काष्ठोपमां नाश्रयेद्
द्रव्यार्चामपि विप्रतारकगिरा भ्रान्तीरनासादयन् ॥ २९॥ (दंडान्वय:→ अत्र बाहुभ्यां जलं तर्तुं समर्थः मुनिः विषमं काष्ठमिव द्रव्यार्चा नावलम्बते। एतावता बाहुभ्यां भववारि तर्तुमपटुः विप्रतारकगिरा भ्रान्तीरनासादयन् श्रावकः काष्ठोपमां द्रव्यर्चामपि नाश्रयेद् (इति) ના)
'द्रव्यार्चाम्' इति । अत्र जगति बाहुभ्यां जलंतर्तुं समर्थः, विषमं सकण्टकं काष्ठमिव मुनिर्भुजेन (भावेन) भवजलतरणक्षमः न हि-नैव द्रव्यार्चामवलम्बते, स्वरूपतः सावद्यायास्तस्याः सकण्टककाष्ठस्थानीयाया अवહીનતર લોકમાં પ્રવેશે છે.”
આમ દ્રવ્યસ્તવની અનુમતિ, અનુમોદના ભાવ સ્તવનું સાક્ષાત્ કારણ છે, જ્યારે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું સાક્ષાત્કારણ નથી. તેથી સાધુનેદ્રવ્યસ્તવની અનુમતિ, અનુમોદનાનો અધિકાર છે, પણ દ્રવ્યસ્તવ કરવાનો અધિકાર નથી. ઇત્યાદિ જ્ઞાન કર્યા વિના જ ‘દ્રવ્યસ્તવને અનુમોદનીય માનવામાં કર્તવ્ય પણ માનવો પડશે' ઇત્યાદિ જાતિપ્રાય(જાતિઃખોટા વિકલ્પોવગેરે. સ્યાદ્વાદમંજરીમાં આનું સ્વરૂપ બતાવ્યું છે.) આપત્તિઓ દર્શાવવી સારી નથી. આમ જ્યાં ત્યાં પગ ભીડાવવા જતાં ગબડી પડેલા તમે સભામાં ઉપહાસપાત્ર ઠરો છો અને બધા સભ્યોને શંકા જાય છે કે “શું આ ઉન્મત્ત થયો છે? કે શું આને ભૂત વળગ્યું છે? અથવા તો પછી આને સન્નિપાત નામનો વાયુરોગ લાગુ પડ્યો છે? કે પછી પાપી પાપલીલા આચરી રહ્યો છે? કે જેથી જેમ તેમ તર્ક વિનાનું બોલ-બોલ કરે છે. અહીં પ્રતિમાલપક અસંગત આપત્તિઓ આપે છે. તેમાં “મત્ત” “પિશાચ વગેરે હેતુઓની કલ્પના કરી છે, તેથી ઉલ્ટેક્ષા અલંકાર છે. તે ૨૮ ને વળી–
કાવ્યર્થ - જેમ જગતમાં હાથથી પાણી તરી જવા સમર્થ તરવૈયો કાંટાવાળા લાકડાની સહાય લેતો નથી. તેમ મુનિ પણ દ્રવ્યપૂજાનું આલંબન લેતો નથી. પણ એટલામાત્રથી હાથથી સંસારરૂપ પાણી તરી જવામાં અસમર્થ અને બીજાઓના ઠગવચનોથી ભૂલો નહિ પડતો શ્રાવક લાકડા જેવી દ્રવ્યપૂજાનો આશરો ન લે એમ ન બને.
દ્રવ્યસ્તવની કાષ્ઠતુલ્યતા જગતમાં જેમ સમર્થતરવૈયો પોતાના બે હાથથી જ પાણી તરી જાય છે. પણ કાંટા=ફાંસસહિતના લાકડાની સહાય લેતો નથી. તેમ ભાવસ્તવરૂપ બે બાહુથી ભવસાગર તરવા સમર્થ મુનિ સ્વરૂપસાવદ્ય હોવાથી વિષમ કાષ્ઠતુલ્ય દ્રવ્યસ્તવની સહાય લે નહિ. આટલામાત્રથી જ “સ્વરૂપસાવદ્ય હોવાથી દ્રવ્યસ્તવને જો મુનિઓ સેવતા ન હોય તો શ્રાવકોથી શી રીતે સેવી શકાય?' એવી ભ્રાંતિ પેદા કરનારી વાણી પ્રતિમાલપક કહે, ત્યારે આ કુવાણીના શ્રવણનો ભોગ બનેલો અને પોતાને ઉચિત શું છે? તેની ગતાગમ વિનાનો અકુશળ શ્રાવક પણ જો દ્રવ્યસ્તવનું આલંબન