________________
પ્રતિષ્ઠાફળવિષયક પરમત નિરાકરણ
एवं सति प्रतिष्ठावैयर्थ्यमित्याशङ्य समाधत्ते
नन्वेवं प्रतिमैकतां प्रवदतामिष्टा प्रतिष्ठाऽपि का,
सत्यं सात्मगतैव देवविषयोद्देशेन मुख्योदिता। यस्याः सा वचनानलेन परमा स्थाप्ये समापत्तितो,
___ दग्धे कर्ममले भवेत्कनकता जीवायसः सिद्धता ॥ ७५॥ (दंडान्वयः→ ननु एवं प्रतिमैकतां प्रवदतां का प्रतिष्ठाऽपीष्टा ? सत्यं, देवविषयोद्देशेन आत्मगतैव सा मुख्योदिता । यस्याः वचनानलेन स्थाप्ये समापत्तितो कर्ममले दग्धे जीवायसः सिद्धता कनकता परमा भवेत् ॥)
'नन्वेवं'इत्यादि । नन्वेवमाकारमात्रेण प्रतिमाया एकतां वन्द्यताप्रयोजिकां प्रवदतां युष्माकं प्रतिष्ठाऽपि का इष्टा ? न काचिदिति तद्विधिवैयर्थ्यं स्यादिति । अत्रोत्तरं - सत्यं, सा=प्रतिष्ठा देवविषयोद्देशेनात्मन्यधिगतैवआत्मनिष्ठैव मुख्योदिता उक्ता, प्रतिष्ठाविधिना जनितस्यात्मगतातिशयस्यादृष्टाख्यस्य पूजाफलप्रयोजकत्वात्। प्रतिष्ठाध्वंसेनैव तदन्यथासिद्धौ संस्कारध्वंसेनानुभवस्य (अनुभवध्वंसेन संस्कारस्य ?) दानादिध्वंसेन चादृष्टस्य રાજા છે એમ કહી શકાતું નથી. I૭૪ો.
શંકા - જો માત્ર આકારની સમાનતાથી જ પ્રતિમામાં પ્રભુના ગુણોનો અધ્યાસ થઇ શકતો હોય, અને તેથી પ્રતિમા પૂજનીય બની જતી હોય, તો પછી દરેક પ્રતિમા શિલ્પી ઘડે ત્યારથી જ સમાનરૂપે પૂજનીય બની જશે, તેથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની વિધિનો આ બધો આડંબર ફોગટનો છે.” એવી આપત્તિ આવશે.
આ શંકા બતાવી તેનું સમાધાન કરતા કહે છે—
કાવ્યર્થ - શંકા - આમ ‘આકારમાત્રથી પ્રતિમા એકસરખી રીતે વંદનીય બને એમ કહેનારા તમને પ્રતિમાની કઇ પ્રતિષ્ઠા ઇષ્ટ હશે? અર્થાત્ કોઇ પણ પ્રતિષ્ઠા ઇષ્ટ નહિ હોય' સમાધાન - સત્ય, દેવ(=અરિહંત)ને ઉદ્દેશીને આત્મામાં થતી પ્રતિષ્ઠાને જ મુખ્ય પ્રતિષ્ઠા ગણી છે. આ પ્રતિષ્ઠાથી સ્થાપ્યમાં સમાપતિને પ્રાપ્ત કરી વચનઅગ્નિથી કર્મમળ બળી જવાથી જીવરૂપ લોખંડનું સિદ્ધપણાંરૂપ સુવર્ણપણાને પામવારૂપ શ્રેષ્ઠ પ્રતિષ્ઠા થાય છે.
પ્રતિષ્ઠાફળવિષયક પરમત નિરાકરણ શંકા - પ્રતિમાનો આકાર જ જો વંદનમાં પ્રયોજક હોય, તો પ્રતિષ્ઠાવિધિ વ્યર્થ ઠરશે, કારણ કે પ્રતિષ્ઠા વિના પણ પ્રતિમા વંદનીય બની જ ચૂકી છે.
સમાધાન :- વાત સાચી છે. પ્રતિષ્ઠાવિધિથી મુખ્યવૃત્તિથી તો પરમાત્મતત્ત્વની આત્મામાં જ પ્રતિષ્ઠા કરવાની છે, કારણ કે પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં પ્રગટેલો “અદષ્ટ (પુણ્ય) નામનો અતિશયવિશેષ જ પૂજાના ફળમાં પ્રયોજક છે.
શંકા - પ્રતિષ્ઠાવિધિથી પ્રગટેલા અદષ્ટરૂપ અતિશયવિશેષને પૂજાના ફળનો પ્રયોજક માનવા કરતાં પ્રતિષ્ઠાધ્વંસ(=પ્રતિષ્ઠા ક્રિયાની પૂર્ણાહુતિ)ને પ્રયોજક માનવો બહેતર છે, કારણ કે આ ધ્વંસ અવશ્યકપ્ય છે. (કારણ કે (૧) પ્રતિષ્ઠા થયા પછી પણ પ્રતિષ્ઠાની સામગ્રી હાજર છે. તો ફરી પ્રતિષ્ઠાનો પ્રસંગ માનવો પડે. પ્રતિષ્ઠાધ્વસ પ્રતિબંધક છે. જેનો ધ્વંસ થાય, તેની ત્યાં ફરીથી ઉત્પત્તિ થતી નથી. જેમકે ઘટધ્વસ ઠીકરામાં થયો, તો હવે ત્યાં ફરીથી ઘટન થાય. આમ ધ્વસ માનો, તો જ ફરીથી પ્રતિષ્ઠાની આપત્તિ ટળી શકે. (૨) પ્રતિષ્ઠા પૂરી થયા વિના તો પ્રતિમા પૂજ્ય બને જ નહીં. (૩) આ ધ્વસ સાદિ અનંત છે. તેથી આ ધ્વંસને પૂજાના ફળનો પ્રયોજક માનવાથી એકવાર પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમા જ્યાં સુધી પૂજાશે, ત્યાં સુધી પૂજાનું ફળ મળી શકશે.)