________________
દેશસંયમઆદિથી મિશ્રતાનો અભાવ
कुतीर्थिकदृष्टयनुगत आचारोऽधर्मः स्वसमयानुगतश्च धर्मः प्रतीयते इति ॥ ९१॥ एतत्सर्वमभिप्रेत्य भक्तिरागप्रतिबन्द्या द्रव्यस्तवे धर्मपक्षं बलात्परमङ्गीकारयन्नाह
हिंसांशो यदि दोषकृत् तव जड! द्रव्यस्तवे केन तन्,
मिश्रत्वं यदि दर्शनेन किमु तद् भोगादिकालेऽपि न। भक्त्या चेद् ननु सापि का यदि मतो रागो भवाङ्गं तदा,
हिंसायामपि शस्तता नु सदृशीत्यत्रोत्तरं मृग्यते ॥ ९२॥ (दंडान्वयः→ हे जड ! यदि द्रव्यस्तवे हिंसांशो तव दोषकृत् (तदा) तन्मिश्रत्वं केन भवेत् ? यदि दर्शनेन, किमु तद् भोगादिकालेऽपि न ? भक्त्या चेत् ? ननु सापि का ? यदि रागो भवाझं मतः तदा हिंसायामपि शस्तता नु सदृशी इत्यत्रोत्तरं मृग्यते ॥)
_ 'हिंसांश'इति । हे जड ! यदि द्रव्यस्तवे हिंसांशो दोषकृत्-मिश्रत्वकृत्, तदा केन तन्मिश्रत्वं भवेत् ? न तावद् देशसंयमेन, चतुर्थगुणस्थानेऽगतेः। यदि च दर्शनेन सम्यक्त्वेन, तदा भोगादिकालेऽपि तन्मिश्रत्वं किं न स्यात् ? चेत् यदि भक्त्या मिश्रत्वं त्वयोच्यते, तर्हि सापि-भक्तिरपि च का ? यदि भक्ती रागो मतः, तदा भवाङ्ग, रागद्वेषयोरेव संसारमूलत्वात्, तदा द्वाभ्यां संसारान्तर्गताभ्यामधर्मपक्ष एवोत्कटः स्यादिति को मिश्रावकाशः? प्रशस्तरागत्वा भक्तिर्न भवाङ्गमिति चेत् ? तर्हि द्रव्यस्तवानुगतहिंसायामपि शस्तता सदृशी, अत्र तव किमुत्तरमिति मृग्यते ? अत्र च सम्यगुत्तरं वर्षसहस्रेणापि न परेण दातुं शक्यमिति मोक्षार्थिभिरस्मदुक्त एव पन्थाः श्रद्धेयः। પુષ્ટિમાં કોઇ હેતુ આપી શકે તેમ નથી, કારણ કે અહીં અધર્મપક્ષમાં પરપાખંડી અને મિથ્યાત્વીઓનો જ સમાવેશ કર્યો છે. તેથી બાકી રહેલા અવિરત સમ્યકત્વી વગેરેનો અર્થતઃ ધર્મપક્ષમાં જ સમાવેશ કર્યો છે. તેથી કુતીર્થિકઆદિગત આચાર અધર્મ છે અને સ્વસિદ્ધાંતને અનુગત આચાર ધર્મરૂપ છે (પરંતુ મિશ્રરૂપ તો કોઇ નથી.) એમ પ્રતીત થાય છે. I૯૧
આ બધા મુદ્દાઓ સ્વીકારી ભક્તિરાગની પ્રતિબંદિથી દ્રવ્યસ્તવમાં ધર્મપક્ષનો બીજા પાસે બળાત્કારે સ્વીકાર કરાવતા કહે છે–
કાવ્યાર્થ: - હેજડ!જો તારા હિસાબે દ્રવ્યસ્તવમાં હિંસાનો અંશ દોષકારી(=મિશ્રપણું કરનારો) હોય, તો તેનું મિશ્રપણે કોની સાથે આવશે? જો સમ્યગ્દર્શનની સાથે મિશ્રપણું કહેશો, તો વિષયવગેરેના ભોગકાળે પણ મિશ્રપણું કેમ ન કહેવાય? કારણ કે તે વખતે પણ સમ્યગ્દર્શન હાજર છે. ભક્તિ સાથે મિશ્રપણું કહેશો, તો ભક્તિ શું છે? જો રાગરૂપ હોય, તો સંસારનું કારણ બનશે. (કારણ કે રાગ સંસારનું કારણ છે.) પ્રશસ્ત રાગરૂપ હોવાથી ભક્તિ સંસારનું કારણ નથી, પણ પ્રશંસનીય છે” એમ કહેશો, તો દ્રવ્યસ્તવમાં રહેલી હિંસા પણ સમાનપણે પ્રશસ્ત કેમ ન કહેવાય? અહીં તમે શો ઉત્તર આપશો?
દેશસંયમઆદિથી મિત્રતાનો અભાવ દ્રવ્યસ્તવમાં રહેલી હિંસાને દેશસંયમ સાથે મિશ્ર થયેલી માની શકાય નહિ, કારણ કે ચોથા ગુણસ્થાનકે રહેલાના દ્રવ્યસ્તવમાં એ મિશ્રત્વ ઘટી શકતું નથી. કારણ કે તેઓમાં દેશથી પણ સંયમ નથી.) સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ શબ્દવગેરે વિષયભોગવતો હોય, ત્યારે પણ હિંસાવગેરે પાપ અને સભ્યત્વબન્ને રહ્યા છે, તેથી હિંસા અને સભ્યત્વના મિશ્રણથી મિશ્રપક્ષ માનવામાં સમ્યગ્દષ્ટિ જીવની સાંસારિક તમામ પ્રવૃત્તિને મિશ્રધર્મ માનવાની આપત્તિ આવે.