________________
પાર્જચંદ્રકલ્પિત છપુરુષવિભાગ
147 ) कृत्येन संयम पालयितुं न शक्यते तावानेवाविरतिभागः श्रुते भणित इति, यमुद्दिश्येदं सूत्रं - इह खलु पाईणं वा ४ संतेगइआ मणुआ भवंति अप्पिच्छा अप्पारंभा' इत्यादि। चतुर्थभङ्गस्थविरत्यपेक्षया स्तोकया विरत्या तृतीयो भङ्ग इति विवेकः ४, श्रमणोपासको देशविरतश्च स उच्यते - यः श्रमणोपासनमहिम्ना प्रतिदिनं प्रवर्द्धमानसंवेगो जीवाजीवसूक्ष्मबादरादिभेदपरिज्ञानवान् तत एवास्थिमज्जाप्रेमानुरागरक्तचित्तो देशविरतिं गृहीत्वा पालयति, सम्यक्त्वसहितव्रतग्रहोत्तरमभङ्गरङ्गश्चोभयकालमावश्यकं कुरुते। अत एव च संयमं जानीते, उक्तं चानुयोगद्वारसूत्रे → 'समणेण य सावयेण य अवस्सं कायव्वं हवइ जम्हा। अंतो अहोणिसिस्स य तम्हा आवस्सयं णाम'। [सू. २९, गा. ३] दशवैकालिके च → जो जीवे वि वियाणाइ, अजीवे वि वियाणाइ । जीवाजीवे वियाणतो, सो हु णाहीइ संजमं'। [४/१३] एनमेवोद्दिश्य- से जहाणामए समणोवासगा भवंति', 'अभिगयजीवाजीवा' इत्यादि सूत्रप्रवर्त्तते, अयमेवशुद्धजिनभक्तिमानुचितं संयममाद्रियते, हिंसां परिहत्य जिनविरहे जिनप्रतिमां पूजयति, संयमज्ञो ह्यसौ षट्कायहिंसां परिहरति, अत एवोक्तं महानिशीथे → 'अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस
(૩) વિરતાવિરત - આ વ્યક્તિને સંપૂર્ણ સમ્યત્વ હોતું નથી. છતાં પણ તે પોતાને યોગ્ય બધા જ વ્રત અને નિયમોનું પાલન કરે છે.
(૪) સર્વત વિરતાવિરત - આ વ્યક્તિના મનમાં ‘તમેવ સર્ચો નીસંકે જે જિર્ણહિં પવેઇય' (તે જ સત્ય અને નિઃશંક છે, જે જિનેશ્વરોએ કહ્યું છે.) આવો સખ્યત્વ પરિણામ સ્થિર થયો હોય છે. છતાં પણ તે વ્યક્તિને પ્રમાદની ગુલામીના કારણે અને સાધુનો સંગ સારા પ્રમાણમાં ન થવાથી જિનેશ્વરોએ કહેલાં તત્ત્વનું જ્ઞાન હોતું નથી. આ વ્યક્તિ કુળની પરંપરાથી આવેલી વિરતિ પાળે છે. આ પુરુષ પૂર્ણ સંયમનું જ્ઞાન નહીં હોવાથી જ આરંભપૂર્વક જિનપૂજા કરે છે. અને આ ભક્તિરાગના ઉછાળાને કારણે જ ભક્તિરાગને આધીન થઇ (તે પુરુષ) જિનપૂજા વગેરે કરતી વખતે સંયમ કે અસંયમને ગણકારતો નથી. અહીં તે વ્યક્તિ જેટલા કૃત્યથી સંયમ પાળી શકતી નથી, તેટલા અંશને જ અવિરતિના ભાગ તરીકે શ્રતમાં કહ્યો છે. આ પુરુષને ઉદ્દેશીને આ સૂત્ર પ્રવર્તે છે. “ઇહ ખલુ પાઇણ વા-૪ સંતગઇયા મછુઆ ભવંતિ તંત્ર અસ્પિચ્છા અપ્રારંભા” (અહીં પૂર્વ આદિ દિશામાં કેટલાક મનુષ્યો છે, તે આ પ્રમાણે – અલ્પ ઇચ્છાવાળા અલ્પઆરંભવાળા ઇત્યાદિ.) ત્રીજા વિકલ્પમાં ચોથા વિકલ્પની અપેક્ષાએ અલ્પ વિરતિ છે. તેથી જ તેને અલગ વિકલ્પ તરીકે બતાવ્યો છે. એમ વિવેક કરવો.
(૫) શ્રમણોપાસક દેશવિરતઃ- જે વ્યક્તિ સાધુઓની ઉપાસનાના પ્રભાવે દરરોજ ચડતા સંવેગવાળો છે. તથા જે પુરુષ જીવ-અજીવ, સૂક્ષ્મ, બાદરવગેરે ભેદોના જ્ઞાનવાળો છે. (સર્વજીવો પ્રત્યે) અસ્થિમજ્જા જેવા થઇ ગયેલા પ્રેમ અને અનુરાગથી રંગાયેલા ચિત્તવાળો છે. તેથી જે દેશવિરતિ ગ્રહણ કરી પાળવાવાળો છે, તે શ્રમણોપાસક દેશવિરત કહેવાય, આ શ્રાવક સમ્યકત્વ સહિત વ્રતો ગ્રહણ કર્યા પછી ધર્મના આ રંગમાં ભંગ પાડ્યા વિના હંમેશા ઉભયકાળ(=સવારે અને સાંજે) આવશ્યકક્રિયા કરે છે. તેથી જ તે શ્રાવક સંયમને બરાબર સમજે છે. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું જ છે કે – “જેથી સાધુ અને શ્રાવકે (આ ક્રિયા) અહોરાત્રની મધ્યમાં અવશ્ય કરવાયોગ્ય છે, તેથી તેનું નામ આવશ્યક છે.” તથા દશવૈકાલિકમાં કહ્યું છે – “જે જીવોને જાણે છે, અજીવને પણ જાણે છે. જીવાજીવને જાણતોતેજ સંયમને જાણે છે. આ જ શ્રાવકને ઉદ્દેશીને “સેજહાણામએ સમણોવાસગા ભવંતિઅભિગયજીવાજીવા” ઇત્યાદિ (જે શ્રમણોપાસક હોય છે, તેઓ જીવાજીવાદિ પદાર્થના જ્ઞાતા હોય છે, ઇત્યાદિ) સૂત્ર પ્રવૃત્ત થયું છે. વળી, શુદ્ધ જિનભક્તિ ધરાવતો આ શ્રાવક જ યોગ્ય સંયમનો આદર કરે છે અને ભાવજિનના વિરહમાં હિંસાનો ત્યાગ કરી જિનપ્રતિમાની પૂજા કરે છે. અર્થાત્ હિંસા ન થાય એ પ્રમાણે પૂજા કરે છે. આ શ્રાવક સંયમના સ્વરૂપને સમજે છે અને