________________
પ્રતિમાશતક કાવ્ય-૯૨
खलु जुत्तो। जे कसिणसंयमविऊ पुप्फाइअंण इच्छति'। [३/३८] इत्यत्र साधुश्रावकयोर्द्वयोरविशेषेण कृत्स्नसंयमज्ञत्वं पुष्पादिपरिहारेण पूजाधिकारितावच्छेदकमुक्तं, तत्रैकतरपक्षपातो न श्रेयान्, किं चात्र कारणमिति विचारणीयं, यदिन्द्राभिषेककरणे सुपर्वाणोऽहमहमिकयौदारिकजलपुष्पसिद्धार्थादीनि गृह्णन्ति, जिनपूजां तु न तेनोपचारेण कुर्वन्तीति सुरपुष्पेषु त्रसासम्भवोऽम्लानत्वं च हेतुश्चेत्, हिंसापरिहार एवायं धर्माभ्युदयाय प्रगल्भते, समवसरणे च वैक्रियाण्येव पुष्पाणि देवा: प्रभोरग्रे देशनोवा॒ विकिरन्ति, मण्यादिरचनाप्यचित्तैव, उक्तंचराजप्रश्नीयोपाङ्गे, 'पुप्फवद्दलयं विउव्वंति'[सू. २३] इत्यादि। नवकमलरचनाप्यचित्तैव ज्ञेया, तथा प्रतिमानां वन्दनाછજીવનિકાયની હિંસાથી દૂર રહે છે. મહાનિશીથ ગ્રંથમાં કહ્યું છે કે – “અકૃત્નપ્રવર્તક વિરતાવિરતને જ આ(=દ્રવ્યસ્તવ) યુક્ત છે. જેઓ સ્નસંયમવિદ્વાન્ છે. તેઓ પુષ્પ વગેરેને ઇચ્છતા નથી.” (આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે જેઓકૃત્નસંયમવિદ્વાનું છે. તેઓ પુષ્પ વગેરેને ઇચ્છતા નથી.') આ બધા સ્થળે સાધુ અને શ્રાવક – આ બન્નેમાં સમાનરૂપે રહેલા કૃત્નસંયમન્નપણાને પુષ્પવગેરેના ત્યાગપૂર્વકની પૂજાની અધિકારિતાના અવચ્છેદક તરીકે બતાવ્યું છે. અર્થાત્ સાધુ અને શ્રાવક – બન્ને કૃમ્નસંયમન્ન હોવાથી પુષ્પવગેરેની હિંસાપૂર્વક પૂજા કરવાના અધિકારી નથી. હિંસા છોડીને જ પૂજા કરવાના અધિકારી છે.
શંકા - અલબત્ત, શ્રાવક અને સાધુ બન્ને કૃમ્નસંયમ વિદ્વાન છે. છતાં પણ શ્રાવક સંસારમાં રહ્યો હોવાથી તેને પુષ્પ વગેરેથી પૂજા કરવાનો અધિકાર છે અને માત્ર સંસાર ત્યાગી સાધુઓ જ પુષ્પ વગેરેથી રહિતની પૂજાના અધિકારી છે.
સમાધાન - સૂત્રમાં સંસારી અને સંસારત્યાગી એવા બે ભેદ પાડ્યા નથી. પરંતુ અત્નસંયમજ્ઞ અને કૃત્નસંયમજ્ઞ એમ જ બે ભેદ પાડ્યા છે. તેથી કૃમ્નસંયમજ્ઞ શ્રાવક પણ પુષ્પ વગેરે વિના જ પૂજા કરવાનો અધિકારી છે. તેથી શ્રાવકને છોડી માત્ર સાધુને જ પુષ્પાદિ રહિતની પૂજાના અધિકારી તરીકે સ્થાપવામાં એકતરફી પક્ષપાત બતાવવાનું થાય છે. પણ આ પક્ષપાત કલ્યાણકારી નથી. વળી અહીં કારણ વિચારો. જુઓ! જ્યારે ઇંદ્રનો અભિષેક કરવાનો હોય છે, ત્યારે બધા દેવો અહમદમિકાથી(હું કરું. હું કરું...એવી હરિફાઇથી) ઔદારિક પાણી(=સચિત્ત પાણી), ઔદારિક પુષ્પ(=સચિત્ત પુષ્પ), તથા ઔદારિક સિદ્ધાર્થ(=સચિત્ત ધોળા સરસવ)વગેરે ગ્રહણ કરે છે.
જ્યારે તે જ દેવો જિનપૂજા આ ઉપચારથી(=ઔદારિકપુષ્પ વગેરેના ગ્રહણથી) કરતા નથી. અર્થાત્ દેવો ઇંદ્રના અભિષેક વખતે અહીંના માગધ વગેરે તીર્થોના પાણી અને અહીંના પુષ્પોનો ઉપયોગ કરે છે. જ્યારે જિનપૂજા માટે ત્યાંના પાણી અને ત્યાંના પુષ્પોનો જ ઉપયોગ કરે છે. આમ કરવામાં તેઓ ભગવાન કરતા ઇંદ્રને વધુ પૂજ્ય માને છે એવો આશય તો સંભવતો જ નથી. બલ્ક તેઓ ભગવાનને જ વધુ પૂજ્ય માને છે. તેથી ભગવાનની પૂજામાં સુરપુષ્પ(=દેવલોકના પુષ્પ) લેવામાં જો આ જ આશય હોય, કે (૧) આ સુરપુષ્પો ત્રસ જીવોથી રહિત હોય છે. ભમરા વગેરે વિકલેન્દ્રિયો માત્ર તિથ્થુલોકમાં જ છે. તેથી સૌધર્મ વગેરે દેવલોકમાં થતા પુષ્પને આશ્રયી વિકલેન્દ્રિય જીવો રહેતા હોય તેમ સંભવતું નથી. તથા (૨) આ સુરપુષ્પો ક્ષેત્રપ્રભાવથી કે તથાસ્વભાવથી પ્લાન થતા નથી. તો કહેવું પડે, કે આ હિંસાત્યાગ જ ધર્મનો અભ્યદય કરનારો થાય છે.
જ શંકા - જો આમ જ હોય, તો દેવો દેશનાભૂમિમાં પ્રભુની આગળ પુષ્પવૃષ્ટિ કરે છે. તે અંગે શું કહેશો? સ્વાભાવિક છે કે આ પુષ્પવૃષ્ટિમાં અસંખ્ય પુષ્પાદિ જીવોની હિંસાનો સંભવ છે.
સમાધાનઃ- દેવો દેશનાભૂમિમાં દારિક સચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરતા નથી. પરંતુ અચિત્તવૈક્રિયપુષ્પોની વૃષ્ટિ કરે છે. તે જ પ્રમાણે, સમવસરણ વગેરેમાં કરાતી મણિ-રત્ન વગેરેની રચના પણ અચિત્ત મણિ વગેરેથી જ કરે