________________
135
અિધર્મપક્ષનું સ્વરૂપ
'सिद्धान्त'इति। सिद्धान्ते सूत्रकृदाख्ये हि-निश्चितं ततो मिश्रत्वपक्षो बन्धानौपयिक:-बन्धाननुगुणो विरत्यविरतिस्थानयोर्योऽन्वयः अनुगमः, तदपेक्षया स्वरूपमात्रेणेति यावत्, परिभाषित:-सङ्केतितः, सोऽपि= परिभाषितमिश्रपक्षोऽपि पुरतो-अग्रे फलापेक्षया धर्मेऽन्तर्भावितः। ततोऽस्य गृहिणो विशेषेक्षिणां विशेषदर्शिनां पूजापौषधयोस्तुल्यता किमु न व्यक्ता ? अपि तु व्यक्ता एव।।
वाग्व्यवहारतो मिश्रपक्षस्य निश्चयतश्च धर्मत्वस्य सूत्रकृते हि पक्षत्रयव्याख्यानावसरे → 'अदुत्तरं च णं पुरिसविजय विभंगमाइक्खिस्सामि, इह खलु नाणापन्नाणं नाणाछंदाणं नाणासीलाणं नाणादिट्ठीणं नाणारूईणं नाणारंभाणं नाणाज्झवसाणसंजुत्ताणं नाणाविहपावसुअज्झयणं एवं भवइ, तं.-भोमं उप्पायं [सूत्रकृताङ्ग २/२/ ३०] इत्यादिना पापश्रुताध्ययनेनान्नाद्यर्थं तत्प्रति(प्रयो. पाठा.)योगेण वा सुरकिल्बिषादिभावनया तल्लोकोत्पादेन ततश्च्युतस्यैडमूकादिभावोत्पादेन, गृहिणांचात्मस्वजनाद्यर्थं चतुर्दशभिरसदनुष्ठानैस्तथाहि-कश्चिदकार्याध्यवसायेनानुगच्छतीत्यनुगामुको भवति, तंगच्छन्तमनुगच्छतीत्यर्थः॥१॥अथवा तस्यापकारावसरापेक्ष्युपचारको भवति ॥ २॥ अथवा तस्य प्रतिपथिको भवति-प्रतिपथं सम्मुखीनमागच्छति॥३॥ अथवा स्वजनाद्यर्थं सन्धिच्छेदको भवति-खात्रखननादिकर्ता भवतीत्यर्थः ॥४॥अथवा घुघुरादिना ग्रन्थिच्छेदकभावंप्रतिपद्यते ॥५॥ अथवौरधैर्मेषैश्चरतीत्यौरभ्रिकः॥६॥अथवा शौकरिको भवति॥७॥अथवा शकुनिभिश्चरति शाकुनिकः॥८॥अथवा
કાવ્યર્થ - તેથી સિદ્ધાંતમાં ગૃહસ્થોના વિરતિઅવિરતિસ્થાનના અન્વયની અપેક્ષાથી બંધમાં અકારણભૂત મિશ્રત્વપક્ષની પરિભાષા કરી છે. પણ આગળ જતાં એ જ પક્ષનો ફળની અપેક્ષાથી ધર્મમાં જ અંતર્ભાવ કર્યો છે. વિશેષદર્શીઓને આની(=ગૃહસ્થની) પૂજા અને પૌષધમાં સમાનતા શું દેખાતી નથી?
સૂત્રકૃતાંગ' નામના આગમમાં વિરતિ અને અવિરતિસ્થાનનો અનુગામની અપેક્ષાએ અર્થાત્ સ્વરૂપમાત્રથી ગૃહસ્થને મિશ્રપક્ષનો સંકેત કર્યો છે અને વિશેષદર્શી તો ગૃહસ્થની પૂજા અને પૌષધમાં સમાનતા જ જુએ છે.
અધર્મપક્ષનું સ્વરૂપ “માત્રવચનવ્યવહારથી કહેવાતો મિશ્રપક્ષ પણ નિશ્ચયથી તો ધર્મરૂપ જ છે.' એમ સૂત્રકૃતાંગમાં ત્રણ પક્ષનું વિવેચન કરતી વખતે બતાવ્યું છે. સૂત્રકૃતાંગનો પાઠ આ પ્રમાણે છે
હવે પુરુષોની અન્વેષણાસંબંધી વિર્ભાગ=જ્ઞાનવિશેષનું પ્રતિપાદન કરે છે. “જુદી-જુદી પ્રજ્ઞાવાળા, જુદાજુદા અભિપ્રાયવાળા, જુદા-જુદા સ્વભાવવાળા, જુદી-જુદી દૃષ્ટિવાળા, જુદી-જુદી રુચિવાળા, ભિન્ન-ભિન્ન આરંભવાળા અને અલગ-અલગ અધ્યવસાયથી સહિતના જીવોના જુદા જુદા પ્રકારના પાપકૃતો આ પ્રકારના છે. તે આ પ્રમાણે ભીમ=ભૂમિ સંબંધી ભૂકંપવગેરે, ઉત્પાતવગેરે.” આ પ્રમાણે આહારવગેરે હેતુથી પાપકૃત ભણીને અથવા પાપકૃતના પ્રયોગથી (કે પ્રતિયોગથી) કિલ્શિષ દેવવગેરેની ભાવના થાય છે. આ ભાવનાથી કિલ્વેિષ (=ચંડાળકોટિના) દેવ તરીકે ઉત્પન્ન થાય છે. પછી ત્યાંથી ચ્યવીને એડમૂક(=બકરા જેવા મૂંગાપણું) વગેરે ભાવ પ્રાપ્ત કરે છે. ગૃહસ્થો આત્મા, સ્વજનવગેરે માટે ચૌદ પ્રકારના અશુભ અનુષ્ઠાનો કરે છે. તે આ પ્રમાણે (૧) કોઇક અકાર્યના અધ્યવસાયથી અનુગમ કરે છે, અર્થાત્ પથિકવગેરેને લુંટવાવગેરે આશયથી અનુસરે છે. (૨) અથવા તેના અપકારના અવસરને અપેક્ષીને જ ઉપચારક(સહાયક) બને છે. (૩) અથવા તેનો પ્રતિપથિક(=વિરોધી)=સામે થનારો બને છે. ધનિકવગેરેના માર્ગમાં સામે ઊભો રહી લૂંટવાના ધંધા કરે છે. અથવા (૪) સ્વજનવગેરેમાટે સંધિ છેદક=ખાતર પાડવાવગેરેદ્વારા ચોરી કરનારો થાય છે. (૫) અથવા ઘેઘુરવગેરેથી ગ્રંથિ છેદક(=ખિસ્સાકાતરુ