________________
13
પ્રતિમાશતક કાવ્ય-૯૧
तदाहारो तह पुण्णापुण्णपरिणामो'। [गा. १९४४] 'जह वेगसरीरंमिवि सारासारपरिणामयामेति। अविसिट्ठो
आहारो तह कम्मसुहासुहविभागोत्ति'॥ [गा. १९४५] ॥ ९०॥ ननु न्यायस्तावन्मुग्धानां कूटपाशप्राय इत्यभिन्नसूत्रादेशेन श्राद्धानां मिश्रपक्ष एवेति पश्यन्तस्तदधिकृतद्रव्यस्तवस्य मिश्रत्वं रोचयाम इति चेत् ? अहो दुराशय ! सिद्धान्ततात्पर्यपरिज्ञानमनुपासितगुरुकुलस्य तव कथङ्कारं सम्भवति ? तत्र हि व्यवहारनयादेशेन बन्धानौपयिकं पक्षत्रयोपवर्णनं कृतं, सङ्ग्रहनयादेशेन तु फलापेक्षया द्वैविध्यमेवेति । पूजापौषधयोः को वा विशेषः श्राद्धानां मिश्रपक्षस्य ? इत्यभिप्रायवानाह
सिद्धान्ते परिभाषितो हि गृहिणां मिश्रत्वपक्षस्ततो,
बन्धानौपयिको विरत्यविरतिस्थानान्वयापेक्षया। अन्तर्भावित एव सोऽपि पुरतो धर्मे फलापेक्षया,
__ पूजापौषधतुल्यताऽस्य किमु न व्यक्ता विशेषेक्षिणाम् ॥ ९१॥ (दंडान्वयः→ ततः सिद्धान्ते गृहिणां विरत्यविरतिस्थानान्वयापेक्षया बन्धानौपयिको मिश्रत्वपक्षो हि परिभाषितः। सोऽपि पुरतः फलापेक्षया धर्मे एव अन्तर्भावितः। अस्य किमु पूजापौषधतुल्यता विशेषेक्षिणां न વ્યા ?)
જ) સર્વકર્મપ્રદેશોમાં સર્વજીવોથી અનંતગુણ રસઅવિભાગો ઉત્પન્નકરે છે.' ૧// આયુષ્યને અલ્પભાગઇત્યાદિ.. (ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોની વહેંચણીમાં આયુષ્યકર્મને સૌથી અલ્પભાગ મળે છે, તેના કરતાં નામ અને ગોત્રને અધિક અને પરસ્પર તુલ્ય. તેના કરતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને અધિક મળે છે. પરસ્પર તુલ્ય મળે છે. તેના કરતાં મોહનીયને અને તેના કરતાં વેદનીયને વિશેષાધિક ભાગ મળે છે.) [ગા. ૧૯૪૩]
આ બધું જીવ કર્મના ગ્રહણ સમયે જ આહારના દૃષ્ટાંતથી કરે છે, તેથી તે દૃષ્ટાંતનું ભાવન કરે છે- “પરિણામ અને આશ્રયના વશથી (કર્મમાં શુભાશુભપણું પ્રગટે છે.) તેમાં દષ્ટાંત - તુલ્ય પણ આહાર ગાયને દુધરૂપે અને સાપને વિષરૂપે પરિણામ પામે છે. તે જ પ્રમાણે પુણ્ય અને પાપ પરિણામ સમજવા.”(ગા. ૧૯૪૪] “અથવા જેમ એક જ શરીરમાં એકરૂપ પણ આહાર સાર અને અસારરૂપે (રસ અને મળરૂપે) પરિણામ પામે છે, તે જ પ્રમાણે કર્મના શુભ-અશુભ વિભાગ સમજવા.” (ગા. ૧૯૪૫] ૯૦
કર્મબંધહેતુક મિશ્રપક્ષનો અભાવ શંકા -મુગ્ધજીવોમાટેન્યાયની ચર્ચાતો ભારેજાળ સમાન છે. તેથી એ વાતને છોડી ‘અભિન્ન=નયવિભાગ વિનાના સૂત્રઆદેશથી શ્રાવકોને મિશ્રપક્ષ જ છે.” એમ જોનારા અમે તો “શ્રાવકથી કરાતો દ્રવ્યસ્તવ મિશ્રરૂપ છે.” એમ જ પસંદ કરીએ છીએ.
સમાધાનઃ- દુઃખે કરીને સમજી શકાય તેવા સિદ્ધાંતના જ્ઞાનને તમે નહિ સમજી શકો, કારણ કે આ જ્ઞાન તો ગુરુકુલવાસની ઉપાસનાથી જ પ્રાપ્ત થાય છે. તે સૂત્રમાં જે ત્રણ પક્ષનું વર્ણન કર્યું છે, તે વ્યવહારની અપેક્ષાએ છે પણ કર્મબંધમાં ઉપાયભૂત નથી. વળી, સંગ્રહનયના આદેશથી તો ફળની અપેક્ષાએ બે જ પક્ષ બતાવ્યા છે. આમ તમે જે સૂત્રના આધારે ત્રણ વિભાગ કરો છો, તે જ સૂત્રમાં કરેલા પહેલા ત્રણ વિભાગ અને પછી બે વિભાગને ઉચિત રીતે સમજવાનયવિભાગ કર્યા વિના ચાલે એમ નથી. વળી જો શ્રાવકને મિશ્રપક્ષ હોય, તો શ્રાવકે કરેલી પૂજા અને શ્રાવકે કરેલો પૌષધ એ બેમાં શો ફેર છે? એનો વિચાર કરો. આ વાત દર્શાવતા કહે છે–