________________
124
પ્રતિમાશતક કાવ્ય-૮૭.
तदा तत्प्रतिपादकं जैनं वचः, क्रियानयविधिश्च सर्वो मिश्रो भवेत्, इत्थं च धर्मपक्षोऽपि ताभ्यां भागाभ्यां मिश्रो भवेदिति मिश्राद्वयं स्यात्, इतरद्वयलोपेन तदेकशेषात्, तथा च तन्मिश्राद्वयं तव मतं भेदमयं पक्षत्रयप्रतिपादकं कथं न लुम्पति ? 'स्वशस्त्रं स्वोपघाताय' इति न्यायस्तवापन्न इति भावः ॥८६॥ तृतीयपक्षमधिकृत्याह
भावोऽधर्मगतः क्रियेतरगतेत्यत्रापि भङ्गे कथं,
मिश्रत्वं तमधर्ममेव मुनयो भावानुरोधाद् विदुः। भक्त्याऽर्हत्प्रतिमार्चनं कृतवतां न स्पृश्यमानः पुन
र्भावश्चित्तमिवाग्रहाविलधियां पापेन संलक्ष्यते ॥ ८७॥ (दंडान्वयः→ भावोऽधर्मगतः क्रिया इतरगता इत्यत्रापि भङ्गे मिश्रत्वं कथम् ? (यतः) भावानुरोधाद् मुनयस्तमधर्ममेव विदुः। भक्त्याऽर्हत्प्रतिमार्चनं कृतवतां भावः आग्रहाविलधियां चित्तमिव पापेन न स्पृश्यमानः સંસ્થત )
'भाव'इति । भावोऽधर्मगतः क्रिया इतरगता-धर्मगतेत्यत्रापि तात्तीर्यिके भङ्गे मिश्रत्वं कथम् ? यतो भावानुरोधात्तमधर्ममेव मुनयो विदुः, दुष्टभावपूर्विकाया विहितक्रियाया अपि प्रत्यवायबहुलत्वेनाधर्मत्वात्, अत વિશેષ્ય કે સંસર્ગઃસંબંધ દ્વિવિધિમાં આ ત્રણમાંથી બે, અને ત્રિવિધિમાં આ ત્રણે) વિધેય બનતા દેખાય છે. આમ તે-તે વ્યક્તિને આશ્રયી વિધેય અંશોમાં ભેદ હોવા છતાં વસ્તુતઃ તો યતનાયુક્ત દ્રવ્યસ્તવ આદિ પૂર્ણ અર્થમાં જ વિધેયતા છે. તેથી તે ધર્મરૂપ જ છે. જો આમ નહીં માનો અને દ્રવ્યસ્તવમાં ‘યતના’ અને ‘ક્રિયા' આ બે અંશને આગળ કરી મિશ્રતા(યતનાઅંશથી શુદ્ધિ અને ક્રિયાઅંશથી અશુદ્ધિ) સ્વીકારશો, તોદ્રવ્યસ્તવગેરે અંગેના ભગવાનના વચનો, તથા ક્રિયાનયને માન્ય વિધિઓ આ બધાને મિશ્રધર્મરૂપ માનવાની આપત્તિ આવશે. આમ ધર્મપક્ષ પણ યતના અને ક્રિયા આ બે ભાગથી મિશ્રરૂપ બની જશે. આમ મિશ્રદ્વૈતપક્ષ જ રહેશે. તેથી (ધર્મપક્ષ અને અધર્મપક્ષ) બે પક્ષનો લોપ માનવો પડશે. આમ તમારા ધર્મઆદિ ત્રણ પક્ષના સ્થાપક વચનને જ બાધ આવશે. આમદ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષની સ્થાપના કરવા જતાં તમારા સિદ્ધાંતને બાધ આવતો હોવાથી, તમારે માટે તો પોતાનું શસ્ત્ર પોતાના જ ઘાત માટે થશે.
સાર - જિનવચનના બળથી દ્રવ્યસ્તવ વિધેય તરીકે જ સિદ્ધ છે. સ્વેચ્છાપ્રાપ્ત તરીકે નહિ. તેમાં માત્ર જયણા' વિધેયરૂપ નથી. યતના તો માત્રદ્રવ્યસ્તવને વિશેષરૂપ અર્પવાનું જ કાર્ય કરે છે. તેથી “જયણાયુક્તદ્રવ્યસ્તવ વિધેય છે એમ ફલિત થાય છે. આમ વિધેય હોવાથી, દ્રવ્યસ્તવ શુદ્ધ ધર્મ તરીકે સિદ્ધ થાય છે. ૮૬ મિશ્રપક્ષ સ્થાપક “ભાવ અધર્મગત અને ક્રિયા ધર્મગત આ પ્રકારના ત્રીજા વિકલ્પને આગળ કરી કહે છે
અશુભભાવ-શુભજિયા મિશ્રતા ખંડન કાવ્યર્થ - “ભાવ અધર્મસંબંધી અને ક્રિયા ધર્મસંબંધી’ આ પ્રમાણેના ત્રીજા વિકલ્પમાં પણ મિશ્રપણું કેવી રીતે ઘટશે? કારણ કે ભાવના અશુભપણાને કારણે મુનિઓ તેને અધર્મ તરીકે જ ગણે છે. આગ્રહના કાદવથી લેપાયેલી બુદ્ધિવાળાઓનું ચિત્ત જેમ પાપથી સ્પર્શાયેલું દેખાય છે. તેમ ભક્તિથી જિનપ્રતિમાપૂજન કરનારાઓનો ભાવ પાપથી સ્પર્શયેલો દેખાતો નથી.
“અધર્મમયભાવથી યુક્ત ક્રિયા અધર્મરૂપ જ છે' એમ તત્ત્વદર્શી મુનિઓ જાણે છે. કારણ કે દુષ્ટ આશયથી યુક્ત વિહિત ક્રિયા પણ અનેક નુકસાનોથી સભર હોય છે. તેથી જ નિદ્વવ વગેરેનું નિગ્રંથરૂપ દુરંત સંસારનું કારણ