________________
122
પ્રતિમાશતક કાવ્ય-૮૬)
समानः, कृतौ हिंसात्वावच्छिन्नसाध्यत्वाख्यविषयताऽभावोप्युभयोर्यतमानयोः(यतनायतनयोः पाठा.) तुल्यः, अशक्यपरिहारोऽपि प्रसक्ताकरणप्रत्यपायभिदा(या पाठा.) द्वयोः शास्त्रीय इति सूक्ष्ममीक्षणीयम् ॥ ८५॥ अपवादप्राये कर्मणि न विधिः, किन्तु यतनाभाग एव स्वच्छन्दप्राप्ततया च तत्र मिश्रत्वं स्याद्, अत्र आह
पूर्णेऽर्थेऽपि विधेयता वचनत: सिद्धा लिङ्गात्मिका,
भागे बुद्धिकृता यतः प्रतिजनं चित्रा स्मृता साकरे । नो चेज्जैनवचः क्रियानयविधिः सर्वश्च मिश्रो भवे
दित्थं भेदमयं न किं तव मतं मिश्राद्वयं लुम्पति ॥८६॥ (दंडान्वयः→ पूर्णेऽर्थेऽपि वचनत: लिङ्गात्मिका विधेयता सिद्धा, भागे बुद्धिकृता, यतः आकरे सा प्रतिजनं चित्रा स्मृता। नो चेत् ? जैनवच: क्रियानयविधिश्च सर्व: मिश्रो भवेत्। इत्थं भेदमयं मिश्राद्वयं तव मतं किं ન તુમ્પતિ?)
'पूर्णेऽर्थेऽपि'इति। पूर्णेऽर्थेऽर्यमाणे यतनाविशिष्टे कर्मणि लिङ्गात्मिका-लिङ्गर्थस्वरूपा विधेयता वचनत: =श्रुतिमात्रेण सिद्धा प्रवर्तनाया एव तदर्थत्वात्, तस्याश्च प्रवृत्तिहेतुधर्मात्मकत्वात्, 'प्रवृत्तिहेतुं धर्मं च प्रवदन्ति તો સાધુની પણ બધી ચેષ્ટા હિંસારૂપ જ છે. (પ્રમાદયુક્ત સાધુની પડિલેહણઆદિ બધી ક્રિયાઓ છકાયજીવની વિરાધના કરનારી હોય છે. તેવું વચન છે.) સાધુની નદીઉતરણ' આદિ પ્રવૃત્તિમાં હિંસા જો અશક્યપરિહારરૂપ છે એમ કહેશો, તો ગૃહસ્થની જિનપૂજાઆદિ પ્રવૃત્તિમાં પણ હિંસા અશક્યપરિડારરૂપ છે. “જિનપૂજાના પ્રસંગમાં હિંસા હોવાથી ગૃહસ્થ પૂજા નહીં કરે તો હિંસા નથી. આમ, અશક્યપરિડાર નથી' એ વચન “સાધુ નદી નહીં ઓળંગે તો (નદીજળગત) જીવવિરાધના નથી-તેથી અશક્યપરિહાર નથી' વચનને તુલ્ય છે. “સાધુ અપવાદપદે પણ નદી ન ઓળંગે, તો અપ્રતિબદ્ધવિહારની આજ્ઞાનો ભંગ વગેરે પ્રત્યપાય રહેલા છે.” એ વચન “શ્રાવક જિનપૂજા ન કરે, તો જિનોક્તઆવશ્યકકૃત્યમાંથી ભ્રષ્ટ થવું વગેરે પ્રત્યપાયો રહેલા છે' વચનને તુલ્ય છે. તેથી બન્ને સ્થળે જીવવિરાધના અશક્યપરિહારરૂપે સમાનતયા શાસ્ત્રીય છે એમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. ૮૫
યતનાયુક્ત દ્રવ્યસ્તવની વિધેયતા પૂર્વપક્ષ - વિધિ અપવાદપ્રાય ક્રિયાઅંગે નથી હોતી, પણ તે આપવાદિક ક્રિયાકાળે રાખવા યોગ્ય યતનાના અંશેજ હોય છે. આમ અપવાધ્યાયઃ ક્રિયાઓમાં પ્રવૃત્તિ સ્વેચ્છાપ્રાપ્ત છે, અને યતનાઅંશે વિધિ છે. તેથી તે ક્લિાઓમાં મિશ્રપણું પ્રાપ્ત થાય છે.
આનો ઉત્તર આપતા કહે છે–
કાવ્યર્થ - યતનાને કારણે પૂર્ણ અર્થ(ક્રિયા)માં પણ લિંગર્થરૂપ(=વિધ્યર્થરૂપ) વિધેયતા વચનમાત્રથી જ સિદ્ધ છે. અંશે બુદ્ધિકૃત વિધેયતા દોષરૂપ નથી, કારણ કે સ્યાદ્વાદરનાકરમાં પ્રત્યેક મનુષ્યની અપેક્ષાએ તે વિધેયતા જુદી જુદી હોઇ શકે તેમ બતાવ્યું છે. જો આમ માન્ય નહીં રાખો, તો જેન સિદ્ધાંત અને ક્રિયાનયની બધી વિધિ મિશ્ર માનવી પડશે. તેથી માત્ર મિશ્રધર્મ જ રહેશે. આ માત્ર મિશ્રપક્ષ શું તમારા(પાર્ધચંદ્રના) ભેદમય(ત્રણ પક્ષ - ધર્મઅધર્મ અને મિશ્ર)પક્ષનો લોપ નહિ કરે? અર્થાત્ અવશ્ય લોપ કરશે.
યતનાયુક્ત ક્રિયા પૂર્ણઅર્થરૂપ છે. તેવી ક્રિયાની વિધેયતા(=આચરણ યોગ્યતા) વચનમાત્રથી સિદ્ધ છે, કારણકે પ્રવર્તના જ તે વિધિવચનોના - વિધ્યર્થપ્રયોગોના અર્થરૂપ છે અને પ્રવર્તનાપ્રવૃત્તિમાં કારણભૂત ધર્મરૂપ છે.