________________
અિશુભભાવ-શુભક્રિયા મિશ્રતા ખંડન
125
एव निह्नवादीनां निर्ग्रन्थरूपस्य दुरन्तसंसारहेतुत्वेनाधर्मत्वं - 'सत्तेयादिट्ठीओ, जाइजरामरणगब्भवसहीणं। मूलं संसारस्स उ हवंति णिगंथरूवेणं'। इत्यादिना व्यवस्थापितम्। न च दृष्टीनां नियतोत्सूत्ररूपाणामेवैतत्फलं निर्ग्रन्थरूपेणेत्यत्र चोपलक्षणे तृतीयेति शङ्कनीयं, चरमप्रैवेयकपर्यन्तफलहेतोर्निह्नवश्रद्धानानुगताचारस्यैवात्र दृष्टिपदार्थत्वात्, निर्ग्रन्थरूपेणेत्यत्र धान्येन धन'मितिवदभेदार्थतृतीयाश्रयात्, विषगराद्यनुष्ठानानामधर्मत्वेनैव बहुशो निषेधाच्चेति दिग्। न च मिश्रणीयोऽधर्मगतो भावः प्रकृतस्थले सम्भवतीत्यप्याह- भक्त्येति' । भक्त्याउपलक्षणाद्विधिना चाहत्प्रतिमार्चनं कृतवतां भावः पापेन न स्पृश्यमानः संलक्ष्यते, व्यतिरेकदृष्टान्तमाहकिमिवाऽऽग्रहाविलधियाम् अभिनिवेशमलीमसबुद्धीनां चित्तमिव, तद्यथा पापेन स्पृश्यमानं संलक्ष्यते, तथा न भक्तिकृतां भाव इति योजना। अथ पुष्पायुपमर्दयामि ततः प्रतिमां पूजयामीति भावः पापस्पृष्टो लक्ष्यत एवेति બનતું હોવાથી અધર્મરૂપ જ છે, તેમ સિદ્ધાંતમાં નિશ્ચિત કર્યું છે. જુઓ -- “આ સાત દૃષ્ટિઓ નિગ્રંથરૂપથી (=નિતવરૂપથી) જન્મ, જરા, મરણ અને ગર્ભના સ્થાનભૂત સંસારનું મૂળ થાય છે.'
શંકા - દુરંત સંસાર સાત નિયત ઉસૂત્રરૂપ દુષ્ટ ભાવનું જ ફળ છે. “નિર્ઝન્થરૂપેણ અહીં જે તૃતીયા વિભક્તિ છે, તે સાધુના વેશમાં રહેલા નિહ્નવોનાદુષ્ટભાવનુંઉપલક્ષણ કરે છે. તેથી નિગ્રંથરૂપ=નિર્ચથવેશથી ઉપલક્ષિત સાત નિહ્નવ દૃષ્ટિ જ તેવી ફલિત થાય છે. તાત્પર્ય - પ્રસ્તુતમાં નિધરૂપ=નિરૈથવેશ અને નિર્ચથક્રિયા આચાર દુષ્ટ નથી, પણ તેનાથી ઉપલક્ષિત સાત નિહ્નવ દૃષ્ટિઓ દુષ્ટ છે. આમ અશુભભાવથી વિહિત ક્રિયા દુષ્ટ થતી નથી.
સમાધાન - પ્રસ્તુતમાં સાત દૃષ્ટિઓ સ્થળે દૃષ્ટિ પદથી ‘નવમા ગ્રેવેયક સુધીના ફળમાં કારણ બનતો નિહ્નવશ્રદ્ધાનથી વણાયેલોચારિત્રાચારઅર્થક સિદ્ધાંતકારને ઇષ્ટ છે. તેથી પ્રસ્તુતમાંદુષ્ટ ભાવથી દુષિતવિહિતક્રિયાને જ દુષ્ટ ગણવાનો આશય છે. “નિર્ઝન્થરૂપેણ અહીં અમેદાર્થક તૃતીયા છે. જેમકે “ધાન્યન ધન'(=ધાન્યરૂપ ધન) સ્થળે અભેદાર્થક તૃતીયા છે, તેથી પ્રસ્તુતમાં ‘નિગ્રંથરૂપ સાત દૃષ્ટિઓ એવો જ અન્વય છે. નિગ્રંથરૂપ” કહેવાથી વિહિતક્રિયા સૂચિત થાય છે. “સાત દષ્ટિનાકથનથી દુષ્ટભાવનું સૂચન થાય છે. આમ અહીંધર્મક્રિયા અને અધર્મભાવનું મિશ્રણ હોવા છતાં મિશ્રપક્ષ ઇષ્ટ નથી, પણ અધર્મપક્ષ જ ઇષ્ટ છે. અહીં દુષ્ટભાવોથી ભળેલા અનુષ્ઠાનોનો વિષગર વગેરેરૂપે અધર્મ તરીકે ઉલ્લેખ કરી ઘણીવાર કરેલો નિષેધ પ્રસ્તુતમાં દષ્ટાંતરૂપ છે. (શાસ્ત્રવિહિત અનુષ્ઠાનો જ ઇહલૌકિક આદિ દુષ્ટાશયથી થતાં હોય, તો વિષાદિ અનુષ્ઠાનરૂપ બને છે- લૌકિક કે કુમારચનિક અનુષ્ઠાનો વિષાદિઅનુષ્ઠાનરૂપ ન બને, કારણ કે તેઓ સ્વરૂપથી જ સંસારઅનુષ્ઠાનરૂપ છે.)
તથા જેના મિશ્રણથી મિશ્રધર્મ ઇષ્ટ છે, તે અધર્મસ્વરૂપ ભાવ પણ પ્રસ્તુતમાં જિનપ્રતિમાપૂજામાં સંભવતો જ નથી. કારણ કે ભક્તિથી અને ઉપલક્ષણથી વિધિથી જિનપ્રતિમાની પૂજા કરતા શ્રાવકોમાં પાપમય ભાવ દેખાતો નથી. તેથી અશુભભાવ અને શુભક્રિયાના મિશ્રણવાળો ત્રીજો પક્ષ તો ઘટતો જ નથી. અહીં પાપભાવ ન દેખાવામાં
વ્યતિરેક દષ્ટાંત બતાવ્યું છે. આગ્રહ=અભિનિવેશથી કલુષિત બુદ્ધિવાળાનું ચિત્ત પાપથી સ્પર્શાવેલું સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે. પણ ભક્તિથી અને વિધિથી પ્રતિમાપૂજન કરનારાનો ભાવ પાપથી લેપાયેલો જરા પણ દેખાતો નથી.
શંકા - પ્રતિમાપૂજન કરતા શ્રાવકનો “હું ફુલવગેરેનું ઉપમદન(=હિંસા) કરું છું અને પછી પ્રતિમાનું પૂજન કરું છું” આવા પ્રકારનો ભાવ પાપથી ખરડાયેલો સ્પષ્ટ દેખાય છે.
સમાધાન - એ પ્રમાણે તો સાધુનો હું નદીના પાણીના જીવોનું ઉપમદન કરું છું અને પછી નદી ઉતરી વિહાર કરું છું,’ એવા પ્રકારનો ભાવ પણ પાપથી લેપાયેલો માની દુષ્ટ માનવો પડશે.
શંકા - કૃતિ=પ્રયત્નનો આનુષંગિક=ગૌણ ઉદ્દેશ્યવિષય અને સાધ્યતાવિષય જયણાશીલ વ્યક્તિ માટે