________________
પ્રતિમાશતક કાવ્ય-૯૦)
न तु तृतीयोऽपि राशिरिति । अन्त्येषु द्रव्ययोगेष्वपि निश्चयान्नैव मिश्रता, तन्मते द्रव्ययोगानामपि मिश्राणामभावात्, तत्तदंशप्राधान्ये शुभाशुभान्यतरस्यैव पर्यवसानाद् निश्चयाङ्गव्यवहारेणापि तथाव्यवहरणात्, अत एवाशोकप्रधानं वनमशोकवनमिति विवक्षया न मिश्रभाषापत्तिः, कथं तर्हि श्रुतभावभाषायां तृतीयभेदस्यापरिगणनं, द्रव्यभावभाषायां तु तत्परिगणनमिति चेत् ? एकत्र निश्चयनयेन धर्मिणोऽर्पणादन्यत्र तु व्यवहारनयेनेति गृहाण। सर्वत्र निश्चयनयेन धर्म्यर्पणे तु भाषाया द्वावेव भेदौ, न चत्वारः। तदवदाम भाषारहस्ये → 'भासा चउविहत्ति य, ववहारणया सुअम्मि पन्नाणं। सच्चा मुसत्ति भासा, दुविह चिय हंदि णिच्छयओ'। [गा. १७] एवं विशदीकृतेऽर्थे भ्रान्तोक्त्या न व्यामोह: कार्य इत्याह-इत्येवं ते-तव कथं भ्रमो-भ्रान्तोपयोग:(भ्रान्तः प्रयोगः पाठान्तरे) विषोद्गारः? किमु सद्भाष्यं यद्विशेषावश्यकं, तदेव सिन्धु:-समुद्रः, तस्य सुधा=अमृतं क्षमाश्रमणगी:-जिनभद्रगणिक्षमाश्रमणवाणी न निष्पीता ? तत्पाने हि भ्रमविषोद्गारो न स्यादेवाहारसदृशत्वादुद्गारस्य, किन्तु कुमतिपरिगृहीतश्रुताभासविषपानस्यैवेदं विलसितमिति सम्भावयामः ॥८९॥ किञ्च सङ्कीर्णकर्मरूपफलाभावादपि सङ्कीर्णयोगो नास्तीति द्रव्यस्तवे मिश्रपक्षोक्तिप्रौढिः खलताविस्तार इत्याह
मिश्रत्वे खलु योगभावविधया कुत्रापि कृत्ये भवे
मिश्रं कर्म न बध्यते च शबलं तत्सङ्क्रमात्स्यात्परम् । तद् द्रव्यस्तवमिश्रतां प्रवदता किं तस्य वाच्यं फलं,
स्वव्युद्ग्राहितमूढपर्षदि मदान्मूख्नमाधुन्वता ॥ ९०॥ તરફ ઢળી પડે છે. નિશ્ચયમાં કારણભૂત વ્યવહાર પણ આ પ્રમાણે જ કહે છે. તેથી જ અશોકપ્રધાન વન= અશોકવન. આ પ્રમાણે મધ્યમપદલોપી સમાસની વિવક્ષા કરવાથી મિશ્રભાષાની આપત્તિ રહેતી નથી. (જેવનમાં પ્રચુરપણે અશોકવૃક્ષો હોય, પણ અલ્પ સંખ્યામાં બીજા વૃક્ષો પણ હોય, એ વનને અશોક્વન કહેવામાં સત્યાસત્ય-મિશ્રભાષા પ્રયોગની આપત્તિ છે. ત્યાં પ્રધાનાંશને આગળ કરી ઉપર કહ્યું તેમ અશોકવન કહેવામાં મિશ્રભાષાને બદલે સત્યભાષા બને છે એ આશય છે.)
શંકાઃ- જો આમ જ હોય, તો મૃતભાવભાષામાં મિશ્રરૂપ ત્રીજા ભેદની ગણના નથી કરી અને દ્રવ્યભાવભાષામાં (ભાષા તરીકે પરિણત પામેલા શબ્દપુદ્ગલો) મિશ્ર ભાષાની ગણતરી કરી છે, આમ વિભાગ કેવી રીતે પડ્યો?
સમાધાનઃ- શ્રુતભાવભાષામાં નિશ્ચયનયને આગળ કરી ધર્મીને(શુભ-અશુભ આશયયુક્ત વક્તાને) મુખ્ય કર્યો છે. દ્રવ્યભાવભાષામાં વ્યવહારનયથી ધર્મ=ભાષાપ્રયોગને મુખ્ય કર્યો છે. સર્વત્ર નિશ્ચયનયથી ધર્મીને પ્રધાન કરવામાં આવે તો ભાષાના બે જ ભેદ પડે. આ વાત અમે (મો. યશોવિજયવાચકે) ભાષાઋસ્થ ગ્રંથમાં કહી છે – “વ્યવહારનયથી ભાષા ચાર પ્રકારની છે એમ કૃતમાં કહ્યું છે. નિશ્ચયનયથી સત્ય અને મૃષા(=અસત્ય) આમ બે જ પ્રકારની ભાષા છે.” આમ દ્રવ્યયોગોમાં પણ નિશ્ચયનય મતે શુભ અને અશુભ એમ બે જ પ્રકાર છે, પણ મિશ્રરૂપ ત્રીજો પ્રકાર નથી' ઇત્યાદિ અર્થ સ્પષ્ટ કરાયો હોવાથી આ બાબતમાં ભ્રમમાં પાડનારા વચનોથી મુંઝાવું જોઇએનહિ. જો વિશેષાવશ્યભાષ્ય મહાગ્રંથરત્નાકરમાં શ્રી જિનભદ્રગણી ક્ષમાશમણે કહેલી અમૃતમયવાણીનું પાન કર્યું હોય, તો કદાપી આવા ભ્રાંતવચનરૂપ ઝેરીલા ઉદ્ધાર આવે નહિ, કારણ કે “આહાર તેવો ઓડકાર.” તેથી દ્રવ્યસ્તવને મિશ્રધર્મ કહેનારું વચન મિથ્યામતિએ પરિગૃહીત કરેલા (અથવા રચેલા) શ્રતાભાસના પઠનરૂપ ઝેરપાનથી પ્રગટ્યું હોય તેમ અમે સંભાવના કરીએ છીએ. ૮૯