________________
420
પ્રતિમાશતક કાવ્ય-૮૫
हिंसा सद्व्यवहारतो विधिकृतः श्राद्धस्य साधोश्च नो, सा लोकव्यवहारतस्तु विदिता बाधाकरी नोभयोः । इच्छाकल्पनयाऽभ्युपेत्य विहिते तथ्या तदुत्पादनो
त्पत्तिभ्यां तु भिदा न कापि नियतव्यापारके कर्मणि ॥ ८५ ॥
(दंडान्वयः→ विधिकृतः श्राद्धस्य साधोश्च सद्व्यवहारतो हिंसा नो, लोकव्यवहारतस्तु विदिता सा उभयोर्न बाधाकरी । इच्छाकल्पनया अभ्युपेत्य विहिते नियतव्यापारके कर्मणि तदुत्पादनोत्पत्तिभ्यां तु न कापि તથ્યા મિવા।।)
“हिंसा’इति। विधिकृतः श्राद्धस्य साधोश्च सद्व्यवहारतः सिद्धान्तव्युत्पन्नजनव्यवहारतो हिंसा नो= नैव भवति, प्रमत्तयोगेन प्राणव्यपरोपणस्यैव तन्मते हिंसात्वात्, स्वगुणस्थानोचितयतनया प्रमादपरिहारस्य चोभयोरविशेषात्, उपरितनेनाधस्तनप्रमादपर्यवसायकतायाश्चातिप्रसञ्जकत्वात्, अधिकारभेदेन न्यूनाधिकभावस्याप्यामुक्तिसम्भवात्, अन्यथा सम्पूर्णाचारश्चतुर्दशोपकरणधरः स्थविरकल्पिको जिनकल्पिकमपेक्ष्य प्रमत्तो न्यूनश्च स्यात्, न चैवमस्ति रत्नरत्नाकरदृष्टान्तेन द्वयोस्तुल्यताप्रतिपादनात्, तस्मात्स्वविषये गृहिणः साधोश्च धर्मकर्मणि हिंसा नास्त्येवेति स्थितम्। लोकव्यवहारतस्तु=बाह्यलोकव्यवहारापेक्षया सा=परप्राणव्यपरोपणरूपा हिं सोभयोः=गृहिમિશ્રપક્ષનો પરિહાર દુઃશક્ય છે. ૫૮૪॥
પૂર્વપક્ષના આ મુદ્દામાં કલંક દેખાડતા કહે છે—
જયણાયુક્ત શ્રાદ્ધક્રિયા સાધુક્રિયા તુલ્ય
કાવ્યાર્થ :- વિધિ કરતો શ્રાવક અને સાધુને સદ્વ્યવહારથી હિંસા નથી, લોક વ્યવહારથી પ્રસિદ્ધ તે હિંસા શ્રાવક અને સાધુને બાધક બનતી નથી. યથેચ્છ કલ્પનાથી હિંસા સ્વીકારીને તો વિહિત નિયતવ્યાપારવાળી (=અવર્જનીયહિંસાયુક્ત) ક્રિયામાં તદુત્પાદ-તદુત્પત્તિ બન્ને પ્રકારથી કોઇ તાત્ત્વિક ભેદ નથી.
વિધિને આદરતા શ્રાવક અને સાધુ બન્ને સમાનતયા સિદ્ધાંતથી પરિણતવ્યવહારવાળા છે. તેથી તેઓની ધર્મપ્રવૃત્તિ અપ્રમત્તયોગરૂપ જ બને છે. અને સિદ્ધાંતના મતે ‘પ્રમાદથી જીવવધ કરવો’ એ જ હિંસારૂપ છે. ‘શ્રાવક સાધુ જેવી યતનાવાળો નથી.’ એવી બુમરાણ ન મચાવવી, કારણ કે પોતાના ગુણસ્થાનને ઉચિત યતનાવાળો શ્રાવક સાધુની જેમ જ પ્રમાદના ત્યાગવાળો જ છે.
પૂર્વપક્ષ :- તો પણ શ્રાવકમાં સાધુના જેવી યતના કે સાધુ જેવો અપ્રમાદભાવ તો નથી જ.
ઉત્તરપક્ષ :- આમ ઉપરના ગુણસ્થાનની જયણા કે અપ્રમાદની અપેક્ષાએ નીચેના ગુણસ્થાને રહેલામાં અજયણા કે પ્રમાદ બતાવવો યોગ્ય નથી, કારણ કે અધિકારભેદથી ન્યૂનતા-અધિકતા તો છેક મોક્ષ સુધી-ચૌદમાં ગુણસ્થાનના અંત સુધી સંભવે છે. નહિતર તો, સ્વસ્થાને સંપૂર્ણઆચારથી સભર ચૌદ ઉપકરણના ધારક સ્થવિરકલ્પિકને જિનકલ્પિકની અપેક્ષાએ પ્રમત્ત અને ન્યૂન સ્વીકારવો પડશે. પણ વાસ્તવમાં તેમ નથી, કારણ કે રત્નરત્નાકર ન્યાયથી બન્નેને સમાનરૂપે દર્શાવ્યા છે. (જિનકલ્પિક રત્નસમાન છે. તેના ઉત્પાદક હોવાથી સ્થવિરકલ્પ રત્નાકરસમાન છે.) આમ ‘પોતપોતાના વિષયમાં અપ્રમત્ત ગૃહસ્થના અને સાધુના ધર્મકાર્યોમાં હિંસા નથી’ એમ સુનિશ્ચિત થાય છે. બાહ્ય લોકવ્યવહારમાન્ય પરજીવવધરૂપ હિંસા ગૃહસ્થ અને સાધુ બન્નેની (દ્રવ્યસ્તવ અને નદીઉતરણ) ક્રિયામાં છે. પણ તેનાથી કંઇ મિશ્રપક્ષમાં પ્રવેશરૂપ બાધા નથી, કારણ કે તેઓ(શ્રાવક અને સાધુ)