________________
પ્રતિમાશતક કાવ્ય-૮૩)
स्यात्। किञ्च समये आकेवलिनं द्रव्याश्रवं भाषितं विचार्य शुद्धं धर्ममपश्यतस्तनुधियः शोकः कथं गच्छति ?)
__'वाहिनी' इत्यादि। अन्यथा उक्तानभ्युपगमे स्वरूपत एवाश्रवत्वाभिमतस्याधर्मत्वोक्तौ वाहिन्युत्तरणादिके नद्युत्तारप्रमुखे परपदे-अपवादमार्गे चारित्रिणां-भावसाधूनामपापो धमॆकस्वभावो यो भाव:=पुष्टालम्बनाध्यवसायस्तन्मिलितां पापक्रियां नद्युत्तारादिरूपां कुर्वतां मिश्रत्वं मिश्रपक्षाश्रयणं स्यात्, न चैतदिष्टं परस्यापि साधूनां धर्मैकपक्षाभ्युपगमात्। तस्मान्न धर्मभावे स्वरूपत: सावधक्रियाया मिश्रणं द्रव्यस्तव इति गर्भार्थः । अभ्युच्चयमाह- किञ्च, आकेवलिनं केवलिपर्यन्तं समये-सिद्धान्ते जावं च णं एस जीवे एयइ वेयइ तावं च णं आरंभइ' इत्यादिना द्रव्याश्रवं भाषितं विचार्य तावदेव शुद्धं धर्ममपश्यत स्तनुधियः ऐदम्पर्याऽपर्यालोचनेन तुच्छबुद्धेः शोको धर्मपक्षस्थानोच्छेदजनितवैकल्यलक्षणः कथं गच्छतु ? न कथञ्चित्, अत एव सुन्दरर्षिरयोगिकेवलिष्वेव सर्वतः संवरो मतः' इति सूक्ष्माघ्राणेनाकेवलं देशविरतिमेव सम्भावयति, न तु जानीते फलतः सर्वसंवरस्तदा, विवक्षित(भेद)सर्वसंवरस्त्वन्यदापीति। एवं द्रव्यभावमिश्रतां केवलिन्यपि सन्देहानः पाशोऽपि सोरस्ताडं शोचन् केन वार्यतामिति ॥ ८३॥ वादी प्रसङ्ग समाधत्ते
શુભભાવ - અશુભકિયામિશ્રણ નિરાસ ઉપરોક્ત બીજા વિકલ્પના સ્વીકારમાં પૂર્વપક્ષને આવતી અનિષ્ટપત્તિ બતાવે છે–
કાવ્યર્થ - અમારો ઉપરોક્ત મત સ્વીકારવામાં ન આવે, તો તમારે ‘નદી ઉતરવી વગેરે અપવાદમાં અપાપભાવ(=શુદ્ધ ધર્મભાવ)થી યુક્ત પાપ ક્રિયા(=નદી ઉતરવી વગેરે સાવદ્ય ક્રિયા) કરતા સાધુને પણ મિશ્રધર્મનો સ્વીકાર કરવો પડશે. વળી “આગમમાં કેવળી સુધી દ્રવ્યાશ્રવ બતાવ્યો છે તે વચનને વિચારી ક્યાંય શુદ્ધધર્મને નહીં દેખી શકતા આ અલ્પબુદ્ધિવાળાઓનો શોક શી રીતે દૂર થશે?
સ્વરૂપથી જ આશ્રવ તરીકે અભિમત વસ્તુ જો અધર્મરૂપ જ હોય, તો અપવાદપદે નદી ઉતરતા ભાવસાધુને પણ મિશ્રધર્મની આપત્તિ છે, કારણ કે તે વખતે એક બાજુ તે સાધુને માત્ર ધર્મરૂપ પુષ્ટાલંબનનો જ અધ્યવસાય છે. “પુષ્ટાલંબન હોવાથી મારે આ અપવાદનું સેવન કરવાનું છે.” ઇત્યાદિ અધ્યવસાય ધર્મરૂપ જ છે. આમ ભાવ શુભ છે. તો બીજી બાજુ નદીઉતરણક્રિયા હિંસાત્મક હોઇ સ્વરૂપથી સાવદ્ય-આશ્રવરૂપ છે. તેથી અહીં પણ શુભભાવથી મિશ્રિત સ્વરૂપથી પાપક્રિયા હોવાથી મિશ્રધર્મ છે. પણ તમને તે ઇષ્ટ નથી, કારણ કે તમે પણ સાધુને એકમાત્ર ધર્મપક્ષ જ હોય, તેમ સ્વીકાર કર્યો છે. તેથી પ્રસ્તુતમાં સાધુને મિશ્રપક્ષનું દૂષણ ટાળવા અને ધર્મપક્ષ સ્થાપવા જે હેતુ આગળ કરશો, તે દ્રવ્યસ્તવસ્થળે પણ લાગુ પડશે. તેથી ધર્મ-શુભભાવની ઉપસ્થિતિમાં દ્રવ્યસ્તવમાં સ્વરૂપસાવઘક્રિયાના સંયોગથી મિશ્રતા ઊભી થતી નથી – એવો રહસ્યાર્થ સમજવો પડશે. અમ્યુચ્ચય – “આગમમાં “જ્યાં સુધી આ
જીવ કંપન, વેજન કરે છે, ત્યાં સુધી આરંભ કરે છે' ઇત્યાદિવચનથી કેવલી સુધી દ્રવ્યાશ્રવ કહ્યો છે.” આ વચનનો તાત્પર્યાઈ વિચાર્યા વિના જ જેઓ કેવલી સુધી શુદ્ધ ધર્મનો અભાવ છે એમ વિચારે છે, તેઓને ધર્મપક્ષનો ઉચ્છેદ જોઇને થતો શોક શી રીતે દૂર થઇ શકે? અર્થાત્ દૂર ન જ થાય. તેથી જ “અયોગી કેવલીઓને જ સર્વતઃ સંવર હોય આ વચનને આગળ કરી સુંદરરાષિ(સાધુવિશેષ) સૂક્ષ્મબુદ્ધિથી(કટાક્ષમાં) કેવલી અવસ્થા સુધી દેશવિરતિની જ સંભાવના કરે છે. પણ એમ સમજવા તૈયાર નથી કે “પરિણામથી - ફલતઃ સર્વસંવર અયોગી અવસ્થામાં હોવા છતાં તે સંવરથી ભિન્નરૂપે વિવક્ષિત સર્વસંવર(સર્વસાવદ્યયોગના ત્યાગઆદિરૂપ) તો અન્યદા(=અયોગી સિવાયની અવસ્થામાં પણ) સંભવી શકે છે. આમ સયોગી કેવલીમાં પણ દ્રવ્ય-ભાવની મિશ્રતાનો સંદેહ કરતા પાશને (=પાર્ધચંદ્રને) અત્યંત શોક કરતા કોણ અટકાવી શકે? ૮૩