________________
II7
શુભાશુભભાવમિશ્રતા વિકલ્પ અસિદ્ધ येनैकदोपयोगद्वय मनभिमतम् अनिष्टम् । द्रव्यस्तवारम्भोपयोगयोयौंगपद्याभावान्न भावयोर्मिश्रत्वम्; अनारम्भे हि यत्नवान् नारम्भे उपयुज्यते, स्थैर्येऽतिचारभियोऽप्यभावादिति सूक्ष्मदृष्ट्या भावनीयम्। भावो धर्मगत: क्रिया इतरगता आरम्भाख्याऽऽधर्मगता, इत्ययं द्वितीयः पुनर्भङ्गोऽल्प: अक्षोदक्षम इत्यर्थः । कुतः ? शुभाद् भावादेव क्रियागतं यद्रजोहेतुस्वरूपमशुभभावद्वारकत्वं, तस्य क्षयात्, क्रिया ह्यशुभभावद्वाराऽधर्मस्य शुभभावद्वारा च धर्मस्य कारणं न स्वरूपतः ॥ ८२॥ द्वितीयपक्षाभ्युपगम एव वादिनोऽनिष्टापत्तिमाह
वाहिन्युत्तरणादिके परपदे चारित्रिणामन्यथा,
__ स्यान्मिश्रत्वमपापभावमिलितां पापक्रियां तन्वताम् । किञ्चाऽऽकेवलिनं विचार्य समये द्रव्याश्रवं भाषितं,
शुद्ध धर्ममपश्यतस्तनुधियः शोकः कथं गच्छति ॥ ८३॥ (दंडान्वयः→ अन्यथा वाहिन्युत्तरणादिके परपदे अपापभावमिलितां पापक्रियां तन्वतां चारित्रिणां मिश्रत्वं તથા ભાવ ધર્મગત(=શુભ) અને ક્રિયા અધર્મગત(=અશુભ) એવો બીજો વિકલ્પ પણ વજન વિનાનો છે, કારણ કે શુભભાવથી જ ક્રિયામાં રહેલું કર્મબંધનું સ્વરૂપ નષ્ટ થાય છે.
શુભાશુભભાવમિત્રતા વિકલ્પ અસિદ્ધ પૂર્વપક્ષ દ્રવ્યસ્તવ ધર્માધર્મઉભયરૂપ હોવાથી મિશ્રરૂપ છે એવું શાના આધારે કહે છે? શું તે દ્રવ્યસ્તવ કરતી વખતે એકી સાથે દ્રવ્યસ્તવમાં ઉપયોગરૂપ અને તે વખતે થતા આરંભમાં ઉપયોગરૂપ શુભ અને અશુભ ભાવને કારણે દ્રવ્યસ્તવ મિશ્રધર્મરૂપ છે? જો આમ કહેતા હો, તો તે બરાબર નથી, કારણ કે એક સાથે બે ઉપયોગ સંભવતા નથી. દ્રવ્યસ્તવકાળે અનારંભમાં પ્રયત્ન કરી રહેલા શ્રાવકનો આરંભમાં ઉપયોગ હોતો નથી. તથા જ્યારે પૂજાવગેરેમાં ઇચ્છાયોગ અને પ્રવૃત્તિયોગથી આગળ વધી સ્થિરતાયોગની પ્રાપ્તિ થાય છે, ત્યારે અતિચારઆદિ બાધકોનો ભય પણ રહેતો નથી. કારણ કે પૂજાઆદિ વિધિના વારંવાર આસેવનથી આત્મામાં એક પ્રકારના શુભસંસ્કારની મૂડી ઊભી થઇ હોય છે. (જગતમાં પણ દેખાય જ છે કે, અનુભવ અને અભ્યાસથી કૌશલ્ય પ્રાપ્ત કરનારો પછી બેધડક પ્રવૃત્તિ કરતો હોય છે. અને ક્યાંય ભૂલચૂક ન થવાની ખાતરી ધરાવતો હોય છે.) આમ અન્ય ઉપયોગનો અભાવ હોવાથી એકમાત્ર શુભ ઉપયોગ જ વર્તતો હોય છે. આ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું.
પૂર્વપક્ષ - આમ પૂજામાં શુભ ભાવની હાજરીમાન્ય છે. પણ પુષ્પવગેરેને કારણે પૂજા સાવઘક્રિયારૂપ અને કર્મબંધમાં કારણભૂત બને છે. આમ શુભ ભાવ અને અશુભ ક્રિયા હોવારૂપ બીજા વિકલ્પથી દ્રવ્યસ્તવ મિશ્રધર્મરૂપ
ઉત્તરપઃ - આ વિકલ્પ પણ કસ વિનાનો છે. ક્રિયા સ્વતઃ શુભ કે અશુભ નથી, પરંતુ ભાવદ્વારા જ શુભ કે અશુભ છે. તેથી અશુભભાવયુક્ત ક્રિયા જ અશુભ બને છે અને કર્મબંધમાં કારણ બને છે. (મૂળમાં ‘અશુભભાવદ્વારકત્વ' જે કહ્યું છે, તેનો અર્થ છે અશુભભાવરૂપ દ્વારવાળાપણું. ક્રિયાકર્મબંધની સીધી જનિકા નથી, પણ અશુભભાવદ્વારા જનિકા છે. એટલેકે ક્રિયાકાલીન અશુભભાવજન્ય કર્મબંધ એવો અર્થ નીકળે.) શુભભાવયુક્ત ક્રિયા ધર્મરૂપ બને છે અને કર્મબંધમાં કારણ બનતી નથી. પુષ્પપૂજાવગેરે ક્રિયાઓ શુભભાવપૂર્વક હોવાથી તે ક્રિયાઓમાં અશુભભાવદ્વારા સંભવતી કર્મબંધની કારણતા નાશ પામે છે. કારણ કે એક જ ક્રિયામાં એકીસાથે શુભ અને અશુભ આ બે ભાવ સંભવતા નથી, એ પૂર્વે જ સિદ્ધ કર્યું છે. ૮૨.