________________
368
પ્રતિમાશતક કાવ્ય-૨૭) निश्चयतो भणितविषयमेव-अर्हगोचरमेवैकविषयाणां पुष्पामिषस्तुतिप्रतिपत्तीनां यथोत्तरं प्राधान्यात् ॥ १०॥ 'जइणोवि हु दव्वथयभेओ अणुमोअणेण अत्थित्ति। एयं च एत्थ णेयं इय सिद्धं तंतजुत्तीए'॥१०१॥ यतेरपि द्रव्यस्तवभेदः द्रव्यस्तवलेशानुवेधोऽनुमोदनेनास्त्येव, एतच्चात्र ज्ञेयमनुमोदनमेवं सिद्धं तन्त्रयुक्त्या वक्ष्यमाणया ॥ १०१॥ तंतंमि वंदणाए पूअणसक्कारहेउउस्सग्गो। जइणोवि हु णिद्दिट्ठो, ते पुण दव्वत्थयसरूवे ॥१०२॥तन्त्रे सिद्धान्ते वन्दनायां पूजनसत्कारहेतुरेतदर्थमित्यर्थः, उत्सर्ग: कायोत्सर्गोयतेरपि निर्दिष्टः 'पूअणवत्तिआए सक्कारवत्तिआए' इति वचनात्, तौ पुनः पूजासत्कारौ द्रव्यस्तवरूपौ नान्यरूपाविति गाथार्थः ॥ १०२॥ ‘मल्लाइएहिं पूआ सक्कारो पवरवत्थमाइहिं । अण्णे विवजओ इह दुहावि दव्वत्थओ इत्थ' ॥१०३॥ माल्यादिभिः पूजा, तथा सत्कारः प्रवरवस्त्रालङ्कारादिभिः। अन्ये विपर्यय इह वचने वस्त्रादिभिः पूजा माल्यादिभिः सत्कार इति व्याचक्षते, सर्वथा-द्विधापि यथातथास्तु द्रव्यस्तवोऽत्राभिधेय इति ध्येयम्॥ १०३॥ तन्त्र एव युक्त्यन्तरमाह ओसरणे बलिमाईण चेह जं भगवयावि पडिसिद्धं । ता एस अणुण्णाओ उचिआणं गम्मइ तेण'॥१०४॥समवसरणे बल्यादिद्रव्यस्तवाङ्गं न चेह यद्भगवतापि-तीर्थकरेण प्रतिषिद्धं,
અત્યંત ભળેલા છે, અર્થાત્ શ્રાવક આદિને દ્રવ્યસ્તવ પ્રધાન છે, તો (તે દ્રવ્યસ્તવની સાથે) ગૌણભાવે ભાવસ્તવ રહ્યો છે અને સાધુ વગેરેના પ્રધાન ભાવસ્તવ સ્થળે દ્રવ્યસ્તવ ગૌણભાવે રહ્યો છે, કારણ કે નિશ્ચયથી તો બન્નેના વિષય પરમાત્મા અરિહંત જ છે.
શંકા - દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બન્ને અરિહંતને આશ્રયીને જ હોય તો બંનેમાં એક નીચલી કક્ષાનું અને બીજુ ઊંચી કક્ષાનું આવો ભેદ કેમ?
સમાધાન :- બન્ને સ્તવ ભગવાનને આશ્રયી હોવા છતાં પુષ્પપૂજા(=અંગપૂજા), આમિષ(=નૈવેદ્ય= અગ્રપૂજા)પૂજા, સ્તુતિ(=ચૈત્યવંદનવગેરે) ભાવપૂજા અને પ્રતિપત્તિ(=ભગવાનની આજ્ઞાના સ્વીકારરૂપ ચારિત્ર) ઉત્તરોત્તર વધુ શ્રેષ્ઠ છે. આ ચારેય પૂજારૂપે સમાન છે. ચારમાં પ્રથમ ત્રણ દ્રવ્યસ્તવમાં સમાવેશ પામે છે અને છેલ્લી પૂજા ભાવસ્તિવમાં સમાવેશ પામે છે. તેથી ભગવાનને આશ્રયી હોવા છતાં દ્રવ્યસ્તવ કરતાં ભાવ સ્તવને વધુ શ્રેષ્ઠ કહી શકાય છે. અથવા તો બન્ને સ્તવ અરિહંતવિષયક હોવા છતાં ઉપર પ્રમાણે શ્રેષ્ઠતાને આધારે બંનેમાં ભેદ સંભવી શકે છે. આ તાત્પર્ય છે – સમાન વિષયક હોવાના નાતે બંને સ્તવ અભિન્ન છે અને ઉત્તરોત્તર શ્રેષ્ઠતા-પ્રધાનતાની અપેક્ષાએ બન્નેમાં ભેદ છે. ૧૦૦
- સાધુને દ્રવ્યસ્તવ શંકા-ભાવસ્તવ સ્વીકારતા સાધુને દ્રવ્યસ્તવ કેવી રીતે હોઇ શકે? આના સમાધાનમાં કહે છે- સાધુને પણ અનુમોદનાદ્વારાદ્રવ્યસ્તવભેદનો અંશ હોય છે. સાધુની આદ્રવ્યસ્તવઅનુમોદનાહવે બતાવાતી શાસ્ત્રયુક્તિઓદ્વારા શુદ્ધ તરીકે સિદ્ધ થાય છે. ૧૦૧. શાસ્ત્રમાં=સિદ્ધાંતમાં ચૈત્યવંદનમાં પૂજાના અને સત્કારના હેતુથી કાયોત્સર્ગ કરવાનો નિર્દેશ સાધુને પણ કર્યો છે. અતિ ચેઇયાણં સૂત્રમાં પૂમવત્તિના સરવત્તિના પાઠ છે જ. અને બન્ને(=પૂજન અને સત્કાર) દ્રવ્યસ્તવરૂપ જ છે, ભાવરૂવરૂપ નથી. ૧૦૨ા કારણ કે ત્યાં પૂજા પુષ્પમાળાવગેરેથી અને સત્કાર શ્રેષ્ઠ વસ્ત્ર, અલંકાર વગેરેથી થાય છે. અન્ય મતે વસ્ત્રવગેરેથી પૂજા અને પુષ્પમાળા વગેરેથી સત્કાર થાય છે. બેમાંથી જે મત હોય તે, પણ બન્ને મતે આ બન્ને(પૂજા-સત્કાર) દ્રવ્યસ્તવરૂપ જ છે. તે ૧૦૩ દ્રવ્યસ્તવની અનુમોદના અંગે જ બીજી યુક્તિ બતાવે છે- સમવસરણવખતેદ્રવ્યસ્તવના બલિવગેરે અંગનો(=કારણભૂત અંશનો)