________________
398
પ્રતિમાશતક કાવ્ય-૭૧
त्वान्ममत्वाग्रहरहितेन सर्वप्रतिमा अविशेषेण पूजनीयाः, सर्वत्र तीर्थकृदाकारोपलम्भेन तद्बुद्धेरुपजायमानत्वाद्, अन्यथा हि स्वाग्रहवशादर्हद्विम्बेऽप्यवज्ञामाचरतो दुरन्तसंसारपरिभ्रमणलक्षणो बलाद्दण्डः समाढौकते । न चैवमविधिकृतामपि पूजयतस्तदनुमतिद्वारेणाज्ञाभङ्गलक्षणदोषापत्तिरागमप्रामाण्यात्, तथाहि श्रीकल्पभाष्ये → 'निस्सकडमणिस्सकडे अ, चेइए सव्वहिं थुई तिन्नि । वेलंव चेइआणि य, गाउं इक्किक्कया वा वि'।[गा.१/ १८०४] निश्राकृते गच्छप्रतिबद्धेऽनिश्राकृते च तद्विपरीते चैत्ये सर्वत्र तिस्रः स्तुतयो दीयन्ते। अथ प्रतिचैत्यं स्तुतित्रये दीयमाने वेलाया अतिक्रमो भवति, भूयांसि वा तत्र चैत्यानि, ततो वेलां चैत्यानि वा ज्ञात्वा प्रतिચૈત્યમેવ સ્તુતિતતિ [શ્રાદ્ધવિધિ ૦ ટી.] છે. તો બીજા કહે છે કે પોતે ભરાવેલી પ્રતિમાનું જ પૂજન થાય.” અન્ય કહે છે કે ‘વિધિથી ભરાવેલી પ્રતિમાનું જ પૂજન થાય.” અહીં અવસ્થિત પક્ષ=મધ્યસ્થ પક્ષ આ છે – “ગુરુએ ભરાવેલી છે' ઇત્યાદિ આગ્રહ પ્રતિમાપૂજન માટે ઉપયોગી નથી. તેથી મમત્વ કે આગ્રહને છોડી બધી જ પ્રતિમાઓને ભેદભાવ વિના પૂજવી જોઇએ, કારણ કે દરેક પ્રતિમામાં તીર્થકરનો આકાર જ નજરે પડે છે, તેથી દરેક પ્રતિમામાં ‘આ તીર્થકર છે એવી બુદ્ધિ જ થાય છે. નહિતો પોતાના કદાગ્રહથી એક પ્રતિમાને પૂજનારા અને બીજી પ્રતિમાની અવજ્ઞા કરનારાપર ભયંકર સંસારમાં રખડાટનો મોટો દંડ ઠોકાયેલો છે.
શંકાઃ- આમ અવિધિથી કરાયેલી પ્રતિમાની પૂજા કરવાથી અવિધિની અનુમતિ-અનુમોદના થઇ રહી છે અને તેથી આજ્ઞાભંગનો દોષ ઊભો જ છે. શું આ દોષ સંસારમાં ભ્રમણ કરાવનાર નથી ?
સમાધાનઃ- અવિધિથી કરાયેલી પ્રતિમાની પૂજ્યતામાં આગમ પ્રમાણ છે. કહાભાષ્યમાં કહ્યું છે કેનિશ્રાકૃતઃકોઇક અમુક ગચ્છને પ્રતિબદ્ધ તથા અનિશ્રાકૃતઃકોઇપણ ગચ્છસાથે પ્રતિબદ્ધ નહિ, એવા દરેક ચૈત્યમાં ત્રણ-ત્રણ સ્તુતિઓ કહેવી. દરેક ચૈત્યમાં ત્રણ સ્તુતિ કહેવા જેટલો સમય ન હોય, અથવા ઘણા દેરાસરો હોય તો કાળ અને ચૈત્યો વગેરેનો વિચાર કરી દરેક ચૈત્યમાં એક એક સ્તુતિ કહેવી.” (સંભવિત છે કે એક ગચ્છની વિધિ બીજા ગચ્છમાટે અવિધિ બનતી હોય, છતાં સર્વગચ્છના ચૈત્યો અને ગચ્છસાથે સંબંધ નહીં ધરાવતા ચૈત્યોને પણ વંદન કરવાનું બતાવ્યું. વળી અવિધિકારિત ચેત્યોનો નિષેધ પણ બતાવ્યો નહિ. તેથી એ પ્રતિમાના વંદનમાં પણ દોષ નથી.)
અહીં સિદ્ધાંતપક્ષ આ પ્રમાણે છે – ઉત્સર્ગથી તો વિધિથી કરાયેલી પ્રતિમા જ વંદનીય છે. “ગુકારિત’ અને “સ્વયંકારિત’ આ બે પ્રકાર પણ વિધિકારિત પ્રતિમાના જ વિશેષભેદરૂપે દર્શાવ્યા છે. “આ મારા પ્રભુ છે” “આ મારા પિતાજીના ભગવાન છે' ઇત્યાદિ વિષયવિશેષ પ્રત્યેના પક્ષપાતથી વીર્ય-શુભભાવની વૃદ્ધિ ઉલસે છે.
(પોતે ભરાવેલી પ્રતિમાની પૂજા કરતી વખતે પોતાનો પ્રતિમા દ્વારા પરમાત્મા સાથે રાગ વધતો હોવાથી વધુ શુભભાવ આવે એપ્રારંભિક અવસ્થામાં સહજ છે. તેથી બીજા ભગવાનોને છોડી પોતાના પ્રતિમાની પૂજા પહેલી કરે, અથવા વધુ આડંબરથી કરે એ પણ સહજ છે. આ ભવમાં જિનબિંબ ભરાવનારનો પરભવમાં સાક્ષાત્ પરમાત્મા સાથે મેળાપ થવાની વાત સંભળાય છે. ત્યાં મને મનમાં આવી કલ્પના ઉદ્ધવે છે - “જીવનો પોતીકી વસ્તુપર મમત્વ કરવાનો સ્વભાવ અનાદિસિદ્ધ છે. સાંસારિક ચીજો પર મમત્વ કરી સંસારમાં ભટક્યો. હવે એ મમત્વ છોડાવવા બાળકનો હાથ વિષ્ઠામાંથી કાઢવા રમકડું ઘરવાના ન્યાયથી ભગવાનવગેરે પ્રશસ્ત વસ્તુપર મમત્વ પેદા કરાવવું આવશ્યક છે. એમાટે પરમાત્માની ગેરહાજરીમાં પ્રતિમા માધ્યમ બને છે. પોતે ભરાવેલી પ્રતિમા પર મમત્વભાવ પેદા થાય, કે જે શુભસાંકળ બની પરમાત્માપરના મમત્વભાવમાં ટ્રાન્સફર થાય, તો એ જ મમત્વભાવ પ્રબળ પુણ્યનું સાધન બની શકે અને આ પુણ્યની મડી પરભવમાં સાક્ષાત પરમાત્માનો મેળાપ કરાવી દે, એક ઘોડાના પ્રતિબોધ ખાતઃ શ્રીમુનિસુવ્રતસ્વામીએ એક રાતમાં સાઇઠયોજનનાં કરેલા વિહાર પાછળ શું આવું જ કો'ક રહસ્ય છુપાયું હશે?' આમસ્વયંકારિતઆદિ પ્રતિમાના પુજનઆદિમાં વિશિષ્ટ શુભઅધ્યવસાય સંભવિત છે. પણ તેથી અન્ય જિનપ્રતિમાની ઉપેક્ષા, અવજ્ઞા કે અપ્રીતિ ન થાય, તેની કાળજી આવશ્યક છે. અન્યથા સંસારભ્રમણદંડ અનિવાર્ય છે.)