________________
400
પ્રતિમાશતક કાવ્ય-૭૩) (दंडान्वयः→ चैत्यानां खलु निश्रितेतरतया भेदेऽपि तन्त्रे प्रत्येकं लघुवृद्धवन्दनविधिः स्मृतः। साम्ये तु यत्साम्प्रतं इच्छाकल्पितदूषणेन सर्वतः भजनासङ्कोचनं स्वाभीष्टस्य च वन्दनं तदपि किं शास्त्रार्थबोधोचितम्॥)
'चैत्यानाम्' इति। ‘खलु' इति निश्चये। चैत्यानां निश्रितेतरतया निश्रितानिश्रिततया भेदेऽपि, तन्त्रे शास्त्रे, प्रत्येकं लघुवृद्धवन्दनविधिः स्मृतः। साम्ये तु-प्रायस्तुल्यत्वे तु यत् साम्प्रतं-विषमदुःषमाकाले, इच्छाकल्पितं यद् यद् दूषणमन्यगच्छीयत्वादिकं तेन भजनाया:-सेवायाः सङ्कोचन सङ्केपणं बहुभिरंशैलुम्पकसमानतापर्यवसायि स्वाभीष्टस्य-स्वेच्छामात्रविषयस्य च वन्दनं, तदपि किं शास्त्रार्थबोधस्योचितम् ? नैवोचितं, कतिपयमुग्धवणिग्ध्यन्धन(धन्धन पाठा.)मात्रफलत्वादिति भावः॥७२॥ उक्तार्थे काकुव्यङ्गमेव कण्ठेन स्पष्टीकर्तुमाह
चैत्यानां न हि लिङ्गिनामिव नतिर्गच्छान्तरस्योचिते
त्येतावद्वचसैव मोहयति यो मुग्धान् जनानाग्रही । तेनावश्यकमेव किं न ददृशे वैषम्यनिर्णायकं,
लिङ्गे च प्रतिमासु दोषगुणयोः सत्त्वादसत्त्वात्तथा ॥७३॥ (दंडान्वयः→ गच्छान्तरस्य लिङ्गिनामिव चैत्यानां नतिर्न हि उचिता' इत्येतावद् वचसैव य आग्रही मुग्धान् मोहयति। तेन लिङ्गे प्रतिमासु च दोषगुणयोः सत्त्वात्तथाऽसत्त्वाद् वैषम्यनिर्णायकमावश्यकमेव किं न ददृशे ?)
'चैत्यानां न हिं'इति। गच्छान्तरस्य चैत्यानां नतिर्न घुचिता, केषामिव ? लिङ्गिनामिव, गच्छान्तरस्येति सम्बध्यते । अवयवद्वयप्रदर्शनादत्र पञ्चावयवप्रयोग एवं कर्तव्यः - ‘गच्छान्तरीया प्रतिमा न वन्दनीया गच्छान्तरपरिगृहीतत्वात्, यो यो गच्छान्तरपरिगृहीतः, स सोऽवन्दनीयः, यथा अन्यगच्छसाधुः' इति। एतावद्वचसैव यो ભક્તિમાં સંકોચ કરવો અને પોતાને ઇષ્ટ પ્રતિમાને જ વંદન કરવું. શું આ શાસ્ત્રાર્થબોધને ઉચિત છે?
હમણાં સર્વત્ર પ્રાયઃ તુલ્યતા આ વિષમ દુઃષમાકાળમાં સર્વત્ર પ્રાયઃ સરખાપણું છે. છતાં “આ ચેત્ય પરગચ્છનું છે' ઇત્યાદિ દૂષણોનું ઉદ્ધાવન કરી પ્રભુસેવામાં કાપ મુકવો અને માત્ર પોતાની સ્વેચ્છાનો વિષય બનતી પ્રતિમાને જ વંદન કરવું. આવો ભાવ શાસ્ત્રાર્થબોધને ઉચિત નથી. વાસ્તવમાં આ ભાવ ઘણે અંશે પ્રતિમાલોપકના મતને જ મળતો આવે છે. તેથી આ કલ્પના થોડા મુગ્ધ વાણિયાઓને ખુશ કરવાના ધંધાથી (અથવા એમની બુદ્ધિમાં અંધાપો લાવવો) વિશેષ ફળદાયક લાગતી નથી. ૭૨
ઉપર કહેલા અર્થમાં કાકુવ્યંગને જ સાક્ષાત્ સ્પષ્ટ કરવા કહે છે–
કાવ્યાર્થઃ- “બીજા ગચ્છના સાધુઓની જેમ બીજા ગચ્છનાચેત્યોને વંદન ઉચિત નથી.' એવા વચનથી જે કદાગ્રહી વ્યક્તિ મુગ્ધ લોકોને ભરમાવે છે, તેણે લિંગમાં દોષ હોવાથી અને પ્રતિમામાં ગુણ-દોષ ન હોવાથી લિંગ અને પ્રતિમા વચ્ચે ભિન્નપણાનો નિર્ણય કરાવતા આવશ્યક નિર્યુક્તિ ગ્રંથને કેમ જોયો નહિ?
પ્રતિમા અને દ્રવ્યલિંગીમાં તફાવત કાવ્યમાં અનુમાન પ્રયોગના બે અવયવ (૧) પ્રતિજ્ઞા અને (૨) દૃષ્ટાંત છે, તેથી અહીં અનુમાનના પાંચેય અવયવપૂર્વકનો પ્રયોગ આ પ્રમાણે છે – “અન્યગચ્છની પ્રતિમા વંદનીય નથી, કારણ કે તે ગચ્છાંતર પરિગૃહીત છે.