________________
399
વિધિકારિતઆદિ પ્રતિમાઓની પૂજ્યતા
अत्रावस्थितपक्षो यद्यप्युत्सर्गतो विधिकारितत्वमेव गुरुकारितत्वस्वयंकारितत्वयोरपि तद्विशेषरूपयोरेवोपन्यासादत एव विषयविशेषपक्षपातोल्लसद्वीर्यवृद्धिहेतुभूततया तदन्यथात्वे च त्रयाणामपि पक्षाणां भजनीयत्वमुक्तं विंशिकाप्रकरणे हरिभद्रसूरिभिः। तथाहि→ (विहिकारिगाइ।) उवयारंगा इह सोवओगसाहरणाण इट्ठफला। किंचि विसेसेण तओ सव्वे ते विभइयव्व त्ति'।[८/१५] विधिकारितासम्पत्तावपवादतस्त्वाकारसौष्ठवमवलम्ब्य मन:प्रसत्तिरापादनीया। न चैवमविध्यनुमतिरपवादालम्बनेन तन्निरासात् क्रमदेशनायां स्थावरहिंसाननुमतिवद् भक्तिव्यापारप्रदर्शनेन दोषोपस्थितिप्रतिरोधाद्वा काव्य इव व्यक्तिप्रदर्शनेनेति शास्त्रस्थितिः। अत एवोक्तं व्यवहारभाष्ये → लक्खणजुत्ता पडिमा, पासाईआ सम्मत्तलंकारा। पल्हायइ जह व मणं, तह णिज्जरमो विआणाहि ત્તિ' [૬/ર૬૧]. ૭. તત્સર્વ મનસિ ત્યારં–
चैत्यानां खलु निश्रितेतरतया भेदेऽपि तन्त्रे स्मृतः,
प्रत्येकं लघुवृद्धवन्दनविधिः साम्ये तु यत्साम्प्रतम् । इच्छाकल्पितदूषणेन भजनासङ्कोचनं सर्वतः,
स्वाभीष्टस्य च वन्दनं तदपि किं शास्त्रार्थबोधोचितम् ॥७२॥
તેથી જ સ્વયંકારિતઆદિના પક્ષપાતથી ઉઠતા શુભઅધ્યવસાયની વૃદ્ધિમાં કારણ બનવા અને ન બનવા રૂપ વિકલ્પ ત્રણે પક્ષમાં(-વિધિકારિત પક્ષ, ગુરુકારિત પક્ષ, અને સ્વયંકારિત પક્ષ) સંભવે છે, એમ વિંશિકા પ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. જુઓ આ રહ્યો તે પાઠ – ‘(વિધિકારિત વગેરે) કંઇક વિશેષદ્વારા ઉપયોગયુક્તને અને સાધારણ(eતેવા ઉપયોગ વિનાનાને) (અથવા ઉપયોગસાધારણયુક્તને?) ઉપકારના કારણ બને છે અને ઇફળદે છે. તેથી તે બધા જ(=ણે પક્ષ) વિભજનીય(=વૈકલ્પિક) છે.” (તાત્પર્ય - વિધિકારિત આદિત્રણે પક્ષ તેવા ઉપયોગવાળાને શુભ અધ્યવસાયમાં વિશેષતયા કારણ બને - તેવા ઉપયોગ વિનાનાને વિશેષતયા અધ્યવસાયનાં કારણ ન બને - આ વિકલ્પ ત્રણે પક્ષે છે.) વિધિથી કરાયેલી પ્રતિમાની પ્રાપ્તિ ન થતી હોય, તો અવિધિકારિત પ્રતિમામાં પણ રહેલા સુંદર આકાર વગેરેને અવલંબીને પરમાત્માની જ ઝાંખી કરવા દ્વારા મનની પ્રસન્નતા પ્રગટાવવી. (પણ પ્રતિમાના આલંબન વિનાના રહેવું નહિ)
શંકા - આ પ્રમાણે કરવામાં પણ અવિધિની અનુમતિનો દોષ તો ઊભો છે.
સમાધાન - અપવાદમાર્ગે આ પ્રમાણે કરાતું હોવાથી અવિધિની અનુમતિનો પ્રશ્ન જ નથી. જેમકે સર્વવિરતિના ક્રમથી દેશના આપતા ક્રમ પ્રાપ્ત દેશવિરતિની દેશના દેવામાં સ્થાવર જીવોની હિંસાની અનુમોદનાનો દોષ નથી. અથવા ભક્તિની પ્રવૃત્તિના સહજ પ્રદર્શનથી અવિધિઆદિ દોષોની સ્મૃતિ વિસારે પડે છે - જેમકે કાવ્યમાં
વ્યક્તિ પ્રદર્શનથી દોષોપસ્થિતિ ગણાતી નથી. (વ્યક્તિના સ્વરૂપાદિના પ્રદર્શનવખતે કો'ક કાવ્યદોષ સેવાયો હોય, તો પણ તે દોષ વ્યક્તિસ્વરૂપના બોધમાં દબાઇ જાય છે-જણાતો નથી... તેથી કાવ્યદોષ ગણાતો નથી.) આવી શાસ્ત્રમર્યાદા છે. વ્યવહારભાષ્યમાં કહ્યું જ છે કે – “લક્ષણયુક્ત અને સભ્ય અલંકારયુક્ત પ્રતિમા, પ્રાસાદ વગેરે જેમ જેમ મનને પ્રસન્ન કરે, તેમ તેમ નિર્જરા થાય છે. તેમ સમજવું.” ૭૧
આ બધી વાત દિલમાં ધારી કહે છે–
કાવ્યર્થ -ચૈત્યોના નિશ્રિત અને અનિશ્રિત રૂપ ભેદ હોવા છતાં શાસ્ત્રમાં પ્રત્યેક ચૈત્યના સમાનરૂપે નાના મોટા વંદનની વિધિ બતાવી છે. વર્તમાનકાળમાં પ્રાયઃ સરખાપણું હોવા છતાં સ્વઇચ્છાથી કલ્પેલા દૂષણદ્વારા સર્વતઃ