SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ 399 વિધિકારિતઆદિ પ્રતિમાઓની પૂજ્યતા अत्रावस्थितपक्षो यद्यप्युत्सर्गतो विधिकारितत्वमेव गुरुकारितत्वस्वयंकारितत्वयोरपि तद्विशेषरूपयोरेवोपन्यासादत एव विषयविशेषपक्षपातोल्लसद्वीर्यवृद्धिहेतुभूततया तदन्यथात्वे च त्रयाणामपि पक्षाणां भजनीयत्वमुक्तं विंशिकाप्रकरणे हरिभद्रसूरिभिः। तथाहि→ (विहिकारिगाइ।) उवयारंगा इह सोवओगसाहरणाण इट्ठफला। किंचि विसेसेण तओ सव्वे ते विभइयव्व त्ति'।[८/१५] विधिकारितासम्पत्तावपवादतस्त्वाकारसौष्ठवमवलम्ब्य मन:प्रसत्तिरापादनीया। न चैवमविध्यनुमतिरपवादालम्बनेन तन्निरासात् क्रमदेशनायां स्थावरहिंसाननुमतिवद् भक्तिव्यापारप्रदर्शनेन दोषोपस्थितिप्रतिरोधाद्वा काव्य इव व्यक्तिप्रदर्शनेनेति शास्त्रस्थितिः। अत एवोक्तं व्यवहारभाष्ये → लक्खणजुत्ता पडिमा, पासाईआ सम्मत्तलंकारा। पल्हायइ जह व मणं, तह णिज्जरमो विआणाहि ત્તિ' [૬/ર૬૧]. ૭. તત્સર્વ મનસિ ત્યારં– चैत्यानां खलु निश्रितेतरतया भेदेऽपि तन्त्रे स्मृतः, प्रत्येकं लघुवृद्धवन्दनविधिः साम्ये तु यत्साम्प्रतम् । इच्छाकल्पितदूषणेन भजनासङ्कोचनं सर्वतः, स्वाभीष्टस्य च वन्दनं तदपि किं शास्त्रार्थबोधोचितम् ॥७२॥ તેથી જ સ્વયંકારિતઆદિના પક્ષપાતથી ઉઠતા શુભઅધ્યવસાયની વૃદ્ધિમાં કારણ બનવા અને ન બનવા રૂપ વિકલ્પ ત્રણે પક્ષમાં(-વિધિકારિત પક્ષ, ગુરુકારિત પક્ષ, અને સ્વયંકારિત પક્ષ) સંભવે છે, એમ વિંશિકા પ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. જુઓ આ રહ્યો તે પાઠ – ‘(વિધિકારિત વગેરે) કંઇક વિશેષદ્વારા ઉપયોગયુક્તને અને સાધારણ(eતેવા ઉપયોગ વિનાનાને) (અથવા ઉપયોગસાધારણયુક્તને?) ઉપકારના કારણ બને છે અને ઇફળદે છે. તેથી તે બધા જ(=ણે પક્ષ) વિભજનીય(=વૈકલ્પિક) છે.” (તાત્પર્ય - વિધિકારિત આદિત્રણે પક્ષ તેવા ઉપયોગવાળાને શુભ અધ્યવસાયમાં વિશેષતયા કારણ બને - તેવા ઉપયોગ વિનાનાને વિશેષતયા અધ્યવસાયનાં કારણ ન બને - આ વિકલ્પ ત્રણે પક્ષે છે.) વિધિથી કરાયેલી પ્રતિમાની પ્રાપ્તિ ન થતી હોય, તો અવિધિકારિત પ્રતિમામાં પણ રહેલા સુંદર આકાર વગેરેને અવલંબીને પરમાત્માની જ ઝાંખી કરવા દ્વારા મનની પ્રસન્નતા પ્રગટાવવી. (પણ પ્રતિમાના આલંબન વિનાના રહેવું નહિ) શંકા - આ પ્રમાણે કરવામાં પણ અવિધિની અનુમતિનો દોષ તો ઊભો છે. સમાધાન - અપવાદમાર્ગે આ પ્રમાણે કરાતું હોવાથી અવિધિની અનુમતિનો પ્રશ્ન જ નથી. જેમકે સર્વવિરતિના ક્રમથી દેશના આપતા ક્રમ પ્રાપ્ત દેશવિરતિની દેશના દેવામાં સ્થાવર જીવોની હિંસાની અનુમોદનાનો દોષ નથી. અથવા ભક્તિની પ્રવૃત્તિના સહજ પ્રદર્શનથી અવિધિઆદિ દોષોની સ્મૃતિ વિસારે પડે છે - જેમકે કાવ્યમાં વ્યક્તિ પ્રદર્શનથી દોષોપસ્થિતિ ગણાતી નથી. (વ્યક્તિના સ્વરૂપાદિના પ્રદર્શનવખતે કો'ક કાવ્યદોષ સેવાયો હોય, તો પણ તે દોષ વ્યક્તિસ્વરૂપના બોધમાં દબાઇ જાય છે-જણાતો નથી... તેથી કાવ્યદોષ ગણાતો નથી.) આવી શાસ્ત્રમર્યાદા છે. વ્યવહારભાષ્યમાં કહ્યું જ છે કે – “લક્ષણયુક્ત અને સભ્ય અલંકારયુક્ત પ્રતિમા, પ્રાસાદ વગેરે જેમ જેમ મનને પ્રસન્ન કરે, તેમ તેમ નિર્જરા થાય છે. તેમ સમજવું.” ૭૧ આ બધી વાત દિલમાં ધારી કહે છે– કાવ્યર્થ -ચૈત્યોના નિશ્રિત અને અનિશ્રિત રૂપ ભેદ હોવા છતાં શાસ્ત્રમાં પ્રત્યેક ચૈત્યના સમાનરૂપે નાના મોટા વંદનની વિધિ બતાવી છે. વર્તમાનકાળમાં પ્રાયઃ સરખાપણું હોવા છતાં સ્વઇચ્છાથી કલ્પેલા દૂષણદ્વારા સર્વતઃ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy