________________
વિદવચનોની અપૌરુષેયતા અસિદ્ધ
383
।
कारणात्, तद्दर्शनशुभयोगाद् गुणान्तरं तस्यां पूजायामि (यां परिशुद्धमि पाठा. ) ति गाथार्थः ॥ १६६ ॥ 'ता एयगया चेवं हिंसा गुणकारिणि त्ति विन्नेया । तह भणियणायओ च्चिय एसा अप्पेह जयणाए' ॥ १६७ ॥ तत्= तस्मादेतद्गतापि=पूजागताप्येवं हिंसा गुणकारिणीति विज्ञेया, तथा भणितन्यायत एवाधिकनिवृत्त्या एषा हिंसाऽल्पेह यतनयेति गाथार्थः ॥ १६७ ॥ 'तह संभवंतरूवं सव्वं सव्वण्णुवयणओ एयं । तं णिच्छियं कहिआगमपउत्तगुरुसंपदा हिं' ॥ १६८ ॥ तथा सम्भवद्रूपं सर्वं सर्वज्ञवचनत एतत् । यदुक्तं तन्निश्चितं सर्वज्ञकथितागमप्रयुक्तगुरुसम्प्रदायेभ्यः॥१६८॥ ‘वेयवचनं तु णेवं अपोरुसेयं तु तयं मयं जेण । इणमच्वंतविरुद्धं, वयणं चापोरुसेयं च' ॥ १६९ ॥ वेदवचनं तु नैवं सम्भवत्स्वरूपमपौरुषेयमेव तन्मतं येन कारणेनेदमत्यन्तविरुद्धं वर्तते, यदुत वचनं चापौरुषेयं चेति गाथार्थः ॥ १६९ ॥ एतद्भावनायाह - 'जं वुच्चइत्ति वयणं पुरिसाभावे उ णेवमेयं ति । ता तस्सेवाभावो णियमेण अपोरुसेयत्ते ' ॥ १७० ॥ यद्यस्मादुच्यत इति वचनमित्यन्वर्थसंज्ञा पुरुषाभावे तु नैवमेतद्, नोच्यत इत्यर्थः । तत्, तस्यैव वचनस्याभावो नियमेनापौरुषेयत्वे सत्यापद्यते ॥ १७० ॥ 'तव्वावारविरहियं णय कत्थइ सुव्वइ इहं वयणं । सवणे वि य णासंका अदिस्सकत्तुब्भवाऽवेइ' ।। १७१ ।। तद्व्यापारविरहितं न च कदाचित् श्रूयते इह वचनं लोके । श्रवणेऽपि च नाशङ्काऽदृश्यकर्त्रीद्भवाऽपैति प्रमाणाभावादिति गाथार्थः॥ १७१ ॥ 'अद्दिस्सकत्तिगं णो, अण्णं सुव्वइ कहं णु आसंका । सुव्वइ पिसायवयणं कयाइ एयं तु ण છે. ।।૧૬૭।। શંકા ઃ- તમે વાતો તો સુફિયાણી કરી, પણ તે પ્રમાણે સંભવે તેની ખાતરી શી ? સમાધાન :પૂજાવગેરેનું ઉપરોક્ત સ્વરૂપ સંભવિત જ છે, કારણ કે આ બધું સ્વરૂપ સર્વજ્ઞના વચનથી સિદ્ધ છે. શંકા ઃ- - સર્વજ્ઞનું વચન આ જ પ્રમાણે છે, એવો પ્રકાશ તમને ક્યાંથી થયો ? સમાધાન :- આ સર્વજ્ઞના વચનની પ્રાપ્તિ અમને સર્વજ્ઞ કથિત આગમપ્રયુક્ત ગુરુસંપ્રદાયથી થઇ છે. અર્થાત્ હિતકારી આગમને અનુસરતા, અને તેને અપ્રતિકૂળ એવા ગુરુસંપ્રદાય(=સંવિગ્ન, અભ્રાંત ગીતાર્થ ગુરુવરોની પરંપરા)થી અમને પૂજાના આ સ્વરૂપનું જ્ઞાન મળ્યું છે. તેથી તે સત્ય અને પ્રમાણભૂત જ છે. (જેમ આગમ એ માર્ગ છે, તેમ સંવિગ્ન-અભ્રાંત ગીતાર્થોનું આચરણ પણ માર્ગ જ છે. લોકોમાં પણ બાપદાદાના ક્રમથી ચાલી આવતી વાતો અને અનુભવોને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવે છે, તો લોકોત્તરશાસનમાં ભવભીરુ ગીતાર્થ ગુરુવરોની પરંપરા શા માટે અમાન્ય બની શકે ? પૂજાનું સમર્થન કરતાં આગમો અને એ આગમોને અનુસરતા ગીતાર્થ ગુરુવરોની પરંપરાપર શંકા કરી આગમોને અને ગ્રંથોને અપ્રમાણિક ઠેરવી સ્વેચ્છાથી તેમની વાણી સાથે ચેડા કરી, પૂજા વગેરેને અપ્રમાણિતદોષિત કરવાથી વાસ્તવમાં શાસ્ત્ર અને પરમાત્માની જ આશાતના થઇ રહી છે, તેમ નથી લાગતું ?) II૧૬૮ ॥
વેદવચનોની અપૌરુષેયતા અસિદ્ધ
‘યશવગેરે અંગેના વેદવચનો સંભવતા સ્વરૂપવાળા નથી, કારણ કે તેઓ અપૌરુષેય મનાયા છે અને વચન અપૌરુષેય તરીકે અત્યંત વિરુદ્ધ છે.’ (અપૌરુષેય=કોઇ મનુષ્ય કે દેવ વગેરેથી નહિ બોલાયેલા.) ૧૬૯।। આ વિરોધદોષ બતાવે છે– જે બોલાય’તે વચન છે. વચનની આ અન્વર્થસંજ્ઞા છે. (અર્થયુક્ત સંજ્ઞા છે.) પણ પુરુષના અભાવમાં વચનોચ્ચાર થાય કેવી રીતે ? અર્થાત્ વચન બોલનાર કોઇક તો હોવો જોઇએ. તેથી વચન બોલનારના અભાવમાં(=વચનને અપૌરુષેય માનવામાં) વચનના જ અભાવની આપત્તિછે. ૫૧૭૦। આ લોકમાં વચનોચ્ચારની ચેષ્ટા વિના ક્યારેય વચનનું શ્રવણ થતું નથી. ક્યારેક વચનોચ્ચારની ચેષ્ટા દેખાતી ન હોય, ત્યાં વચનોચ્ચાર કરતા કોઇક અદૃષ્ટ વક્તાની જ આશંકા થાય છે, કારણ કે વચનોચ્ચારની ચેષ્ટા વિના વચનની ઉત્પત્તિ અને શ્રુતિ થવામાં કોઇ પ્રમાણ નથી. ૫૧૭૧ પૂર્વપક્ષ ઃ- જે વચનના કર્તા દેખાતા ન હોય, તેવા સંભળાતા (વેદવચનને છોડી) બીજા કોઇ વચન જ નથી કે જેના દૃષ્ટાંતથી વિપક્ષની-અદષ્ટ કર્તાની આશંકા સંભવી શકે. ઉત્તરપક્ષ :- પિશાચ