________________
394
वृषोदनुसारिणो मतमुपन्यस्य दूषयति
પ્રતિમાાતક કાવ્ય-૭૦
वन्द्याऽस्तु प्रतिमा तथापि विधिना सा कारिता मृग्यते, स प्रायो विरलस्तथा च सकलं स्यादिन्द्रजालोपमम् । हन्तैवं यतिधर्मपौषधमुखश्राद्धक्रियादेर्विधे
दलभ्येन तदस्ति किं तव न यत् स्यादिन्द्रजालोपमम् ॥ ७० ॥
→>>
(दंडान्वय: प्रतिमा वन्द्याऽस्तु तथापि सा विधिना कारिता मृग्यते, स च प्रायो विरलः । तथा च सकलमिन्द्रजालोपमं स्यात् । हन्त ! एवं यतिधर्मपौषधमुखश्राद्धक्रियादेर्विधेदलभ्येन किं तदस्ति तव यन्नेन्द्रजालोपमं સ્યાદ્)
!
'वन्द्यास्तु' इत्यादिना । ननु प्रतिमा वन्द्याऽस्तूक्ताक्षरशतैस्तथाव्यवस्थिते: । तथापि सा विधिनाकरिता मृग्यते, सम्यग्भावितानामेव प्रतिमानां भावग्रामत्वेनाभिधानात् । स विधि: प्रायो विरल ऐदंयुगीनानां प्रायोऽविधिप्रवृत्तत्वस्य प्रत्यक्षसिद्धत्वात् । तथा च सकलं प्रतिमागतं पूजाप्रतिष्ठावन्दनादिकमिन्द्रजालोपमं स्याद् महतोऽप्याडम्बरस्यासत्यालम्बनत्वात् । हन्तेति प्रत्यवधारणे । एवं प्रतिमावदेव, यतिधर्मः=चारित्राचारः । पौषधः=श्राद्धानां પર્વવિનાનુષ્ઠાનમ્। તન્મુલા તવાનિયાં શ્રાદ્ધયિા, તવાવિયો વિધિ:, आदिनाऽपुनर्बन्धकाद्युचिताचारपरिग्रहः ।
ધર્મસાગરમત ખંડન
હવે ઉપાધ્યાય ધર્મસાગરના મતનો ઉપન્યાસ કરી તેમાં દોષ દર્શાવે છે—
કાવ્યાર્થ :- ‘પ્રતિમા ભલે વંદનીય હો ! પણ વિધિથી કરાયેલી પ્રતિમાની જ માર્ગણા-ગવેષણા કરવી. પણ અત્યારના કાળમાં તો એ વિધિ અત્યંત વિરલ છે. તેથી પૂજા વગેરે બધું જ ઇંદ્રજાલ તુલ્ય છે.’ જો એમ હોય, તો સાધુધર્મની અને શ્રાવકની પૌષધક્રિયા વગેરેની વિધિ પણ અત્યારના દુર્લભ છે. તેથી એવું શું છે કે જેથી તારા માટે બધી ક્રિયાઓ ઇંદ્રજાલ સમાન નથી ?
વર્તમાનમાં વિધિની પ્રાપ્તિ દુર્લભ
ધર્મસાગર ઉપાઘ્યાય :- ઉપરોક્ત સેંકડો સાક્ષી અને યુક્તિઓથી પ્રતિમા પૂજનીય તરીકે સિદ્ધ થાય છે; તેથી પ્રતિમા પૂજનીય જ છે, તેમાં કોઇ વિવાદ નથી. પરંતુ જે તે પ્રતિમાને વંદન કરવું જોઇએ નહીં, પરંતુ જે પ્રતિમા વિધિમુજબ કરાયેલી હોય અને જેની પ્રતિષ્ઠા વગેરે પણ વિધિસર થઇ હોય, એ જ પ્રતિમા વંદનીય છે કારણ કે શાસ્ત્રમાં સમ્યભાવિત પ્રતિમા જ ભાવગ્રામતરીકે ઓળખાવી છે. પ્રતિમાઅંગેની આ વિધિ અત્યારે પ્રાયઃ વિરલ છે, કારણ કે આધુનિક લોકો પ્રાયઃ કરીને અવિધિમાં જ પ્રવૃત્ત થતાં પ્રત્યક્ષથી દેખાય છે. તેથી પ્રતિમાને આશ્રયીને થતો પૂજા-પ્રતિષ્ઠાવગેરે મોટો પણ આડંબર અસત્યને અવલંબીને હોવાથી ઇંદ્રજાલ જેવો છે–અર્થાત્ નિરર્થક છે. પ્રતિમા પોતે જ અવિધિથી હોવાથી અસત્ હોય, પછી તેને અવલંબીને થતી પૂજા વગેરે કેવી રીતે સત્યરૂપ બની શકે ?
ઉત્તરપક્ષ ઃ - આ જ પ્રમાણે ચારિત્રાચાર તથા શ્રાવકે ચૌદશવગેરે પર્વતીથિએ આચરણીય પૌષધવગેરે તથા અપુનબંધકવગેરેને ઉચિત આચારો - આ બધામાં વિધિમુજબ પ્રવૃત્તિ આ પાંચમા આરામાં અતિદુર્લભ છે. તેથી પ્રતિમાની જેમ આ બધી ક્રિયા પણ અસત્ છે. તેથી તમે આ બધા આચારોનો જે આડંબર કરો છો, એ પણ ઇંદ્રજાલની જેમ વ્યર્થ જ સિદ્ધ થશે. કારણ કે બન્ને સ્થળે ન્યાય તુલ્ય છે.
ધર્મસાગર ઉપાધ્યાય ઃ- આ તો તમે પ્રતિબંદિ બતાવી. અને પ્રતિબંદિનો ઉત્તર આપી શકાય નહી.