________________
વિદિકહિંસામાં અપવાદરૂપતાનો અભાવ
वचनमेवाश्रित्य मरुदेव्यादीनां प्रकारान्तरेणापि भावात् । तद् वचनं वक्त्रधीनं नत्वनाद्यपि, वक्तारमन्तरेण वचनप्रवृत्तेरयोगात्; तदर्थप्रतिपत्तिस्तु क्षयोपशमादेरविरुद्धा तथादर्शनात् । एतत् सूक्ष्मधिया भावनीयम् ॥ १८४॥ 'वेदवयणम्मि सव्वं णाएणासंभवंतरूवं जं । ता इयरवयणसिद्धं वत्थु कहं सिज्झई तत्तो' ॥ १८५ ॥ वेदवचने सर्वमागमादि न्यायेनाऽसम्भवद्रूपं यद् = यस्माद् । तत्= तस्मादितरवचनसिद्धं = सद्रूपवचनसिद्धं वस्तु= हिंसादोषादि कथं सिध्यति, ततो = वेदवचनादिति गाथार्थः ॥ १८५ ॥ 'ण हि रयणगुणारयणे कदाचिदवि होंति उवलसाहम्मा । एवं वयणंतरगुणा ण होंति सामण्णवयणंमि' ।। १८६ ।। न हि रत्नगुणा: शिरः शूलशमनादयोऽरत्ने घर्घरघट्टादौ कदाचिदपि भवन्त्युपलसाधर्म्यात् । एवं वचनान्तरगुणा हिंसादोषादयो न भवन्ति
387
નથી. તેથી કોઇ દોષ નથી. અથવા (આગમ સૂત્રરૂપ અને અર્થરૂપ છે. તેમાં સૂત્રાત્મક આગમ સર્વજ્ઞતામાટે અનેકાંતિક છે. તેથી અર્થથી બીજાંકુરભાવ દર્શાવે છે.) આગમ અને સર્વજ્ઞ વચ્ચે અર્થને આશ્રયી બીજાંકુરભાવ છે. જે કોઇ સર્વશ થાય, તે અર્થથી આગમને પામીને જ સર્વજ્ઞ થાય છે અને આગમના અર્થોના સાધક હોય છે. તાત્પર્ય :- જૈનમતે આગમ અર્થથી અનાદિ છે અને વચનને અપેક્ષીને તીર્થંકરો આગમ-અર્થને પ્રકાશતા હોવાથી દરેક તીર્થની અપેક્ષાએ આદિવાળું છે. પ્રત્યેક તીર્થંકર પૂર્વના તીર્થંકરે વચનથી બતાવેલા અને અર્થથી અનાદિ એવા આગમના આધારે સર્વજ્ઞ થાય છે અને પછી અર્થથી અનાદિ એ આગમને પોતાના વચનથી પ્રકાશે છે. જેમ તે-તે બીજ તેનાથી પ્રગટતાં અંકુરની અપેક્ષાએ પૂર્વકાલીન છે અને પોતાનેમાટે કારણભૂત તે-તે અંકુરની અપેક્ષાએ ઉત્તરકાલીન છે. તેમ તે-તે સર્વજ્ઞ પોતાનાથી પ્રકાશિત થતા આગમવચનની અપેક્ષાએ પૂર્વકાલીન છે અને પોતાની પહેલાના તીર્થંકરના આગમવચનની અપેક્ષાએ ઉત્તરકાલીન છે. આમ આગમને અર્થથી અનાદિ અને વચનથી આદિ માનવાથી તથા બીજાંકુરન્યાયથી અમને દોષ નથી. વળી એવો એકાંત નિયમ નથી કે આગમના વચનને પામીને જ સર્વજ્ઞ થવાય. મરુદેવીમાતા વગેરે જીવો આગમના વચનને પામ્યા વિના અન્યપ્રકારથી પણ કેવળજ્ઞાન પામી ગયાના દષ્ટાંતો અમારે ત્યાં છે. આમ આગમવચન વક્તાને આધીન જ છે, પણ અનાદિ નથી. કારણ કે વક્તાના અભાવમાં વચનપ્રવૃત્તિ સંભવે નહિ. આગમાર્થનો બોધ વચનશ્રવણપર આધારિત નથી. પણ ક્ષયોપશમવગેરેપર જ અવલંબિત છે. વચનશ્રવણ તો ક્ષયોપશમવગેરેમાં નિમિત્ત બનવાદ્વારા જ બોધમાં પ્રયોજક બને છે. આમ ક્યારેક આગમવચનના શ્રવણથી અને ક્યારેક તે વિના પણ આગમાર્થબોધ થવામાં વિરોધ નથી. (તેથી જ સમ્યક્ત્વ પણ (૧) નિસર્ગથી અને (૨) અધિગમથી–એમ બે પ્રકારે ઉત્પન્ન થતું સ્વીકાર્યું છે.) આ પ્રમાણે જ આગમમાં અથવા વ્યવહારમાં દેખાય છે. આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી. ૧૮૪॥
વૈદિકહિંસામાં અપવાદરૂપતાનો અભાવ
પૂર્વોક્ત ન્યાયથી વેદવચનમાં બધું અસંભવિત સ્વરૂપવાળું છે. તેથી બીજા સદ્ગુચનોથી હિંસામાં દોષવગેરેરૂપે સિદ્ધ થયેલી વસ્તુ વેદના વચનથી ‘હિંસામાં અદોષ’ વગેરે રૂપે સિદ્ધ શી રીતે થઇ શકે ? અર્થાત્ ન જ થઇ શકે. ૧૮૫॥ જેમ રત્નના ‘માથાનો દુખાવો દૂર કરવો’ વગેરે ગુણો પથ્થર તરીકે સમાન હોવામાત્રથી રત્ન સિવાયના ઘર્ઘરઘટ્ટ (?) વગેરે પથ્થરોમાં ઉપલબ્ધ થતાં નથી. તેમ વચનતરીકે સમાન હોવામાત્રથી કંઇ વચનાંતરમાં રહેલા ‘હિંસા અદોષ’ વગેરે ગુણો વચનમાં સમાનતા હોવામાત્રથી સંભવી ન શકે. તાત્પર્ય :- ‘જૈનવચને પૂજાગત હિંસાને અદોષ કહી, તેથી વૈદિક વચન યજ્ઞગત હિંસાને અદોષ કહે તે પણ બરાબર છે; કારણ કે બન્ને વચનરૂપે સમાન છે.’ એમ કહેવું વાજબી નથી, કારણ કે બન્ને વચનરૂપ હોવા છતાં વચન વચનમાં ફેર છે. જેમ કે રત્ન અને પથ્થરમાં. ૧૮ ૬॥ તેથી આ સન્યાયને હંમેશા પ્રાજ્ઞપુરુષે અસ્થાન સ્થાપનાથી લઘુ કરવો નહિ, કેવી રીતે ? ચાસપંચાસ