________________
દિવચનોની અપૌરુષેયતા અસિદ્ધ
385
पमुहाणं दिट्ठो तह अत्थभेओवि' ॥१७६॥तानीह पौरुषेयाणि लौकिकान्यपौरुषेयाणि वेदवचनानीति वैधऱ्या स्वर्गोर्वशीप्रमुखानां शब्दानां दृष्टस्तथार्थभेदोऽपि। एवं च य एव लौकिकास्त एव वैदिकाः, स एवैषामर्थ इति यत्किश्चिदेतत् ॥ १७६॥ ‘ण य तं सहावओ च्चिय सत्थपगासणपरं पईवो व्व। समयविभेया जोगा मिच्छत्तपगासजोगाय'॥१७७॥ न च तद्वेदवचनं स्वभावत एव स्वार्थप्रकाशनपरं प्रदीपवत्, कुत: ? इत्याहसमयविभेदायोगात् सङ्केतभेदाभावाद् मिथ्यात्वप्रकाशयोगाच्च, क्वचिदेतदापत्तेरिति भावः ॥ १७७॥ तदाह'इंदीवरम्मि दीवो पगासइ रत्तयं असंतंपि। चंदो वि पीयवत्थं धवलंति ण णिच्छओ ततो'॥१७८॥ इन्दीवरे दीप: प्रकाशयति रक्तामसतीमपि, चन्द्रोऽपि पीतवस्त्रं धवलमिति प्रकाशयति न निश्चयस्ततो वेदवचनाव्यभिचारिण इति गाथार्थः॥ १७८ ॥ ‘एवं णो कहियागमपओगगुरुसंपयायभावो वि। जुजइ सुहो इअं खलु नाएण छिन्नमूलत्ता'॥ १७९॥ एवं न कथितागमप्रयोगगुरुसम्प्रदायभावोऽपि प्रवृत्त्यङ्गभूतो युज्यते, यत इह खलु वेदवचने न्यायेन छिन्नमूलत्वात्, तथाविधवचनासम्भवादिति गाथार्थः ॥ १७९॥ ‘ण कयाइ इओ कस्सइ इह णिच्छयमो कहंचि वत्थुम्मि । जाओ त्ति कहइ एवं जं सो तत्तं सो वामोहो ॥ १८० ॥ न આમ સમાન દેખાતા શબ્દોમાં પણ તમને વૈધર્મ ઇષ્ટ છે-તો તે શબ્દોના અર્થોમાં પણ વૈધર્મ=ભેદ ઇષ્ટ હોવો જોઇએ. તેથી લોકમાં સ્વર્ગાદિ શબ્દથી જે અર્થનો સંકેત થતો હોય, તેના કરતા વેદમાં આવતા સ્વર્ગાદિ શબ્દથી ભિન્ન અર્થનો સંકેત થવો જોઇએ. અન્યથા વેદવચનોને અપરુષેય માનવાથી કોઇ હેતુ નહિ સરે, અને લૌકિકવચનોથી વૈદિકવચનના ભિન્ન અર્થનો નિર્ણય અતીન્દ્રિયજ્ઞાન વિના સંભવે નહિ, તેથી અર્થભેદનો નિર્ણય થતો નથી. વળી તમે પણ વેદવચનોના લોકમાન્ય અર્થ જ કરો છો. આમ વેદવચનોમાં લૌકિકવચનોથી અર્થભેદ સંભવતો નથી. આમ જે લૌકિક વચનો છે, તે જ વૈદિકવચનો છે, અને લૌકિકવચનોના જે અર્થ છે, તે જ વૈદિકવચનોના અર્થ છે. તેથી અપૌરુષેયતાની વાતો વ્યર્થ છે. ૧૭૫-૧૭૬I શંકા - વૈદિક વચનો સ્વભાવથી જ દીવાવગેરેની જેમ સ્વતઃ પોતાના અર્થનું પ્રકાશન કરે છે. તેથી દોષ નથી. સમાધાન - લોકિક વચનો અને વૈદિક વચનોના સંકેતમાં ભેદ દેખાતો નથી. અર્થાત્ લૌકિક શબ્દોના સંકેત અને વૈદિકવચનોના સંકેત અલગ અલગ નથી. લૌકિક “સ્વર્ગ' વગેરે શબ્દનો જે અર્થમાં સંકેત છે, તે જ અર્થમાં વૈદિક “સ્વર્ગ' વગેરે શબ્દોનો સંકત ઉપલબ્ધ થાય છે. તેથી વેદવચનોમાં સ્વતઃ પ્રકાશકતારૂપ વિશેષ માનવો યોગ્ય નથી. વળી જો વૈદિક શબ્દો દીવાની જેમ સ્વતઃ અર્થનો પ્રકાશ કરતા હોય, તો ક્યારેક મિથ્યા અર્થનો પણ પ્રકાશ કરતા હોવાની આપત્તિ છે ૧૭૭ી આ જ વાત બતાવે છે. જેમકે ઇન્દીવર કમળના પાંદડાં લાલ રંગના ન હોય, તો પણ દીવાના પ્રકાશમાં લાલ દેખાય છે. તેમ જ રાત્રે ચંદ્રનો પ્રકાશ પણ પીળા વસ્ત્રને સફેદ રંગવાળું બતાવે છે. આ જ પ્રમાણે સ્વતઃ અર્થપ્રકાશવાજતાં વેદવચન ક્યારેક વિપરીત અર્થ પણ બતાવી શકે. આમ અર્થનિર્ણયમાટે વેદવચન અનેકાંતિક ઠરે છે. વળી વેદવચન ક્યારે કયા અર્થમાં વિપરીતપણું દેખાડે, તેનો નિર્ણય થઇ શકતો ન હોવાથી બધા જ વેદવચનો પ્રમાણભૂત બનતા નથી. તેથી તેના આધારે નિર્ણય થઇ ન શકે. ૧૭૮. વળી, વેદવચનોઅંગેની પ્રવૃત્તિમાં પૌરુષેય આગમ (સ્મૃતિવગેરે) કે ગુરુઓની પરંપરાનો ક્રમ પણ કારણ-પ્રયોજક બની ન શકે, કારણ કે પૌરુષેય આગમ કે ગુરુપરંપરા પાસે વેદવચનોનો નિશ્ચિતઅર્થ કરવાઅંગે કોઇ મૂળઆધાર નથી. અર્થાત્ તેઓ છિન્નમૂળ છે. કારણ કે વેદવચનો કે વેદવચનોના નિશ્ચિતઅર્થ સૂચવતા વચનો સંભવતા જ નથી. ૧૭૯ો આમ આ વેદવચનોથી ક્યારેય, કોઇને પણ, કોઇપણ વસ્તુઅંગેનો નિર્ણય થયો નથી-થઇ શકતો નથી. તેથી એમ કહેવું કે “આ વૈદિક તત્ત્વ છે એ માત્ર વ્યામોહ જ છે. કારણ કે પોતે પણ વૈદિક તત્ત્વને સમજ્યા વગર જ કથન કરે છે. ૧૮૦ તેથી વૈદિકઅર્થને અવલંબી જે વ્યાખ્યારૂપ આગમો શિષ્યોના