________________
384
પ્રતિમાશતક કાવ્ય-૧૭)
सदेव' ॥१७२॥अदृश्यकर्तृकं नो नैवान्यत् श्रूयते कथं चाशङ्का विपक्षादृष्टेरित्यर्थः । अत्राह- श्रूयते पिशाचवचनं कथञ्चन कदाचिल्लौकिकमेतत् तु वैदिकमपौरुषेयं न सदैव श्रूयते ॥१७२॥ यथाभ्युपगमदूषणमाह-वण्णायपोरुसेयं लोइअवयणाणवीह सव्वेसिं। वेयंमि को विसेसो, जेण तहिं एसऽसग्गाहो' ॥१७३॥ वर्णाद्यपौरुषेयं लौकिकवचनानामपीह सर्वेषां वर्णत्वादिवाचकत्वादेः पुरुषैरकरणावेदे को विशेषो येन तत्रैषोऽसद्ग्रहः अपौरुषेयत्वासद्ग्रह इति ॥ १७३ ॥ ‘ण य णिच्छओ विहु तओ जुजइ पायं कहिंचि सण्णाया। जंतस्सत्थपगासणविसएह अइंदियासत्ती' ॥१७४ ॥ न च निश्चयोऽपि ततो वेदवाक्याद् युज्यते प्रायः क्वचिद्वस्तुनि सन्यायात्, यद्-यस्मात्तस्य वेदवचनस्यार्थप्रकाशनविषये इह प्रक्रमेऽतीन्द्रिया शक्तिरिति गाथार्थः ॥ १७४॥ णो पुरिसमित्तगम्मा तदतिसओ वि ण बहुमओ तुम्हं। लोइयवयणेहितो दिटुं च कहंचि वेहम्मं ॥ १७५॥ न पुरुषमात्रगम्यैषा तदतिशयोऽपि न बहुमतो युष्माकमतीन्द्रियदर्शी लौकिकवचनेभ्यः सकाशाद् दृष्टं च कथञ्चिद्वैधऱ्या वेदवचनानामिति गाथार्थः ॥ १७५ ॥ 'ताणीह पोरुसेयाणि अपोरुसेयाणि वेयवयणाणि। सग्गुव्वसिવગેરેના વચનો કોઇક રીતે ક્યારેક સંભળાય છે, ત્યાં ર્તા અદષ્ટ છે. તેથી પિશાચ આદિના વચનોના શ્રવણવખતે પિશાચઆદિ અદષ્ટકર્તાની કલ્પના થાય છે. પૂર્વપક્ષ - પિશાચાદિના વચનો તો લૌકિક છે, જ્યારે આ વૈદિક વચનોતો અપરુષેય છે. આ તફાવત છે. માટે પિશાચાદિ વચન સાથે સરખામણી કરી શકાય નહીં. ઉત્તરપક્ષઃ- જો વેદવચન અપૌરુષેય હોવા છતાં સંભળાતા હોય, તો હંમેશા સંભળાવા જોઇએ. લૌકિક પૌરુષેય વચનમાં વચન શ્રવણમાં બોલનારો કોક હોવો જરૂરી છે, અપૌરુષેયમાં તો એવી કોઇ જરૂરત નથી. તેથી તે હંમેશા સંભળાવા જોઇએ. પણ સંભળાતા નથી. તેથી વેદવચનો અપૌરુષેય તરીકે સિદ્ધ થતાં નથી. અથવા માની લઇએ કે અપૌરુષેયવચન છે, તો પણ પ્રશ્ન છે કે એ વર્ણરૂપે અપરુષેય છે કે વચન-વાક્યરૂપે? ૧૭૨ા શંકાઃ- વેદવચનોમાં વપરાયેલા વર્ગો અપરુષેય છે, અથવા વેદવચનોમાં રહેલી વાચક્તા અપૌરુષેય છે. તેથી વેદવચનો અપૌરુષેય છે. સમાધાન - આ વાત તો લૌકિક વચનો અંગે પણ સમાન છે, “ક આદિવર્ણોની રચના કે સંકેત કોઇ પુરુષવિશેષે કર્યા નથી. તેમજ ઘટ' આદિપદો કબુગ્રીવાદિમાન' વગેરે પદાર્થનાજવાચક બને, ઇત્યાદિરૂપવાચ્યવાચકભાવ પણ કોઇ પુરુષવિશેષને આધીન નથી. (અથવા “ક આદિ આકારભૂત વર્ણ “ક” વગેરેના વાચક છે એવો નિર્ણય કોઇ પુરુષ વિશેષે કર્યો ન હોવાથી લૌકિક વચનોમાં પણ તે-તે વર્ણાદિરૂપે અપૌરુષેયતા ઘટી શકે છે.) તેથી એ રૂપે તો લૌકિકવચનો પણ અપૌરુષેય જ છે. તેથી વેદવચનોમાં કોઇ વિશેષ ન હોવાથી અપૌરુષેયપણાનો અસદ્ગહ રાખવો યોગ્ય નથી ll૧૭૩. વળી સન્યાયથી (=મધ્યસ્થભાવે) વિચારીએ, તો ખ્યાલ આવશે કે વેદવચનો જો વચન-વાક્યરૂપે અપૌરુષેય હોય, તો તેનાથી પ્રાયઃ કોઇપણ વસ્તુમાં નિશ્ચય થઇ શકે નહિ, કારણ કે તે-તે વેદવચનની શક્તિ(=અર્થબોધ કરાવવાનું સામર્થ્ય) કઇ વસ્તુઅંગે છે, તેનો નિર્ણય - અર્થાત્ “આ શબ્દનો અર્થ છે' ઇત્યાદિ અર્થપ્રકાશનશક્તિનું જ્ઞાન અતીન્દ્રિય થશે. (ઇન્દ્રિયનો વિષય નહીં બને.) અને તમારા મતે અતીન્દ્રિયજ્ઞાની વ્યક્તિ સંભવતી નથી. આમ વેદપદોના વાચ્યઅંગે સમ્યબોધ સંભવે નહિ૧૭૪ો આ વેદવચનોની અર્થપ્રકાશનશક્તિ બધા જ પાસે છે, અર્થાત્ સઘળા પુરુષોને વેદવચનોનો અર્થગમ્ય છે=જ્ઞાત છે, એમ તો તમને પણ ઇષ્ટ નથી, કારણ કે પ્રત્યક્ષબાધઆદિ દોષો છે. તથા તમને એ અર્થોના બોધમાં કારણભૂત અતીન્દ્રિયદર્શી અતિશય પણ બહુમત નથી, કારણ કે તમારા મતે કોઇ વ્યક્તિ અતીન્દ્રિયદર્શી સંભવે નહિ. શંકા - માત્રવેદવચનો જ અપૌરુષેય છે. તે વચનોના અર્થ તોલોકમાન્ય અર્થને સમાન જ છે. સમાધાન - “સ્વર્ગ “ઉર્વશી’ વગેરે શબ્દો લૌકિક હોવા છતાં, તેમાં તમે અપરુષેયત્વ અને પૌરુષેયસ્વરૂપ વૈધર્મે ઇચ્છો છો. લૌકિક વચનો પૌરુષેય છે અને વૈદિકવચનો અપૌરુષેય છે – આવું કંઇક વૈધર્મતમને ઇષ્ટ છે. જો