________________
38t).
પ્રતિમાશતક કાવ્ય-૭ 'सुद्दाण सहस्सेण वि ण बंभवज्ञह घाइएणं ति। जह तह अप्पबहुत्तं, एत्थ वि गुणदोसचिंताएं'। १५१॥शूद्राणां सहस्रेणापि न ब्रह्महत्येह घातितेनेति यथा भवतां तथाऽल्पबहुत्वमत्रापि गुणदोषचिन्तायां ज्ञेयमिति गाथार्थः ॥ १५१॥ 'अप्पा च होइ एसा एत्थ जयणाइ वट्टमाणस्स। जयणा उ धम्मसारो विनेया सव्वकज्जेसु'॥१५२॥ अल्पा च भवत्येषा हिंसात्र यतनया प्रवर्त्तमानस्य जिनभवनादौ, यतना च धर्मसारो विज्ञेया सर्वकार्येषु ग्लानादिषु यतनाभावशुद्धिभ्यां हेत्वनुबन्धहिंसाऽभावे स्वरूपत: पर्यवसानमेवाल्पत्वं न चाल्पोऽपि ततो बन्धो 'इट्ठा एसावि हु मोक्खफलं'त्ति [गा. १४२] प्रागेवोक्तत्वादिति प्रामाणिकाः, अणुमित्तो विन कस्सइ बंधो परवत्थुपच्चया भणिओ' [यतिलक्षणसमु. ६२ पू., पुष्पमालाप्रक० २४५ पू.] त्ति सैद्धान्तिकाः ॥१५२॥ 'जयणेह धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव। तव्वुडिकरी जयणा एगंतसुहावहा जयणा'। १५३॥ यतनेह धर्मजननी ततः प्रसूतेः, यतना धर्मस्य पालनी चैव प्रसूतरक्षणात्, तद्वृद्धिकारिणी यतना इत्थं तदृद्धः, एकान्तसुखावहा यतना सर्वतोभद्रत्वादिति गाथार्थः ॥१५३॥ जयणाए वट्टमाणोजीवोसम्मत्तणाणचरणाणं । सद्धाबोहासेवणभावेणाराहगो भणिओ' ॥१५४॥ यतनया वर्तमानो जीव: परमार्थेन सम्यक्त्वज्ञानचरणानां त्रयाणामपि श्रद्धाबोधासेवनभावेन हेतुनाऽऽराधको भणितस्तथा प्रवृत्तेरिति गाथार्थः॥१५४॥ 'एसा નથી' આ અમારો મત છે. ૧૫૦ તમે કહો છો કે “હજાર શૂદ્રોને હણવા છતાં એક બ્રાહ્મણની હત્યા જેટલું પાપ લાગતું નથી. આમ હિંસાના ગુણદોષના વિચારમાં તમે શૂદ્ર અને બ્રાહ્મણની હિંસાથી થતા પાપમાં ભેદ બતાવ્યો (જો કે અમને આ સંમત નથી.) તેમ અમે એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની હિંસાથી થતાં પાપમાં ભેદ માનીએ છીએ (જે અત્યંત સંગત છે.) તેથી આદોષ બતાવી કાચના ઘરમાં રહીને બીજાના ઘરપર પથરા નાખવા સારા નથી. ૧૫૧ વળી અમને તો એકેન્દ્રિયની હિંસા પણ પસંદ તો નથી જ, તેથી જિનભવનવગેરે દ્રવ્યસ્તવમાં ખૂબ જયણાપૂર્વક પ્રવૃત્તિ કરીને આ હિંસા પણ બને એટલી અલ્પ થાય, તેવો જ આશય રાખીએ છીએ. તેથી જ બિમારની વૈયાવચ્ચ વગેરે સર્વકાર્યોમાં ધર્મના સાર તરીકે જયણાને જ સ્વીકારીએ છીએ. આમ જિનભવનવગેરે દ્રવ્યસ્તવમાં જયણાના કારણે હેતુહિંસાનો અને શુદ્ધ ભાવના કારણે અનુબંધહિંસાનો અભાવ છે અને માત્ર સ્વરૂપહિંસા જ રહે છે. જે અત્યંત અલ્પ છે. અહીં ‘અલ્પત્વ' માત્ર સ્વરૂપહિંસાની હાજરીને અપેક્ષીને જ કહ્યું છે, કર્મબંધની અપેક્ષાએ નહિ. કારણ કે જયણાપૂર્વકની દ્રવ્યસ્તવાદિ પ્રવૃત્તિઓ “આ પણ મોક્ષફળ દેનારી તરીકે ઇષ્ટ છે' ઇત્યાદિ પૂર્વે દર્શાવેલા વચનોથી અલ્પ પણ કર્મબંધમાં કારણ બનતી નથી. આમ પ્રમાણિકોનું મંતવ્ય છે. સિદ્ધાંતવાદીઓનો અભિપ્રાય આ છે – કોઇને પણ પર વસ્તુને આશ્રયી અણુમાત્ર જેટલો અલ્પ પણ કર્મબંધ થતો નથી. (અર્થાત્ સર્વત્ર સ્વશુભાશુભભાવ જ બંધઆદિ પ્રત્યેકારણ છે. અનુબંધાદિ હિંસાના અભાવસ્થળે શુભભાવને કારણે કર્મબંધનથી. સ્વરૂપહિંસાતો પરવસ્તુરૂપ હોઇ કર્મબંધ પ્રત્યે કારણ જ નથી. આમ બન્ને અભિપ્રાયથી જયણાશુદ્ધ ક્રિયામાં કર્મબંધનો અભાવ સિદ્ધ છે.) I/૧૫૨// અહીં (જિનશાસનમાં અથવા દ્રવ્યસ્તવાદિ અનુષ્ઠાનોમાં) જયણા ધર્મની માતા છે (કારણ કે જયણાના ભાવથી જ ધર્મ પ્રગટે છે.) વળી જયણા જ ધર્મનું પાલન કરે છે કારણ કે ઉત્પન્ન થયેલા ધર્મનું રક્ષણ કરે છે.) તથા જયણા જ ધર્મમાં વૃદ્ધિ કરે છે. (કારણકે જયણાના ભાવથી જ ધર્મનો આશય પુષ્ટ થાય છે.) આમ જયણા જ સર્વતોભદ્ર હોવાથી એકાંતે સુખાવહા (=સુખ લાવનારી) છે. ll૧૫૩ યતનાથી પ્રવર્તતો જીવ જ પરમાર્થથી શ્રદ્ધા, બોધ અને આસેવન દ્વારા ક્રમશઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રનો આરાધક થાય છે. કારણ કે તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. (જયણાનો પરિણામ ભગવાને પ્રરૂપેલા જીવભેદો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે. નિર્બસપરિણામ શ્રદ્ધાનો અભાવ સૂચવે છે. વળી આશ્રવ અને સંવરનું સાચું જ્ઞાન તો જ કહેવાય, જો જયણાપૂર્વક અપ્રમત્તપણે પ્રવૃત્તિ કરતો હોય. અને સંવરરૂપ ચારિત્રની હાજરી જયણાપૂર્વકની પ્રવૃત્તિ