________________
વિદવિહિતહિંસા ધર્મરૂપ - પૂર્વપક્ષ
373
वामोहो' ॥११९॥आह-एवं द्रव्यस्तवविधाने हिंसापि धर्माय, न दोषकारिणीति स्थितं, एवं च वेदविहिता सा हिंसेह विचारे नेष्यते स व्यामोहो भवतां तुल्ययोगक्षेमत्वात् ॥ ११९॥ 'पीडाकरीत्ति अह सा तुल्लमिणं हंदि अहिगयाए वि।णय पीडाउ अधम्मो णियमा वेज्जेणवभियारा'॥१२०॥पीडाकारिणीत्यथ सा वेदविहिता हिंसा' एतदाशङ्कयाह-तुल्यमिदंहन्दि! अधिकृतायामपि जिनभवनादिहिंसायाम्। उपपत्त्यन्तरमाह-नच पीडातोऽधर्मो नियमाद्-एकान्तेनैव वैद्येन व्यभिचारात्, हितकृतस्तस्यौषधात्पीडोत्पत्तावप्यधर्मानुत्पत्तेः ॥१२०॥ अह तेसिं परिणामे सुहं नु तेसिंपि सुव्वइ एवं । तजणणे विण धम्मो भणिओ परदारगाईणं' ॥१२१॥ अथ तेषां जिनभवनादौ हिंस्यमानानां परिणामे सुखमेवेत्यदोषः, एतदाशङ्क्याह- तेषामपि यागे हिंस्यमानानां श्रूयते एतत्स्वर्गपाठात्, उपपत्त्यन्तरमाह-तज्जननेऽपि सुखजननेऽपि न धर्मो भणितः पारदारिकादीनां, तस्मादेतदपि व्यभिचारीति गाथार्थः ॥ १२१॥ 'सिय तत्थ सुहो भावोतं कुणमाणस्स तुल्लमेयंपि। इयरस्स वि सुहोच्चिय णेयो इयरं कुणंतस्स' ॥ १२२ ॥ स्यात्तत्र जिनभवनादौ शुभो भावस्तां हिंसां कुर्वत इत्येतदाशङ्क्याहतुल्यमेतदपि कथमित्याह-इतरस्यापि वेदविहितहिंसाकर्तुः शुभ एव ज्ञेयो भाव इतरां वेदविहितां हिंसां कुर्वतो यागविधानेन ॥१२२॥ 'एगिंदियाइ अह ते इयरे थोव त्ति ता किमेएणं । धम्मत्थं सव्वं चिय वयणा एसा न दुट्ठत्ति'॥१२३॥ एकेन्द्रियादयोऽथ ते जिनभवनादौ हिंस्यन्त इत्याशङ्क्याह- इतरे स्तोका इति वेदाद्यागे
કરાવવાનો પણ અધિકાર છે – તેમ સિદ્ધ થાય છે.) I૧૧૮
વેદવિડિતહિંસા ધર્મરૂપ - પૂર્વપક્ષ જિનપૂજાની જેમ વેદવિહિત હિંસાને પણ નિર્દોષ ઠેરવવા પ્રયત્ન કરતો વૈદિક પૂર્વપક્ષ:- “આ પ્રમાણે દ્રવ્યસ્તવ કરતા થતી હિંસા ધર્મમાટે છે, દોષકારક નથી એવો તમે(=જેનોએ) નિશ્ચય કર્યો. અને તમે જ દ્રવ્યસ્તવ સંબંધી હિંસાની સમાન પરિસ્થિતિવાળી અને પરિણામવાળી વેદવિહિતહિંસાને ધમતરીકે સ્વીકારતા નથી. ખરેખર! આ તમારો વ્યામોહ-દષ્ટિરાગ છે. ll૧૧૯ો શંકાઃ- (A) વેદવિહિતહિંસા જીવોને પીડાકારી છે. સમાધાનઃદ્રવ્યસ્તવીય હિંસામાં ક્યાં પીડાનો અભાવ છે? વળી એવું એકાંતે નથી કે જેનાથી બીજાને પીડા થાય, તે બધું અધર્મરૂપ જ હોય; કારણ કે ચિકિત્સા અર્થે વૈદ દર્દીને પીડા આપે તો પણ તે અધર્મરૂપ ઠરે નહિ. તેથી પરપીડામાં અધર્મ અનેકાંતિક છે. ૧૨૦ શંકા - (B) જિનભવનવગેરેમાં જેઓની હિંસા થાય છે, તેઓને તે વધ પરિણામે સુખકારક થાય છે. આમ તે વધ બીજાને સુખકર હોવાથી ધર્મરૂપ છે.” આ સિદ્ધાંત છે. સમાઘાન - એમતો “યજ્ઞમાં વધ કરાતાપ્રાણીઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. વળી તમારો સિદ્ધાંત અનેકાંતિક છે, કારણકે પરસ્ત્રીગમન કરનારો તે સ્ત્રીને સુખ આપતો હોવા છતાં ધર્મ કરતો નથી. ૧૨ના શંકા - (C) જિનભવનાદિહેતુક હિંસા કરનારને તે વખતે શુભભાવ હોય છે. સમાધાન :- એ વાત તો યજ્ઞમાટે પણ તુલ્ય જ છે. યજ્ઞ કરનારને પણ વેદવિહિત હિંસા કરતી વખતે શુભભાવ જ હોય છે. /૧૨૨
શંકા - (D) જિનભવનવગેરેમાં થતી હિંસામાં એકેન્દ્રિયજીવોની હિંસા છે, જ્યારે વેદવિહિતહિંસામાં પંચેન્દ્રિય જીવોનો વધ છે. સમાધાન - સાથે સાથે એમ પણ કેમ કહેતા નથી, કે જિનભવનવગેરેમાં અસંખ્ય જીવોનો વધ છે, જ્યારે વેદવિહિતહિંસામાં તો થોડાકનો જ વધ છે. અમારે ત્યાં પંચેન્દ્રિયનો વધ છે, પણ તે અલ્પનો છે, તમારે એકેન્દ્રિયનો વધ છે, પણ તે ઘણાનો – અસંખ્યનો, તેથી જિનભવનઆદિની હિંસા નિર્દોષ છે અને વેદવિહિતહિંસા દોષિત છે આવો કદાગ્રહ છોડી દો. આ બધી હિંસા ધર્માર્થ જ છે. (E) અને ધર્માર્થ હિંસા દુષ્ટ નથી