________________
'200
- પ્રતિમાશતક કાવ્ય-૩૪] ___ मीमांसकस्तु, इन्द्रविश्वेतनस्य सतोऽपि न देवतात्वम्, तद्धि देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वम् । 'ब्राह्मणाय दद्यात्' इत्यादौ ब्राह्मणादेर्देवतात्ववारणाय देशनादेशितेति। देशना वेदः, तेन यत्र यागे हविषि वा चतुर्थ्यन्तपदनिर्देश्यतया यो बोधितः, स तत्र देवता। 'ऐन्द्रं दधि भवति' इत्यादौ देवतातद्धितविधानादिन्द्रोऽस्य देवतेत्यर्थो, देवतात्वमत्र चतुर्थ्यन्तपदनिर्देश्यत्वमेवेति नान्योन्याश्रयः। ‘इन्द्राय स्वाहा' इत्यादौ चतुर्थ्या देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वमर्थः । इन्द्रपदं स्वपरं तादृशनिर्देश्यत्ववदिन्द्रपदकत्याग इति वाक्यार्थः । अत एव ब्राह्मणाय स्वाहेत्यादिर्न प्रयोगः, स्वाहादिपदयोगे देवताचतुर्थ्या एव साधुत्वेन ब्राह्मणादेर्निरुक्तदेवतात्वाभावात्। तत्र हि सम्प्रदानत्वबोधकचतुर्युव । अत एव पृथक् सूत्रप्रणयनमपि। आकाशाय स्वाहा' इत्यादौ सम्प्रदानचतुर्थ्यभावेऽपि नमः स्वस्ति' इत्याधुपपदचतुर्थीसम्भवः । मन्त्रलिङ्गादिना च यत्र देवतात्वावगमस्तत्र ततस्तथा श्रुत्युन्नयઆમ તૈયાયિકમાન્ય સ્વત્વ, દેવતાત્વ, મંત્રવગેરેની વ્યાખ્યાઓ વ્યર્થ સિદ્ધ થાય છે.
દેવતાનું સ્વરૂપ - મીમાંસકમને (મીમાંસકો યજ્ઞ, યાગાદિમાં હોમના ઉદ્દેશ્ય તરીકે જે જે દેવતાપદોનો ઉચ્ચાર થાય, તે પદરૂપ શબ્દોને જ દેવતા તરીકે સ્વીકારે છે. આમ તેમના મતે ત્યાં અચેતન શબ્દમય જ દેવતાઓ છે.) ઇન્દ્ર-વિશ્વેતન વગેરે સ–વિદ્યમાન હોવા છતાં પ્રસ્તુતમાં દેવતારૂપ નથી. દેશના દ્વારા દર્શાવાયેલા ચતુર્થીવિભક્તિસંતવાળા પદોથી જેઓ નિર્દેશ્ય બને - જેઓનો નિર્દેશ થાય, તેઓ દેવતા છે.” દેવતાનું આ લક્ષણ છે. “બ્રાહ્મણાયદઘા” વગેરે સ્થળોએ બ્રાહ્મણવગેરેમાં દેવતાપણું ટાળવા ઉપરોક્ત લક્ષણમાં દેશનાદેશિત(=દેશનાદ્વારા દર્શાવાયેલા) એમ કહ્યું. “બ્રાહ્મણીય દદ્યા આ સ્થળે બ્રાહ્મણાય’ પદ ચતુર્થીવિભક્તિવાળું હોવા છતાં દેશનાદેશિત નથી. દેશના=વેદ. તે(=વેદ) જે યાગ કે હોમમાં ચતુર્થીવિભક્તિઅંતવાળા પદથી જેનો નિર્દેશ્યતરીકે બોધ કરાવે છે, તે જ ત્યાં (યાગ કે હોમમાં) દેવતા છે. “ઐન્દ્ર દધિ(=દહીં) ભવતિ(=થાય છે.)' અહીં ઇન્દ્રપદને ચતુર્થી વિભક્તિ નથી લાગી. છતાં પણ અહીં(એન્ડ પદમાં) દેવતાતદ્ધિત(વ્યાકરણના તદ્ધિપ્રકરણમાં દેવતાઅર્થે તદ્ધિપ્રત્યય લાગવાની જે પ્રક્રિયા બતાવી છે તે દેવતાતદ્ધિત કહેવાય છે)નું વિધાન હોવાથી “ઇન્દ્ર આનો દેવતા' એવો અર્થ પ્રાપ્ત થાય છે.
(પ્રસ્તુતમાં બે પ્રકારે અન્યોન્યાશ્રય દોષની કોઇ કલ્પના કરે (૧) “ઇન્દ્રાય સ્વાહા' વગેરે સ્થળોએ દેશનાદેશિતચતુર્થીવિભક્તિઅંતવાળા પદોથી ઇન્દ્રઆદિ કેમ નિર્દેશ્ય છે? “કારણ કે ઇન્દ્રો વગેરે દેવતા છે.” ઇન્દ્રો વગેરે દેવતા કેમ છે? કેમકે તેઓ દેશનાદેશિત ચતુર્થીવિભક્તિઅંતવાળા પદથી નિર્દેશ્ય છે.....” આ પ્રમાણે “મગનલાલ ક્યાં રહે છે? ‘વડલાની બાજુમાં.” વડલો ક્યાં છે? “મગનલાલની ઘરની બાજુમાં.' આની જેમ અન્યોન્યાશ્રયદોષ છે. (૨) “ઐન્દ્ર પદમાં દેવતાતદ્ધિત જ છે તેવો નિર્ણય શી રીતે કર્યો ? કારણ કે ઇન્દ્ર દેવતા છે. ઇન્દ્ર દેવતા કેમ છે? કારણ કે તેનો દેવતાતદ્ધિત થયો છે. અહીં પણ અન્યોન્યાશ્રય છે. આ ઉભયસ્થળકલ્પિત અન્યોન્યાશ્રયદોષ દૂર કરવામાં દેશનાદેશિતચતુäતપદથી નિર્દેશ્ય હોવું એજ નિયામક છે. દેશના=વેદ અનાદિસિદ્ધ છે. તેથી તેમાં રહેલા પદો પણ અનાદિસિદ્ધ છે. તે પદોની સિદ્ધિ ઇન્દ્રાદિના દેવતાપણાવગેરેપર અવલંબિત નથી. તેથી “વેદમાં ઇન્દ્રવગેરેચતર્થીઅંતિપદથી નિર્દેશ્ય કેમ છે?' તેવો સવાલ જ સંભવતો નથી. અને અનાદિસિદ્ધવેદ ઇન્દ્રવગેરેને ચતુર્કીંતપદથી નિર્દિષ્ટ કરે છે માટે તેઓનું દેવતાપણું પણ સિદ્ધ થાય છે. તે જ પ્રમાણે દેશનાદેશિત ચતુર્થ્યપદથી નિર્દય હોવાથી ઇન્દ્રદેવતા તરીકે સિદ્ધ થઇ ગયા પછી, “ઐન્દ્રપદમાં દેવતાતદ્ધિત કેમ છે? તે પ્રશ્નને અવકાશ જ રહેતો નથી. માટે ત્યાં પણ અન્યોન્યાશ્રયદોષ નથી. આ આશયથી ટીકામાં દેવતાત્વમત્ર' ઇત્યાદિ કહ્યું લાગે છે.)
તેથી પ્રસ્તુતમાં ચતુર્થ્યપદથી નિર્દેશ્યતા જ દેવતાત્વ છે. માટે અન્યોન્યાશ્રયદોષ નથી. “ઇન્દ્રાય સ્વાહા' વગેરે સ્થળે ચતુર્થી વિભક્તિનો “વેદસૂચિત ચતુર્થીવિભક્તિઅંતવાળા પદથી નિર્દેશ્યપણું' એવો અર્થ કરવાનો છે. ઇન્દ્રપદ સ્વપરકન્નતાદશનિર્દેશ્યરૂપ છે. તેથી “તાદશ=વેદસૂચિત ઇત્યાદિરૂપ નિર્દેશ્યતાવાળું જે “ઇન્દ્રપદ છે, તે