________________
242
પ્રતિમાશતક કાવ્ય-૪૬)
सव्वहा सव्वपयारेहिं णं सव्वत्थामेसु अच्चंत अप्पमत्तेणं भवियव्वं त्ति बेमि॥ [सू. ३९]
से भयवं! जइ णं गणिणो वि अच्वंतविसुद्धपरिणामस्सवि केइ दुस्सीले सच्छंदत्ताएइ वा गारवत्ताएइ वा जायाइमयत्ताएइ वा आणं अइक्कमेज्जा से णं किमाराहगे भवेज्जा ? गो० ! जे णं गुरू समसत्तुमित्तपक्खो गुरुगुणेसुं ठिए सययं सुत्ताणुसारेणं चेव विसुद्धासए विहरेज्जा, तस्साणमइक्कतेहिं णवणउएहिं चउहिं सएहिं साहूणं जहा (विराहियं) तहा चेव अणाराहगे भवेज्जा।
____से भयवं! कयरे णं ते पंच सए एक्क विवज्जिए साहूणं जेहिं च णं तारिसगुणोववेयस्स महाणुभागस्स गुरुणो आणं अइक्कमिउंणाराहियं? गो० ! णंइमाए चेव उसभाइचउवीसिगाए अतीताए तेवीसइमाए चउवीसिगाए जावणं परिणिव्वुडे चउवीसइमे अरहा तावणं अइक्कतेणं केवइएणं कालेणं गुणनिप्फन्ने कम्मसेलमुसुमूरणे महायसे, महासत्ते, महाणुभागे, सुगहियनामधेज्जे वहरे णाम गच्छाहिवई भूए । तस्स णं पंचसयं गच्छं निगंथीहिं विणा, निगंथीहिं समं दो सहस्से य अहेसि । गो० ! ताओ निग्गंथीओ अच्चंतपरलोगभीरुयाओ, सुविसुद्धनिम्मलंतकरणाओ, खंताओ, दंताओ, मुत्ताओ, जिइंदियाओ, अच्चनम(तभ पाठा.)णिरीओ, नियसरीरस्सा वि य અસાધ્ય ઘોર દારૂણ દુઃખોની જ્વાળાઓથી શેકાતો તે અંતે મર્યો. મળેલો મોઘેરો મનુષ્યભવ પણ મુધા ગુમાવી દીધો. હે ગૌતમ! આ પ્રમાણે જન્મ અને મરણદ્વારા ચૌદ રાજલોકની સતત સ્પર્શના કરતાં અને ચોર્યાસી લાખ યોનિમાં રખડતા એવા તે સાવધાચાર્યના જીવે આ ઘોર સંસારમાં અત્યંતદીર્ઘ અનંતકાળ ભારે ત્રાસ-પીડા-રોગ-કષ્ટ-દુઃખ અને પ્રતિકૂળતાઓથી પૂર્ણ કર્યો.
એ પછી અપરવિદેહ(=પશ્ચિમ મહાવિદેહમાં) મનુષ્ય થયો. સ્વભાવવગેરે ચાર કારણો અનુકૂળ થયા. ભાગ્યોદય શરુ થયો. એકવાર પધારેલા તીર્થકરના વંદને લોકાનુવૃત્તિથી ગયો. પ્રભુની અમૃત ઝરતી વાણીનું પાન કર્યું. પાંચમું કારણ પુરુષાર્થ જાગૃત થયો. પાંચે કારણ ભેગા થયા અને તેમાં પરમાત્મકૃપારૂપ છઠું અસાધારણ કારણ ઉમેરાયું, સંવેગ-નિર્વેદના સ્વસ્તિકો રચાયા. વૈરાગ્ય પ્રબળ બન્યો... એકમાત્ર શરણ્ય પરમાત્માને જીવન સમર્પિત કર્યું. ઉગ્ર આરાધનાઓ કરી. અંતે ત્યાં-વિદેહમાં અહીં પાર્શ્વનાથ ભગવાનના કાળમાં કર્મોની ચુંગાલને હટાવી.. કર્યજનિત ઉપાધિઓના ભારને ઉતારી.... સંસારસાગરને તરી સિદ્ધ થયા, પરમસુખના હંમેશામાટે ભોક્તા થયા. હે ગૌતમ! સાવધાચાર્યએ આ પ્રાપ્ત કર્યું. હે ભગવન્! એ સાવધાચાર્યના જીવે કયા કારણથી આવા પ્રકારના દુસહ, ઘોર, દારુણ, મહાદુઃખોનો સમુદાય આટલા કાળ સુધી વેક્યો? ગૌતમ! તે વખતે સાવધાચાર્ય બોલ્યા કે “આગમ ઉત્સર્ગ અને અપવાદપર રચાયો છે. જિનશાસનમાં એકાંત એ મિથ્યાત્વરૂપ છે. ભગવાનની આજ્ઞા અનેકાંતમય છે.” આ એક વચનને કારણે – આ ઉસૂત્રભાષણને કારણે આટલા દુઃખ સહન કર્યા. “હે ભગવન્! તો શું આગમ ઉત્સર્ગ અને અપવાદપર નિર્ભર નથી? એકાંતની પ્રરૂપણા કરવાની છે?” “ગૌતમ ! પ્રવચન ઉત્સર્ગ અને અપવાદના પાયાપર જ સ્થિત છે અને અનેકાંતની પ્રરૂપણા જ કરવાની છે, એકાંતની પ્રરૂપણા કરવાની નથી. પરંતુ (૧) અપ્લાયનો પરિભોગ (૨) તેઉકાયનો સમારંભ અને (૩) મૈથુનનું સેવન. આ ત્રણને છોડીને. આત્માર્થીમાટે આ ત્રણનો તો એકાંતે નિશ્ચય અને દઢ રીતે નિષેધ અન્યત્ર કરેલો છે.” સાવધાચાર્યે મૈથુનસ્થળે પણ અનેકાંતવાદ બતાવી સૂત્રનું ઉલ્લંઘન કર્યું. સૂત્રના ઉલ્લંઘનથી સન્માર્ગનો નાશ થાય છે. તેનાથી ઉન્માર્ગનું પોષણ થાય છે. ઉન્માર્ગને દઢ કરવાથી ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે અને ભગવાનની આજ્ઞાના ભંગથી અનંતસંસારી થાય છે.’ ‘હે ભગવન્! તો એ સાવધાચાર્યે મૈથુનનું પ્રતિસેવન કર્યું હતું કે નહિ? ગૌતમ! તેણે મૈથુનનું પ્રતિસેવન કર્યું હતું, એમ પણ નહિ અને પ્રતિસેવન કર્યું ન હતું એમ પણ નહિ, પરંતુ પ્રતિસેવનાપ્રતિસેવન કર્યું હતું.” “હે ભગવન્! એમ કેમ