________________
302
પ્રતિમાશતક કાવ્ય-૬૩)
प्रशस्तध्वनिभिर्गुणोत्कीर्तनं कर्तुं, तद्भक्तानां मिथ्यात्वस्थिरीकरणादिदोषप्रसङ्गादित्याशयः। तथा पूर्वप्रथममनालप्तेन सताऽन्यतीर्थिकैस्तानेवालापितुंवासकृत्सम्भाषितुं, संलपितुंवा-पुन: पुन: संलापं कर्तुं, यतस्ते तप्ततरायोगोलककल्पा: खल्वासनादिक्रियायां नियुक्ता भवन्ति, तत्प्रत्ययश्च कर्मबन्ध: स्यात् । तथाऽऽलापादेः सकाशात् परिचयेन तस्यैव तत्परिजनस्य वा मिथ्यात्वप्राप्तिरिति। प्रथमालप्तेन त्वसम्भ्रमंलोकापवादभयात् कीदृशस्त्वमि'त्यादि वाच्यम् । तथा तेभ्य: अन्ययूथिकेभ्योऽशनादि दातुं वा सकृत्, अनुप्रदातुं वा पुनः पुनरित्यर्थः । अयं च निषेधो धर्मबुद्ध्यैव, करुणया तु दद्यादपि। किं सर्वथा न कल्पते ? इत्याह- नन्नत्थ रायाभिओगेणं' इत्यादिनेति-न कल्पत इति योऽयं निषेधः, सोऽन्यत्र राजाभियोगात् तृतीयाया: पञ्चम्यर्थत्वात राजाभियोगंवर्जयित्वेत्यर्थः। राजाभियोगस्तु राजपरतन्त्रता। गण: समुदायस्तदभियोगो-पारवश्यता गणाभियोगस्तस्मात् । बलाभियोगो नाम राजगणव्यतिरिक्तस्य बलवतः पारतन्त्र्यं, देवताभियोगो=देवपरतन्त्रता, गुरुनिग्रहो-मातापितृपारवश्यं, गुरूणां वा-चैत्यसाधूनां निग्रह:-प्रत्यनीककृतोपद्रवो गुरुनिग्रहस्तत्रोपस्थिते, तद्रक्षार्थमन्ययूथिकादिभ्यो दददपि नातिઅમતિ સધ્યમિતિ વિત્ત સંતાનકુત્તિ =જ્ઞાનવિલ્સ, તસ્યા:, સત્તા ઝરવું, લિવ શાન્તા ક્ષેત્ર,
તથા કુતીર્થિકોને આહાર વગેરેનું દાન(એકવાર આપવારૂપ) કે અનુદાન(વારંવાર આપવારૂપ) નકરે “આ તાપસવગેરે મહાત્મા છે. આમને દાન આપવાથી મને મહાન ધર્મ થશે.” આવી ધર્મબુદ્ધિથી દાન આપવાનો જ અહીં નિષેધ છે, કરુણાબુદ્ધિથી-અનુકંપાથી દાન આપી પણ શકાય. “શું સર્વથા દાન આપવું કલ્પતું નથી ? આ શંકાના સમાધાનમાં છ આગાર બતાવ્યા છે. આજે નિષેધ બતાવ્યો છે, તે રાજઅભિયોગવગેરે છ કારણોને છોડી સમજવાનો છે. (સૂત્રમાં રાજ્યાભિયોગેણ ઇત્યાદિમાં ત્રીજી વિભક્તિ પાંચમી વિભક્તિના અર્થમાં છે. તેથી રાજાભિયોગ છોડીને... ઇત્યાદિ અર્થ સમજવો.) (૧) રાજઅભિયોગ- રાજાને પરતંત્રપણું. (૨) ગણઅભિયોગ- ગણ=સમુદાય. તેની પરવશતા. (૩) બળાભિયોગ- બળ, રાજા અને ગણથી ભિન્ન બળવાન વ્યક્તિ. તેની પરાધીનતા. (૪) દેવતાઅભિયોગ- દેવને આધીનતા. (૫) ગુનિગ્રહ- માતાપિતાની પરતંત્રતા અથવા ગુરુ=પ્રતિમા અને સાધુ, શાસનવિરોધી વ્યક્તિ જ્યારે આ બન્નેનો નિગ્રહકરતી હોય, અર્થાત્ બન્નેને ઉપદ્રવ કરતી હોય અને આ બન્નેના રક્ષણ માટે અન્યતીર્થિકોના સહાયની જરૂર પડે ત્યારે આ સહાયતા મેળવવાના આશયથી અન્યતીર્થિકોને અત્ર વગેરે આપવા છતાં દોષ લાગતો નથી અને સમ્યક્તવ્રતમાં અતિક્રમ થતો નથી. (૬) વૃત્તિકાંતાર- નિર્વાહનો અભાવ. વૃત્તિ=આજીવિકા, તેના અંગે. જંગલ જેવાં ક્ષેત્ર કે કાળ, અર્થાત્ આજીવિકાદુર્લભ હોય એવા સ્થાનમાં કે એવા કાળમાં આજીવિકાના હેતુથી દાન કે પ્રણામ કરવા છતાં દોષ નથી. આ છ આગાર છોડી આવા આગાર ન હોય ત્યારે દાન-પ્રણામાદિનો નિષેધ સમજવાનો છે. પ્રતિગ્રહ=પાત્ર, પીઢ'=પાટ વગેરે. '=ટેકા માટેનું પાટિયું. એન=પથ્ય ઔષધ. “પ્રકા =પ્રશ્નના ઉત્તર તરીકે અપાયેલા પદાર્થો.
અહીં અન્યતીર્થિકોએ કબજામાં રાખેલા ચૈત્યને વંદનનો નિષેધ કર્યો એનાથી સ્પષ્ટપણે સૂચિત થાય છે કે અનિશ્રિત(=પરવાદીઓના કબજામાં ન હોય તેવું) અરિહંતચેત્ય વંદનવગેરે વિધિદ્વારા અવશ્ય ઉપાસ્ય છે, કારણ કે વિશેષનો નિષેધ તત્સામાન્યનું વિધાન કરે છે એવો ન્યાય છે.
પૂર્વપક્ષ - પ્રસ્તુતમાં ચેત્યપદ જ્ઞાનાર્થક છે.
ઉત્તરપક્ષ - આવો અર્થ સુજ્ઞ વ્યક્તિ ન કરે, કારણ કે અરિહંતનું જ્ઞાન અન્યતીર્થિકોના કબજામાં હોય તેમ સંભવે નહિ. “ચેત્યથી સાધુ અર્થ પણ તેથી જ ઘટી શકે નહીં, કારણ કે શ્રુતની જેમ એ પણ અન્યથી પરિગૃહીત હોવા સંભવતા નથી.