________________
જિનપૂજાની વિધિ અને ફળ
351
मन्तव्यः सङ्घस्य महत्त्वात्, तद्देशे पूजयतोऽप्येकत्वेन सर्वपूजाऽभावे देवतापूजादिज्ञातेन-देवतादेशपादादिपूजोदाहरणेन देशगतक्रियायामपि देशिपरिणामवद् व्यक्तिगतक्रियायां सामान्यविषयकप्रत्यासत्तिविशेषात् सामान्यावच्छादितयावद्व्यक्तिविषयको परिणामो महान् न दुरुपपाद इति निष्कर्षः ॥ २९॥
विधिशेषमाह- 'तत्तो य पइदिणं सो करिज पूअंजिणिंदठवणाए। विभवाणुसारं गुरुइं काले णिययं विहाणेणं' ॥३०॥तत: प्रतिष्ठानन्तरं प्रतिदिनमसौ श्रावक: कुर्यात् पूजामभ्यर्चनरूपां जिनेन्द्रस्थापनाया: प्रतिमाया इत्यर्थः, विभवानुसारगुर्वीमुचितवित्तत्यागेन काल उचित एव नियतां भोजनादिवद्विधानेन शुचित्वादिनेत्यर्थः ॥ ३०॥ एतदेवाह-'जिणपुआइविहाणं सुइभूओ तीइए चेव उवउत्तो। अण्णंगमच्छिवंतो करेइ जं पवरवत्थूहि' ॥ ३१॥ जिनपूजाया विधानमेतत्-शुचिभूतः सन् स्नानादिना तस्यां पूजायामुपयुक्तः प्रणिधानवानन्यदङ्गं शिरःप्रभृत्यस्पृशन् करोति यत्प्रवरवस्तुभिः सुगन्धिपुष्पादिभिः॥३१॥अत्रैव विधिशेषमाहઅશક્યવસ્તુસંબંધી હોવાથી તુચ્છ છે-મહાન નથી - આ સંભવિત શંકાના સમાધાનમાં કહે છે-) સંઘનો દેશ સંઘથી કથંચિ અભિન્ન છે. તેથી સંઘના એકદેશની પૂજામાં પણ સમગ્ર સંઘની પૂજા સમાયેલી છે. અહીં દષ્ટાંત બતાવે છે- દેવતાના ચરણરૂપ એકદેશમાં કરેલી પૂજા સંપૂર્ણ દેવતાની પૂજા ગણાય છે. તેમ સંઘના એક દેશની કરેલી પૂજા સમગ્ર સંઘની પૂજારૂપ છે. આમ દેશગતક્રિયામાં દેશીનો પરિણામ હોય છે, તેમ વ્યક્તિસંબંધી ક્રિયામાં પણ સામાન્ય-વિષયક સંબંધવિશેષથી તે સામાન્યમાં સમાવેશ પામેલી તમામ વ્યક્તિવિશેષોઅંગેનો પરિણામ ઉદ્ધવી શકે છે. સંઘની જ એકાદ કે કેટલીક વ્યક્તિની પૂજાવખતે હું સંઘની પૂજા કરું છું એ પરિણામ હોવાથી એ પૂજા સંઘસામાન્યની બની રહે છે. તેથી સંઘમાં સમાવેશ પામેલા ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિની પૂજાના પરિણામરૂપ રહે છે.
(નૈયાયિકવેશેષિકોએ પ્રત્યક્ષજ્ઞાનમાં (૧) લૌકિક અને (૨) અલૌકિક એમ બે પ્રકારના સકિષને કારણ માન્યા છે. તેમાં અલૌકિક સંનિકર્ષ ૩ પ્રકારના છે. (૧) સામાન્યલક્ષણ (૨) જ્ઞાનલક્ષણ અને (૩) યોગજ. તેમાં જ્યારે એક ઘડાનું પ્રત્યક્ષ થાય છે, ત્યારે તેમાં પ્રકાર=વિશેષણતરીકે “ઘટત્વ” જાતિ=સામાન્ય ભાસે છે. આ સામાન્ય પોતે ઘટના પ્રત્યક્ષવખતે “ઘટત્વ” જાતિથી યુક્ત તમામ ઘડાઓના જ્ઞાનમાં કારણ બને છે. આમ ઘટના પ્રત્યક્ષવખતે ઘટત્વ સામાન્ય પ્રત્યાસત્તિ=સંબંધથી સઘળા ઘડાનું જ્ઞાન થાય છે, તેમ અમુક સ્થાનના સંઘઆદિ રૂપ સંઘની અમુક વ્યક્તિની સંઘપૂજાના આશયથી પૂજા કરવામાં આવે છે, ત્યારે સંઘત્વ સામાન્ય પ્રત્યાસત્તિથી એ સંઘત્વસામાન્યથી યુક્ત સંઘમાં સમાવેશ પામતી - “સંઘ'પદથી વાચ્યaઓળખાતી તમામ વ્યક્તિઓનું શાન થાય છે.) આમ અમુક વ્યક્તિની પૂજા થતી હોવા છતાં આ સામાન્યપ્રત્યાસત્તિથી સમગ્રસંઘની પૂજાનો મહાન ભાવ દુર્તગત નથી. // ૨૯ો.
જિનપૂજાની વિધિ અને ફળ હવે પ્રતિમાપૂજનઅંગે શેષવિધિ બતાવે છે- ‘બિંબની પ્રતિષ્ઠા કર્યા બાદ જિનેન્દ્રસ્થાપનાની ઉચિતકાળે વિધાનપૂર્વક નિયત વિભવાનુસાર શ્રેષ્ઠ પૂજા કરવી.' જિનપ્રતિમાને પ્રતિષ્ઠિત કર્યા બાદ દરરોજ જિનેન્દ્રસ્થાપના= જિનપ્રતિમાની અભ્યર્ચના કરવી જોઇએ. વિભાવાનુસાર=દ્રવ્યના ઉચિતત્યાગપૂર્વક, કાલેઃઉચિત સમયે. નિયત=જેમ ભોજનવગેરે નિત્ય-નિયતકર્મ છે, તેમ પૂજા પણ નિત્યકર્મ બનવી જોઇએ. વિધાન=પવિત્ર વગેરે થઇને. તે ૩૦ પવિત્રતાઅંગે કહે છે- “જિનપૂજાની આ વિધિ છે – સ્નાન વગેરેથી પવિત્ર થઇને(=દ્રવ્યથી પવિત્રતા) તથા પૂજામાં જ ઉપયોગ રાખવાપૂર્વક(=ભાવથી પવિત્રતા) પ્રતિમાના મસ્તકવગેરે અન્ય અંગોને સ્પર્યા વગર સુગંધી પુષ્પવગેરે શ્રેષ્ઠ વસ્તુઓથી પૂજા કરવી.” ૩૧પૂજાઅંગે બાકીની વિધિ બતાવે છે- “શુભગંધ(=વાસક્ષેપ) ધુપ (વગેરેથી પૂજા કરી) પાણી અને સર્વોષધિથી પ્રથમ જિનબિંબને સ્નાન કરાવવું. તે પછી કુંકુમઆદિથી વિલેપન કરવું. ત્યારબાદ