________________
354
પ્રતિમાશતક કાવ્ય-૬૭)
तत्राह- 'जंपुण एयविउत्तं एगंतेणेव भावसुण्णं ति।तं विसयम्मि विण तओभावथयाहेउओ उचिओ'। ३८॥ यत्पुनरनुष्ठानमेतद्वियुक्तम् औचित्यान्वेषणादिशून्यं तदनुष्ठानमेकान्तेनैव भावशून्यमिति विषयेऽपिवीतरागादौ न तको द्रव्यस्तवः, ‘भावथयाहेउओ'त्ति धर्मपरकनिर्देशाद् भावस्तवाहेतुत्वादित्यर्थः, उचितो भावस्तवाङ्गं न। વિશેષ્યપદનું ઉપાદાન ભાવસ્તવમાં અતિવ્યામિના વારણ અર્થે છે. અન્યથા દ્રવ્ય-ભાવ બન્નેમાં આજ્ઞાશુદ્ધિ અને વીતરાગગામિતારૂપ ઉપરોક્ત વિશેષણદ્વય હોવાથી બન્ને એક થવાની આપત્તિ આવે. વળી ભાવસ્તવમાં કારણભૂત બનતું અનુષ્ઠાન આજ્ઞાશુદ્ધ અને વીતરાગગામી હોવાનું જ. તેથી “ભાવસ્તવની કારણતા જેમાં હોય, તે દ્રવ્યસ્તવ' આમ સ્વીકારવામાં ક્યાંય અવ્યાતિવગેરે દોષ નથી. તેથી ઉપરોક્ત બે વિશેષણો દ્રવ્યસ્તવના “ભાવસ્તવની કારણતારૂપ લક્ષણમાં આવ્યાવિગેરે દોષો દૂર કરવાદ્વારા સાર્થક બની શક્તા નથી. ‘તતિ સર્ભવે વ્યમિવારે ર’ ઇત્યાદિન્યાયથી આ વિશેષણો નિરર્થક સિદ્ધ છે. અલબત્ત, “ભાવસ્તવમાં કારણભૂત દ્રવ્યસ્તવ કેવું હોય ?' તેવી જિજ્ઞાસાનું દ્રવ્યસ્તવનું સ્વરૂપ દર્શાવવાદ્વારા સમાધાન કરવા આજ્ઞાશુદ્ધ અને “વીતરાગગામી’ આ બે વિશેષણપદો ઉપયોગી બને છે, (આમ માત્ર સ્વરૂપનો પરિચય કરાવવા ઉપયોગી છે– સ્વરૂપવિશેષણ છે. “ભાવસ્તવહેતુતાડવચ્છેદક પરિચાયક.” અહીં ભાવસ્તવ કાર્ય છે. તેનો હેતુ દ્રવ્યસ્તવ છે. આમ દ્રવ્યસ્તવમાં હેતુતા આવી. આ હેતુતા દ્રવ્યસ્તવત્વના કારણે છે, અર્થાત્ આ હેતુતાનો અવચ્છેદક દ્રવ્યસ્તવત્વ છે. આ દ્રવ્યસ્તવત્વ કેવું હોવું જોઇએ? તો તેનો પરિચય “આજ્ઞાશુદ્ધ અને “વીતરાગગામી” આ બે વિશેષણપદો કરાવે છે. આમ અર્થલગાડવો.) પરંતુદ્રવ્યસ્તવના લક્ષણતરીકે ઉપયોગી નથી. તેથીદ્રવ્યસ્તવનું અવ્યાતિવગેરે દૂષણોથી રહિતનું ‘ભાવસ્તવહેતુત્વ' આ જ લક્ષણ યોગ્ય છે.(આ લક્ષણ જેમાં હોય, તે જ આજ્ઞાશુદ્ધ અને વીતરાગગામી હોવાથી દ્રવ્યસ્તવ છે, એ તાત્પર્ય છે.) અહીં વિશેષ કહે છે- “જે અનુષ્ઠાન આનાથી( ઓચિ–ગવેષણા આદિથી) શૂન્ય હોય, તે અનુષ્ઠાન એકાંતે ભાવશૂન્ય છે. તેથી તદ્દ(=વીતરાગઆદિ) વિષયક હોવા છતાં ભાવસ્તવનું કારણ ન બનવાથી તે ઉચિત દ્રવ્યસ્તવ નથી.” “ઉચિત દ્રવ્યસ્તવ નથી' એમ કહેવાથી ફલિત થાય છે કે જે દ્રવ્યસ્તવ ભાવસ્તવમાં કારણ બને, તે ઉચિત પ્રધાનદ્રવ્યસ્તવ, બાકીના અપ્રધાનદ્રવ્યસ્તવ.
શંકા - અમુક અનુષ્ઠાન ઉચિત દ્રવ્યસ્તવ નથી, તેની સિદ્ધિમાં જો “આ અનુષ્ઠાન (પક્ષ) ઉચિતદ્રવ્યસ્તવ નથી (સાધ્ય) કારણ કે ભાવસ્તવનું કારણ નથી. (હેતુ)” આવું અનુમાન કરશો, તો હતુ અને સાધ્ય એકરૂપ થશે. માત્રનામભેદ રહેશે, કારણ કે ભાવસ્તવની કારણતાનો અભાવ અને “ઉચિત દ્રવ્યસ્તવત્વનો અભાવ' આ બેમાં કોઇ ફરક નથી. તેથી કાં તો હેતુ સાધ્યરૂપ થવાથી હેતુ અસિદ્ધ છે. કાં તો સાધ્ય હેતુરૂપ થવાથી સિદ્ધસાધન દોષ છે.
સમાધાન - ઉપરોક્ત અનુમાનસ્થળે ‘અપ્રધાનદ્રવ્યસ્તવથી ભિન્ન દ્રવ્યસ્તવતરીકે વ્યપદેશને યોગ્ય નથી” એવુંસાધ્ય ઇષ્ટછે. કારણકે “ભાવસ્તવમાં અકારણતા’ અને ‘અપ્રધાનદ્રવ્યસ્તવથી ભિન્નદ્રવ્યસ્તવતરીકેનાવ્યપદેશની અયોગ્યતા આ બન્ને એકરૂપ નથી. તેથી પૂર્વોક્તદોષ નથી.
શંકા - પ્રસ્તુતમાં ભાવસ્તવત્વથી અવચ્છિન્ન (ભાવસ્તવ) પ્રત્યે કોને કારણે માનો છો? શું તે-તે વિશુદ્ધ દ્રવ્યસ્તવવ્યક્તિઓ તે-તે ભાવસ્તવમાટે સ્વતંત્ર કારણો છે? કે આજ્ઞાયુક્ત તે-તે દ્રવ્યસ્તવો પ્રત્યેક સ્વતંત્ર કારણો છે? આ બન્ને સ્થળે અનેકાંતિકદોષ છે(=કાર્યકારણભાવભંજકદોષછે.) કારણકે એકદ્રવ્યસ્તવજન્ય ભાવસ્તપ્રત્યે અન્ય દ્રવ્યસ્તવ કારણ ન બને. આમ પરસ્પરજન્ય ભાવસ્તપ્રત્યે કારણતા ન હોવાથી દરેક દ્રવ્યસ્તવ ચાલનીયન્યાયથી અનેકાંતિક સિદ્ધ થાય. વળી દ્રવ્યસ્તવવ્યક્તિવિશેષ તો અનેકભેદયુક્ત છે. તેથી નિર્ણય ન થઇ શકે કે ભાવસ્તવપ્રત્યે આ દ્રવ્યસ્તવ કારણ છે. (બધા જ દ્રવ્યસ્તવ તો આદરવા શક્ય જ નથી.) આમ ભાવસ્તવની કારણતાતરીકે ચોક્કસ નિર્ણય ન થવાથી દ્રવ્યસ્તવમાં ઉદ્યમ પણ નહિ થાય. (આ અનનુગમદોષ.) હવે, “દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ હોવાથી ભાવસ્તવત્વઅવચ્છિન્ન પ્રત્યે હેતુ છે” એમ કહેવામાં તો “દંડ ઘટનું કારણ હોવાથી