________________
સિર્વશીલાંગધારક જ વંદનીય
363
उ'॥ ७४॥ तत्-तस्मादेवमुक्तवद् विरतिभावः सम्पूर्ण:-समग्रोऽत्र व्यतिकरे भवति ज्ञातव्य इति नियमेन = अवश्यंतयाऽष्टादशशीलाङ्गसहस्ररूप एव, सर्वत्र पापविरतेरेकत्वादिति भावः।। ७४ ॥ 'ऊणत्तं न कयाइवि इमाणं संखं इमं तु अहिगिच्च । जं एयधरा सुत्ते णिद्दिट्ठा वंदणिजाओ' ॥७५॥ऊनत्वं न कदाचिदप्येतेषां शीलाङ्गानां सङ्ख्यामेवाधिकृत्य आश्रित्य, यस्मादेतद्धरा:=अष्टादशशीलाङ्गसहस्रधारिणः सूत्रे प्रतिक्रमणाख्ये निर्दिष्टा वन्दनीया, नान्ये 'अट्ठारससहस्ससीलंगधारा'[अड्डाइज्जेसुसूत्र] इत्यादि वचनप्रामाण्यात् । इदं तु बोध्यम्यत्किञ्चिदेकाद्युत्तरगुणहीनत्वेऽपि मूलगुणस्थैर्येण चारित्रवतां योग्यतया शीलाङ्गसङ्ख्या पूरणीया, प्रतिज्ञाकालीनसंयमस्थानान्यसंयमस्थानानां षट्स्थानपतितानां चोक्तवदेव तुल्यत्वोपपत्तेः 'संजमठाणठियाणं किइकम्म बाहिराणं भइअव्वं' इत्याधुक्तस्योपपत्तेश्चेत्यधिकमस्मत्कृतगुरुतत्त्वविनिश्चये। उत्सर्गविषयो वाऽयम् ॥ ७५ ॥ तदाह'ता संसारविरत्तो अणंतमरणाइरूवमेयं तु । णाउं एयविउत्तं मोक्खं च गुरूवएसेणं' ॥ ७६॥ यतो दुष्करमेतच्छीलं सम्पूर्णं, तत्= तस्मात्संसाराद् विरक्त: सन्ननन्तमरणादिरूपमादिना जन्मजरादिग्रहः, एतमेव संसार ज्ञात्वा, एतद्वियुक्तं= मरणादिवियुक्तं मोक्षं च ज्ञात्वा गुरूपदेशेन-शास्त्रानुसारेणेति गाथार्थः ॥७६॥ परमगुरूणो આ પ્રમાણે જ બન્નેનું =આમ નિવારવાથી ગીતાર્થનું અને આ નિષેધને સ્વીકારવાથી અગીતાર્થનું) ચારિત્ર પરિશુદ્ધ બને છે, અન્યથા નહિ. (ગીતાર્થ જો અટકાવે નહિ તો એનું અને અટકાવવા છતાં પેલો અગીતાર્થ જો સ્વીકારે નહિ, તો એનું ચારિત્ર અશુદ્ધ બને છે.) II૭૩ાા તેથી પૂર્વોક્ત વિરતિભાવ પ્રસ્તુતમાં અવશ્ય અઢાર હજાર શીલાંગરૂપ જ સમજવાનો છે. (કારણકે સર્વત્ર પાપમાંથી વિરતિ એકરૂપ જ છે અને તે અઢાર હજાર શીલાંગની હાજરીમાં જ સંભવે છે.) II૭૪ll શીલાંગની આ સંખ્યામાં કયારેય પણ ઓછાપણું એટલા માટે સંભવતું નથી કે, પ્રતિક્રમણ સૂત્રમાં અઢાર હજાર શીલાંગધારક સાધુ જ વંદનીય તરીકે નિર્દિષ્ટ છે. અહીં “અડાઇજેસુ સૂત્રમાં વંદનીય સાધુના વિશેષણ તરીકે મુકાયેલું “અઠારસસહસ્સસીભંગધારા' (=અઢાર હજાર શીલાંગધારક) આ વચન પ્રમાણભૂત છે. (તો શું ઉત્તરગુણહીનતાને કારણે અઢાર હજાર શીલાંગના અધારક વર્તમાનકાલીન ઘણા સાધુઓ અવંદનીય છે? ઇત્યાદિ સંભવિત આશંકાના સમાધાન તરીકે કહે છે.) આટલો ખ્યાલ રાખવો કે એકાદ ઉત્તરગુણથી હીન પણ મૂળગુણમાં સ્થિર સાધુઓમાં ઉત્તરગુણની યોગ્યતા છે. તેથી એ યોગ્યતાને આગળ કરી શીલાંગની સંખ્યા પૂર્ણ કરી તેમને વંદનીયતરીકે સ્વીકારવા. અહીં હેતુ - સર્વવિરતિની પ્રતિજ્ઞાકાલે જે સંયમસ્થાન હોય છે, તે જ હંમેશા રહેતું નથી. પણ અન્ય-અન્ય સંયમસ્થાનો પ્રાપ્ત થાય કરે છે. આ સંયમસ્થાનો વિશુદ્ધિની અપેક્ષાએ પરસ્પર ષસ્થાનપતિત છે. (અનંતભાગ, અસંખ્યભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યગુણ અને અનંતગુણ વૃદ્ધિ-હાનિ ષસ્થાનપતિત છે.) આ સર્વ સંયમસ્થાનોમાં રહેલા સાધુઓ સમાનતયા વંદનીય છે – અર્થાત્ અઢાર હજાર શીલાંગધારક છે. તેઓની આ સમાનતા સ્વીકારવા યોગ્યતાને પણ આગળ કરવી જ પડે. બધાસંયમસ્થાનોમાં રહેલા વંદનીય હોય, તોજ “સંયમસ્થાનોમાં રહેલાનુંકૃતિકર્મ(=વંદન) કરવાનું છે, સંયમસ્થાનોની બહાર રહેલા(=સંયમસ્થાનોમાં નહિ રહેલા) ના કૃતિકર્મઅંગે વિકલ્પ છે.” આ વચન પણ યુક્તિસંગત ઠરે છે. આ બાબતમાં વિસ્તારની ઇચ્છાવાળાએ ઉપાધ્યાયજી મહારાજે રચેલા “ગુરુતત્ત્વવિનિશ્ચય' ગ્રંથ જોવો. (એમ યોગ્યતામાત્રથી વંદનીય માનવામાં નજીકમાં દીક્ષા લેનારો કે દીક્ષાના તીવ્રભાવવાળો પણ વંદનીય કેમ ન મનાય ? ઇત્યાદિ સંભવિત આપત્તિઓના સમાધાન તરીકે અન્ય વિકલ્પ બતાવે છે) અથવાતો “અઢાર હજાર શીલાંગધારક સાધુવંદનીય છે” ઇત્યાદિવચનો ઉત્સર્ગરૂપ છે. (કોઇક ઉત્તરગુણમાં હીન પણ મૂળગુણમાં સ્થિર સાધુ અઢાર હજાર શીલાંગનો ધારક ન હોય, તો પણ વંદનીય છે; કારણ કે સંયમસ્થાનમાં રહેલો છે – શું અહીં ઉત્સર્ગ શબ્દદ્વારા આવો અપવાદ ઇષ્ટ છે?) I૭પઆમ સંપૂર્ણ શીલ ધારણ કરવું દુષ્કર હોવાથી જ (૧) “આ સંસાર અનંત મરણઆદિ(આદિથી જન્મ, ઘડપણ વગેરે સમજવા)થી ભરેલો છે?