________________
350
પ્રતિમારતક કાવ્ય-૬૭)
एस। जंता कहंदव्वथओतद्दारेणप्पभावाओ'॥४०॥अथोचितानुष्ठानात्कारणाद्विचित्रयतियोगतुल्य एवैष यद्-यस्मात् तत् तस्मात् कथं द्रव्यस्तवः? भावस्तव एवास्ति। अत्रोत्तरं- तद्द्वारेण द्रव्यस्तवद्वारेणाल्पभावात्= स्तोकभावोपपत्तेः ॥ ४०॥ अधिकारिविशेषादत्राल्पभाव इत्याह- 'जिणभवणाईविहाणद्दारेणं एस होइ सुहजोगो। उचियाणुट्ठाणं पि य तुच्छो जइजोगओणवरं'॥४१॥ जिनभवनादिविधानद्वारेण द्रव्यानुष्ठानलक्षणेनैष भवति शुभयोग:-शुभव्यापारः, ततश्चोचितानुष्ठानमपि सदेष तुच्छो यतियोगतः सकाशाद् नवरं मलिनारम्भ्यधिकारिकशुभयोगत्वेन यतियोगादल्पत्वं तुल्यत्वं च प्राय: साधर्म्यणेति भावः ॥४१॥ तथा चाह'सव्वत्थ णिरभिसंगत्तणेण जइजोगमो महं होइ। एसो य अभिस्संगा कत्थ वि तुच्छे वि तुच्छो उ'॥ ४२॥ सर्वत्र निरभिष्वङ्गत्वेन हेतुना यतियोग एव महान् भवत्यत: सकाशादेष तु द्रव्यस्तवोऽभिष्वङ्गात् क्वचितुच्छेऽपि वस्तुनि तुच्छ एव ॥ ४२ ॥ ‘जम्हा उ अभिस्संगो जीवं दूसेइ णियमओ चेव। तसियस्स जोगो विसघारियजोगतुल्ल त्ति' ॥४३॥ यस्मात्त्वभिष्वङ्गः प्रकृत्यैव जीवं दूषयति नियमत एव, तथा दूषितस्य योग: सर्व एव तत्त्वतो विषघारितयोगतुल्योऽशुद्ध इति ॥ ४३॥ ‘जइणो अदूसियस्स हेयाओ सव्वहा णियत्तस्स। सुद्धो उ(अ) उवादेए अकलंको सव्वहा सोउ'॥४४॥ यतेरदूषितस्य सामायिकभावेन हेयात्सर्वथा निवृत्तस्य शुद्धश्चोपादेये वस्तुन्याज्ञाप्रवृत्त्याऽतोऽकलङ्कः सर्वथा स एव यतियोगः शुभयोगसामान्यजन्यतावच्छेदकफलवृत्तिजातिव्याप्यजात्यवच्छिन्नं प्रत्येवसाभिष्वङ्गनिरभिष्वङ्गशुभयोगानां हेतुत्वादेतदुपपत्तिरिति न्यायमार्गः॥४४॥
શંકા - જો પ્રધાન દ્રવ્યસ્તવ પણ ઉચિત અનુષ્ઠાનરૂપ હોય, તો તેમાં ભાવસ્તવથી શું ભેદ છે? આ અંગે કહે છે- “દ્રવ્યસ્તવ આમ ઉચિત અનુષ્ઠાન હોવાથી વિચિત્રયતિયોગ(=ભાવસ્તવ)ને તુલ્ય છે, તેથીતેદ્રવ્યસ્તવ કેમ કહેવાય? તેને ભાવસ્તવ જ ગણવો જોઇએ.
સમાધાનઃ- “દ્રવ્યસ્તવમાં દ્રવ્યના દ્વારથી ભાવ પ્રગટતો હોવાથી તેમાં અલ્પભાવ રહ્યો છે તેથી તેને ઘણા ભાવથી યુક્ત ભાવસ્તવ કરતા ભિન્ન ગણવો યોગ્ય જ છે.' I૪૦ના દ્રવ્યસ્તવમાં અલ્પભાવ અધિકારિવિશેષના કારણે છે, તેમ દર્શાવે છે-“આ દ્રવ્યસ્તવ જિનભવન કરાવવાઆદિ દ્રવ્યઅનુષ્ઠાનથી શુભયોગ બને છે. તેથી ઉચિત અનુષ્ઠાન હોવા છતાં આ અનુષ્ઠાન સાધુના યોગ(=ભાવસ્તવ)ની અપેક્ષાએ તુચ્છ છે.” દ્રવ્યસ્તવના અધિકારી મલિનારંભીઓ છે. જ્યારે ભાવસ્તવના અધિકારી અનારંભી છે. તેથી દ્રવ્યસ્તવ શુભયોગ હોવા છતાં ભાવસ્તવથી અલ્પ છે અને શુભયોગના સાધચ્ચેથી તુલ્ય છે. ૪૧. સર્વત્ર નિરભિધ્વંગ(=રાગ વિનાના) હોવાથી સાધુના યોગો જ મહાન છે. જ્યારે ક્યારેક તુચ્છ વસ્તુપર પણ અભિન્ડંગ હોવાના કારણે જ દ્રવ્યસ્તવ તો તુચ્છ જ છે.
૪૨અભિધ્વંગ નિયમથી-પ્રકૃતિથી જ જીવને દૂષિત કરે છે. આ અભિવૃંગથી દૂષિત થયેલાના બધા યોગો ઝેરથી વઘાર કરેલા જેવા અર્થાત્ વિષમિશ્રિત જેવા હોવાથી અશુદ્ધ હોય છે. (પ્રસ્તુતમાં એટલો ખ્યાલ રાખવો કે, પ્રધાન દ્રવ્યસ્તવને રાગાદિરૂપ ઝેરથી મિશ્રિત હોવાના કારણે અશુદ્ધ કહ્યો છે, પણ નિષ્ફળ નથી કહ્યો. જો નિષ્ફળ જ હોત, તો એની આરાધનામાટે આટલો કરેલો પ્રક્રિયાવિસ્તાર વ્યર્થ ગણાત અને અપ્રધાન દ્રવ્યસ્તવથી વિશિષ્ટ ગણાવવાનો પ્રયત્ન વ્યર્થ ગણાત. હકીક્ત એ છે, કે આ પ્રધાન દ્રવ્યસ્તવ રાગાદિવિષયુક્ત હોવા છતાં, વિષરૂપ નથી, પણ વિષની મંદતારૂપ છે. જ્યારે રાગાદિયુક્ત સંસારક્રિયાઓ તો પૂર્ણતયા વિષરૂપ જ છે. તેથી જ આ દ્રવ્યસ્તવ તરાપા જેવો છે. તરાપો જો કે પવન-પ્રવાહને આધીન હોવાથી નદી પાર કરાવી શકતો નથી. તો સાથે સાથે ડૂબાડતો પણ નથી. જ્યારે સંસારક્રિયાઓ તો શિલાદિરૂપ હોઇ ડૂબાડનારી છે.) ૪૩ “સામાયિકના કારણે સર્વ હેયયોગોથી નિવૃત્ત થયેલા સાધુના યોગો ઉપાદેય વસ્તુમાં આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિથી શુદ્ધ અને અકલંકિત છે.”