________________
( 314 ]
પ્રતિમાશતક કાવ્ય-૬૪) उज्जुत्तो नाणदसणचरिते। णिप्फायग सीसाणं, एरिसया हुँति उवज्झाया'॥ [व्यव. सू. उ. १, गा. ९४६] एतेषां सूत्रवाचनादाने गुणानुपदर्शयति- 'सुत्तत्थेसु थिरत्तं, रिणमोक्खो आयती अपडिबंधो। पाडिच्छे मोहजओ, तम्हा वाएइ उवज्झाओ'॥[व्यव.सू. उ. १, गा०९४७] उपाध्यायः शिष्येभ्य: सूत्रवाचनांप्रयच्छन् स्वयमर्थमपि परिभावयति, सूत्रेऽर्थे च तस्य स्थिरत्वमुपजायते। तथाऽन्यस्य सूत्रवाचनाप्रदाने सूत्रलक्षणस्य ऋणस्य मोक्षः कृतो भवति। तथाऽऽयत्यामाचार्यपदाध्यासेऽप्रतिबन्धः । अनुवर्तनं दृढाभ्यासात्तथा सूत्रस्य स्यात्। 'पाडिच्छे'त्ति । प्रतीच्छका गच्छान्तरादागत्य सूत्रोपसम्पदं प्रतिपद्यमाना अनुगृह्येरनिति शेषः । तथा मोहजयः कृतो भवति, सूत्रवाचनादानमग्नस्य प्रायश्चित्तविस्रोतसिकाया अभावात्, अतः सूत्रं वाचयेदुपाध्यायः। तवणियमविणयगुणणिहि, पवत्तया नाणदसणचरित्ते। संगहुवग्णहकुसला, पवत्ति एयारिसा हुति'। व्यव० सू. उ. १, गा. ९४८] सङ्ग्रहः-शिष्याणां सङ्ग्रहणमुपग्रहः-तेषामेव ज्ञानादिषु सीदतामुपष्टम्भकरणं- संजमतवजोगेसु(नियमेसु ?) जो जोग्गो तत्थ तंपयट्टेइ। असहुंचणियतंती, गणतत्तिल्लो पवित्तीओ'।[व्यव.सू. उ. १, गा. ९४९] तथा च यथोचितं प्रशस्तयोगेषु साधून् प्रवर्तयन्तीत्येवंशीला: प्रवर्तिन इति व्युत्पत्त्यर्थोऽनुगृहीतो भवति। संविग्गो मद्दविओ, पियधम्मो नाणदसणचरित्ते। जे अढे परिहायइ, सारेंतो तो हवइ थेरो त्ति'॥ व्यव. सू. उ. १, गा. ९५०] यो यानर्थान् परिहापयति, तांस्तं કે અર્થની વાચના દેવાદ્વારા એ ઋણમાંથી મુક્તિ મળે છે. સામાન્ય અવસ્થામાં સૂત્રવાચના અનેક સાધુઓને આપી હોવાથી આચાર્ય સૂત્ર સંબંધી ઋણમાંથી મુક્ત થયા હોય છે. આ બધા કારણસર આચાર્ય સૂત્રની વાચના આપે નહિ.
“સૂત્ર અર્થ અને તંદુભયના જ્ઞાતા, જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં ઉપયુક્ત અને શિષ્યોના નિષ્પાદક(=નવા શિષ્યો કરનારા અને થયેલા શિષ્યોને જ્ઞાનવગેરેથી તૈયાર કરનારા) ઉપાધ્યાયો હોય છે. [ગા ૯૪૬] આ ઉપાધ્યાયો સૂત્રની વાચના આપે છે. ઉપાધ્યાયો સૂત્રની વાચના આપે એમાં આટલા કારણ છે – (૧) સૂત્ર અને અર્થમાં પોતે સ્થિર થાય. (૨) ઋણમુક્તિ થાય. (૩) ભવિષ્યમાં અપ્રતિબંધ. (૪) પ્રતીચ્છક અનુગ્રહ તથા (૫) મોહજય. [ગા ૯૪૭] શિષ્યને સૂત્રની વાચના આપતી વખતે ઉપાધ્યાય સ્વયં સૂત્રના અર્થનું પરિભાવન કરે છે. તેથી સૂત્ર અને અર્થમાં પોતે સ્થિર થાય છે. અર્થાત્ સૂત્રની કે અર્થની વિસ્મૃતિ થતી નથી અને તેમાં શંકા પડતી નથી. વળી બીજા સાધુઓને સૂત્ર ભણાવવાથી સૂત્ર સંબંધી પોતાનું ઋણ પણ ફેડાય છે અને ભવિષ્યમાં આચાર્યપદની પ્રાપ્તિમાં પ્રતિબંધ આવતો નથી અને સૂત્રનોદઢ અભ્યાસ થવાથી આચાર્ય થયા પછી પણ સૂત્રનું અનુવર્તન રહે છે. વળી બીજાગચ્છમાંથી સૂત્ર ભણવા આવેલા સાધુઓ પર પણ સૂત્રવાચનાદ્વારા અનુગ્રહ થાય છે. વળી સૂત્રની વાચના દેવામાં મગ્ન બનેલાનું ચિત્ત આડુંઅવળું દોડતું નથી. આમ પ્રાયઃ ચિત્તવિસ્ત્રોતસિકાના અભાવમાં મોહનીયકર્મ પણ જોર કરી શકે નહિ, કારણ કે “જેનું ચિત્ત ચંચળ છે, તેને જ મોહ પીડે છે'. આમ સૂત્રવાચનાદ્વારા “મોહ' પર વિજય મેળવી શકે છે. આટલા કારણોથી ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે.
‘તપ, નિયમ, વિનયવગેરે ગુણોના ભંડાર, તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રવૃત્તિ કરાવનાર અને સંગ્રહ ઉપગ્રહમાં કુશળ-પ્રવર્તી(=પ્રવર્તક) આવા પ્રકારના હોય છે. [ગ. ૯૪૮] સંગ્રહ=શિષ્યોને સમ્યગૂ રીતે ગ્રહણ કરવા(=અનુગ્રહવગેરેથી ગચ્છમાં સ્થિર કરવા), ઉપગ્રહ=જ્ઞાનવગેરેમાં સીદાતા–પ્રમાદ કરતા શિષ્યોને જ્ઞાનવગેરેમાં સ્થિર કરવા યોગ્ય આલંબન આપવું. “સંયમ અને તપના યોગોમાં જે જ્યાં યોગ્ય હોય, તેને ત્યાં પ્રવૃત્ત કરનારા અને જે અસમર્થ હોય તેને તે યોગમાંથી નિવૃત્ત કરનારા તથા સમુદાયની ચિંતા કરનારા પ્રવર્તી( પ્રવર્તક) હોય છે. [ગા. ૯૪૯] તે પ્રવર્તી “યથાયોગ્ય પ્રશસ્તયોગોમાં સાધુને પ્રવૃત્ત કરવાનો સ્વભાવ છે જેનો એ પ્રવર્તી આવી વ્યુત્પત્તિ અર્થને સંગત બને.